Last Update : 13-September-2012, Thursday

 

કોમોડિટીની સટ્ટાકીય જાતોમાં વધતો રસ
સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોમોડિટી વાયદા પર ટેક્સના અભાવે સટ્ટાકીય કામકાજોને મળતું ઉત્તેજન

અમદાવાદ, બુધવાર
વિશ્વભરમાં ભારતને એક અસામાન્ય વૃદ્ધિ સાધનારા દેશ તરીકે જોવામાં આવે છે, પરંતુ ભારતના મૂડીબજારોનું જોમ ઓસરી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન ઈક્વિટી સેગમેન્ટનું ટ્રેડિંગ વોલ્યૂમ મોટાપાયે કોમોડિટીઝ સેગમેન્ટમાં ઠાલવાઈ રહ્યું છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન કોમોડિટી એકસ્ચેન્જોના ટ્રેડિંગ વોલ્યૂમમાં અપૂર્વ વધારો થયેલો જોવા મળ્યો છે અને કોમોડિટીમાં ટ્રેડિંગ વોલ્યૂમમાં પાંચ ગણો વધારો થયેલો જોવા મળ્યો છે.
સટ્ટાકીય હિતોને લીધે સોના જેવી અમુક કોમોડિટી પ્રોડક્ટની આયાતમાં વધારો થયો છે. પાછલા નાણાકીય વર્ષમાં ભારતમાં ૫૬ બિલિયન ડોલરના મૂલ્યના સોનાની આયાત કરાઈ હતી, જે આગલા નાણાકીય વર્ષની તુલનાએ લગભગ ૭૦ ટકાનો વધારો સૂચવે છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ભારતની નાણાકીય ખાધ ૧૮૫ બિલિયન ડોલરની હતી, નાણાકીય ખાધના આંકડા પરથી સોનાની આયાતના આંકડાનું મહત્ત્વ સમજી શકાય છે. આમ છતાં એટલે કે સરકાર પર આયાત બોજ વધવા છતાં તેના પેટનું પાણી પણ હલતું નથી કે પછી આ બાબતે ક્યારેય કોઈ વાત કરતી નથી. સોદાની ઈચ્છનીય પરિસ્થિતિને કારણે સોનાના સટ્ટામાં વધારો થયો છે, જેના પરિણામે સોનાની આયાત વધી છે. ભારતની નાણાકીય ખાધમાં સોનાની આયાતનો હિસ્સો લગભગ ૩૦ ટકાનો છે. જો સોનામાં થયેલા રોકાણનો અડધો હિસ્સો પણ શેરબજાર તરફ વાળી દેવામાં આવે, તો નોંધપાત્ર પ્રમાણમાં મૂડીનું સર્જન થશે. મૂડી બજારમાં આગેકૂચ થાય તો વધુ જાહેર ભરણાં આવશે તથા ભારતની વૃદ્ધિગાથામાં રોકાણકારોનો વિશ્વાસ વધશે.
પાછલા કેટલાક વર્ષો દરમિયાન શેરબજારોમાં એસટીટી લાદવામાં આવતા વોલ્યૂમનું સંતુલન બગડયું છે. કોમોડિટી બજારના વોલ્યૂમની સાથે સિક્યોરિટી બજારના વોલ્યૂમની તુલના કરવામાં આવે તો આ પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. ભારતીય અર્થતંત્ર જેવા ઝડપી પરિવર્તન પામી રહેલા બજારમાં શેરોના ટ્રેડિંગ વોલ્યૂમમાં કોમોડિટીઝના વોલ્યૂમનું પ્રતિબિંબ જોવા મળવું જોઈએ. જોકે આવું છે નહીં. બંને બજારોના વચ્ચે એક તફાવત એ છે કે કોમોડિટીના સોદા પર ટ્રાન્ઝેકશન ટેક્સ લાગતો નથી. આના લીધે કોમોડિટીમાં ટ્રેડિંગ અને સટ્ટાકીય પ્રવૃત્તિ વધ્યાં છે. શેરોનું ટ્રેડિંગ વોલ્યૂમ અને શેરબજારમાં થતું મૂડીરોકાણ ઘટયાં છે.
આપણે અજાણપણે જ એક એવું કરમાળખું રચી નાખ્યું છે કે જે સટ્ટાકીય પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે. કોમોડિટી ડેરિવેટિવ્સમાં કરવેરામાં લાભ મળે છે, બીજી બાજુ લાંબાગાળાના રોકાણનો વિકલ્પ આપતા અને મૂડી સર્જનની પ્રક્રિયામાં મદદરૃપ થતા શેરોમાં કરવેરા લાગે છે. મૂડી સર્જનને લીધે લોકોને રોજગારી મળે અને એ રીતે દેશની જીડીપી આગળ વધી શકશે.
જાહેર સાહસોમાં શેરવેચાણનો મતલબ ત્યારે જ છે જ્યારે સરકારને પીએસયુના શેરોનો સારામાં સારો ભાવ મળે. શેરોના ભાવ બજારના પ્રવાહ અને લિક્વિડિટી ઉપર આધારિત છે. લિક્વિડિટી ઊંચી જાય ત્યારે સોદાનો ખર્ચ ઘટે અને પરિણામે રિસ્ક પ્રીમિયમમાં પણ ઘટાડો થાય છે. સેકન્ડરી બજારની લિક્વિડ સ્થિતિ રિસ્ક પ્રીમિયમ ઘટાડી શકે છે, જેના લીધે છેવટે શેરોના ભાવમાં વધારો થાય છે. એક વિકસિત આીપીઓ બજાર માટે લિક્વિડ સેકન્ડરી માર્કેટનું અસ્તિત્વ હોવું અનિવાર્ય છે.
જોકે અત્યારની પરિસ્થિતિમાં આવું છે નહીં... ટ્રેડિંગ વોલ્યૂમ એકધારું શેરબજારમાંથી કોમોડિટી બજારમાં સ્થળાંતર કરી રહ્યું છે. અત્યારે શેરબજારના વોલ્યૂમની તુલનાએ કોમોડિટી એકસ્ચેન્જનું વોલ્યૂમ લગભગ પાંચ ગણું છે. પ્રાયમરી શેરબજારમાં મૂડીસર્જનના હેતુસર કરાતા મૂડીરોકાણ ઉપરથી લોકોનું ધ્યાન હટી ગયું છે, અને કોમોડિટીની સટ્ટાકીય જાતો લોકોને રસ છે. આ પરિસ્થિતિ બન્ને સેગમેન્ટમાં જોવા મળતી વિરોધાભાસી ટેક્સ ટ્રીટમેન્ટને આભારી છે. શેરોમાં એસટીટી લાદવામાં આવ્યો છે જેથી પાછલા અમુક વર્ષ દરમિયાન વોલ્યૂમનું સંતુલન ખોરવાયું છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન શેરબજારોમાં એસટીટી લાદવામાં આવતા વોલ્યૂમનું સંતુલન બગડયું છે. કોમોડિટી બજારના વોલ્યૂમની સાથે સિક્યોરિટી બજારના વોલ્યૂમની તુલના કરવામાં આવે તો આ પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. ભારતીય અર્થતંત્ર જેવા ઝડપી પરિવર્તન પામી રહેલા બજારમાં શેરોના ટ્રેડિંગ વોલ્યૂમમાં કોમોડિટીઝના વોલ્યૂમનું પ્રતિબિંબ જોવા મળવું જોઈએ. જોકે હકીકતમાં આવું છે નહીં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved