Last Update : 13-September-2012, Thursday

 

જર્મનીની કોર્ટના પોઝિટીવ ચૂકાદાએ વૈશ્વિક બજારોમાં તેજી
IIP ૦.૧% ઃ રિઝર્વ બેંક સીઆરઆર ઘટાડશે ઃ સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
જર્મનીની કોન્સ્ટીટયુશનલ કોર્ટ દ્વારા પરમેનન્ટ યુરો-એરિયા રેસ્ક્યુ- બચાવ ફંડને અટકાવતી બીડસને ફગાવી દઇ જર્મનીના ૧૯૦ અબજ યુરોના હિસ્સાને લેજીસ્લેટીવ મંજૂરી વિના વધારી શકાશે એવો ચૂકાદો આપતા વૈશ્વિક બજારોની સાથે મુંબઇ શેરબજારોમાં મેટલ, ઓટો, કેપિટલ ગુડઝ, આઇટી, એફએમસીજી હેવીવેઇટ ફ્રન્ટલાઇન શેરોમાં તેજીએ સેન્સેક્ષે છ મહિના બાદ ૧૮૦૦૦ની સપાટી અને નિફ્ટીએ ૫૪૦૦ની સપાટી કુદાવી હતી. જર્મનીની કોર્ટના સરકારની તરફેણમાં ચૂકાદાની વૈશ્વિક બજારો પર પોઝિટીવ અસર સાથે આજે જુલાઇ ૨૦૧૨ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) આંક ગત વર્ષના સમાન મહિનાના ૩.૭ ટકા અને જૂન ૨૦૧૨ના ૧.૮ ટકા નેગેટીવની તુલનાએ ૦.૧ ટકા સાધારણ છતાં પોઝિટીવ આવતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ૧૭, સપ્ટેમ્બર ૨૦૧૨ના સીઆરઆરમાં ઘટાડાની શક્યતા વધતા શેરોમાં પોણા બે વાગ્યા બાદ તેજીની ઝડપી ચાલ જોવાઇ હતી. એફઆઇઆઇ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નેગેટીવ પરિબળો એક પછી એક પોઝિટીવ બની રહ્યા હોઇ દુકાળની ચિંતા દૂર થઇ ચોમાસાની સારી પ્રગતિ બાદ હવે ફુગાવો-મોંઘવારીનું પરિબળ પણ કાબૂમાં આવતું જતું હોઇ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હવે આર્થિક ઔદ્યોગિક વૃદ્ધિને ન્યાય આપવામાં આવશે એવી શક્યતાએ અને જર્મનીની કોર્ટના પોઝિટીવ ચૂકાદાએ યુરો ઝોન કટોકટીમાંથી બહાર આવવાના સંયોગો પ્રબળ બનતા સુધરેલા વૈશ્વિક સેન્ટીમેન્ટ સાથે એફઆઇઆઇની શ ેરોમાં ખરીદી વધી હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૮૫૨.૯૫ સામે ૧૭૯૧૬.૧૩ મથાળે ખુલીને નીચામાં ૧૭૮૮૪.૯૬ થઇ તેજીની ચાલે શરૃઆતમાં ૬૦થી ૭૦ પોઇન્ટનો સુધારો બતાવતો હતો. જે દોઢ વાગ્યા બાદ તેજીની ઝડપી ચાલમાં ટાટા મોટર્સ, જિન્દાલ સ્ટીલ, કોલ ઇન્ડિયા, લાર્સન, ટાટા સ્ટીલ, વિપ્રો, ડૉ. રેડ્ડીઝ લેબ., હિન્દુસ્તાન યુનીલીવર, ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તેજીએ છેલ્લી ઘડી સુધી મજબૂતીએ ૧૫૯.૯૪ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૮૦૧૨.૮૯ સુધી પહોંચી જઇ અંતે ૧૪૭.૦૮ પોઇન્ટ વધીને ૧૮૦૦૦.૦૩ બંધ રહ્યો હતો. જે ૨૩, ફેબુ્રઆરી ૨૦૧૨ બાદની ૬ મહિનાની ઉંચી સપાટીએ રહ્યો હતો.
નિફ્ટી ૫૪૩૫ની ઉંચાઇએ પહોંચી ૫૪૩૧ ઃ નિફ્ટી, સેન્સેક્ષ ૨૩, ફેબુ્રઆરી બાદની ઉંચાઇએ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૯૦ સામે ૫૪૦૪.૪૫ મથાળે ખુલીને નીચામાં ૫૩૯૩.૯૫ થઇ શરૃઆતમાં ૫૪૧૧ સુધી પહોંચ્યો હતો. જે ટાટા મોટર્સ, લાર્સન, જિન્દાલ સ્ટીલ, સેઇલ, ટાટા સ્ટીલ, વિપ્રો, સેસાગોવા, સ્ટરલાઇટ, ડૉ. રેડ્ડીઝ લેબ, કોલ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનીલીવર, એશીયન પેઇન્ટસ, ટીસીએસની દોઢ વાગ્યા બાદ ઝડપી તેજીએ ઉપરમાં ૫૪૩૫.૫૫ સુધી જઇ અંતે ૪૧ પોઇન્ટ વધીને ૫૪૩૧ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્ષ ૨૩, ફેબુ્રઆરી ૨૦૧૨ બાદની ૧૮૦૦૦ની ઊંચી સપાટીએ રહ્યા સાથે નિફ્ટી પણ લગભગ છ મહિનાની ઊંચી સપાટી નજીક રહ્યો હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ૫૩૬૫ સપોર્ટ
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી નિફ્ટી સ્પોટ ૫૩૬૫ નીચે બંધ આવ્યા બાદ નજીકનો ટ્રેન્ડ બદલાશે.
નિફ્ટી ૫૫૦૦નો કોલ ૨૩.૦૫થી ઉછળીને ૩૫.૧૫ ઃ ૫૪૦૦નો પુટ ૫૯.૧૫થી ગબડીને ૩૭.૪૫
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૨,૧૮,૩૩૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૯૨૫.૨૬ કરોડના ટર્નઓવરે ૫૪૦૫.૩૫ સામે ૫૪૨૩.૨૦ ખુલી નીચામાં ૫૪૦૨.૪૫ થઇ ઉપરમાં ૫૪૫૨.૯૦ સુધી જઇ અંતે ૫૪૫૨ હતો. નિફ્ટી ૫૪૦૦નો પુટ ૫,૦૮,૩૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૮૪૮.૩૩ કરોડના ટર્નઓવરે ૫૯.૧૫ સામે ૫૨ ખુલી ૬૦ થઇ નીચામાં ૩૬.૯૫ સુધી ગબડી જઇ અંતે ૩૭.૪૫ હતો. નિફ્ટી ૫૫૦૦નો કોલ ૪,૮૨,૭૮૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૩૪૬.૧૨ કરોડના ટર્નઓવરે ૨૩.૦૫ સામે ૨૬ ખુલી નીચામાં ૨૩.૧૦ થઇ ઉપરમાં ૩૫.૬૫ સુધી જઇ અંતે ૩૫.૧૫ હતો.
આર્થિક સુધારાને વેગ ઃ ઇસીબી ધોરણો હળવા, હવે સીઆરઆરમાં એક ટકાનો ઘટાડો અપેક્ષીત
અર્થતંત્રને ફરી પુનઃ ઝડપી વૃદ્ધિના પંથે લઇ જવા સરકારે આર્થિક સુધારાને વેગ આપવાનું શરૃ કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગઇકાલે વિદેશી વ્યાપારી ઋણ (ઇસીબી)ના નિયમો હળવા કરી કંપની માટે મહત્તમ મર્યાદા વધારી ત્રણ અબજ ડોલરની કરી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા કંપનીની વિદેશી ઋણ મર્યાદા છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ હૂંડિયામણ કમાણીના ૭૫ ટકા કરાઇ છે. આ પગલાં સાથે ગત મહિને નાણા ખાતાએ સ્થાનિક કંપનીઓ દ્વારા ઇસીબીઝ થકી ફંડ ઊભુ કરવાના ધોરણોને પણ ઉદાર બનાવી ઇસીબીઝની ઉચ્ચસ્તરીય કમિટીએ એફઆઇઆઇને ૪૫ અબજ ડોલરની કોર્પોરેટ બોન્ડ લિમિટને આધીન રૃપી બોન્ડસમાં પાંચ અબજ ડોલર સુધી રોકાણની પવાનગી આપ્યાની પોઝિટીવ અસરે ફંડોનું ભારતીય બજારોમાં આકર્ષણ વધતું જોવાયું છે. રિઝર્વ બેંકના ૧૭, સપ્ટેમ્બરના ધિરાણ નીતિની સમીક્ષામાં સીઆરઆરમાં અપેક્ષીત એક ટકા સુધી ઘટાડાએ પણ બજાર પર પોઝિટીવ અસર હતી.
આઇઆઇપી ૦.૧% ઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રોત્સાહનો અપાશે! જિન્દાલ સ્ટીલ, કોલ ઇન્ડિયા, સેઇલ ઉંચકાયા
ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના જુલાઇ ૨૦૧૨ના આંકડા ૩.૭ ટકાની તુલનાએ ઘટીને ૦.૧ ટકા આવતા હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાના અપેક્ષીત પગલાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ પ્રોત્સાહનો વધારવાની સરકારની હલચલને પગલે સ્ટીલની માગમાં પણ વધારાની અપેક્ષાએ મેટલ શેરોમાં તેજી હતી. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૦૮.૮૭ પોઇન્ટ ઉછળીને ૯૯૬૮.૯૪ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૃા. ૧૨.૬૫ વધીને રૃા. ૩૪૬.૪૫, સેઇલ રૃા. ૨.૬૫ વધીને રૃા. ૮૧.૩૦, કોલ ઇન્ડિયા રૃા. ૧૦.૬૫ વધીને રૃા. ૩૭૬.૨૫, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૩.૬૫ વધીને રૃા. ૧૩૨.૩૫, ટાટા સ્ટીલ રૃા. ૧૦.૧૦ વધીને રૃા. ૩૮૭, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૧૨.૫૦ વધીને રૃા. ૬૯૫.૫૦, સેસાગોવા રૃા. ૨.૮૫ વધીને રૃા. ૧૬૨.૬૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૧૬૨.૬૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૯૫.૨૫, ભૂષણ સ્ટીલ રૃા. ૨.૪૫ વધીને રૃા. ૪૬૫.૬૫ રહ્યા હતાં.
ઓટો કંપનીઓની મોટા ડિસ્કાઉન્ટની ઓફરો ઃ ઇન્ડોનેશીયામાં ટાટા મોટર્સ પ્લાન્ટ સ્થાપશે ઃ શેર રૃા. ૧૩ વધીને રૃા. ૨૬૨.૮૦
ઓટોમોબાઇલ ક્ષેત્રે તહેવારોની સીઝન શરૃ થતાની સાથે ઓટોમોબાઇલ કંપનીઓએ તાજેતરમાં વાહનોના વેચાણમાં ઘટાડાને પગલે હવે તહેવારના મોટા ડિસ્કાઉન્ટો ઓફર કરી વાહનોના વેચાણને વેગ આપવાના પ્રયાસે ઓટો શેરોમાં લેવાલી નીકળી હતી. ટાટા મોટર્સ દ્વારા ઇન્ડોનેશીયામાં પ્લાન્ટ સ્થાપવાની યોજનાએ શેર રૃા. ૧૩.૨૦ વધીને રૃા. ૨૬૨.૮૦, ભારત ફોર્જ રૃા. ૨.૬૦ વધીને રૃા. ૨૯૪.૨૫, મારૃતી સુઝુકી રૃા. ૫ વધીને રૃા. ૧૨૧૯.૦૫, બજાજ ઓટો રૃા. ૪.૪૦ વધીને રૃા. ૧૭૧૫ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૨૦.૬૨ પોઇન્ટ વધીને ૯૭૦૨.૧૮ રહ્યો હતો.
લાર્સન રૃા. ૧૦૬૫ કરોડના ઓર્ડરોએ રૃા. ૩૯ વધીને રૃા. ૧૪૦૮ ઃ સુઝલોન, એસકેએસ, જિન્દાલ શો વધ્યા
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોને સપ્ટેમ્બર ૨૦૧૨માં વિવિધ બિઝનેસ સેગ્મેન્ટસમાં રૃા. ૧૦૬૫ કરોડથી વધુના નવા ઓર્ડરો મેળવતા શેર રૃા. ૩૮.૯૫ વધીને રૃા. ૧૪૦૮.૫૦, એસકેએફ ઇન્ડિયા રૃા. ૧૬.૭૦ વધીને રૃા. ૬૩૩.૭૦, સુઝલોન એનર્જી રૃા. ૧૫.૮૮, પુંજ લોઇડ રૃા. ૪૭.૧૦, જિન્દાલ શો રૃા. ૧.૭૫ વધીને રૃા. ૧૧૭.૮૫ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૧૪.૨૮ પોઇન્ટ વધીને ૯૬૬૩.૩૬ રહ્યો હતો.
ડોલર ઘટીને ૫૫.૨૩ છતાં આઇટી શેરોમાં એક્વિઝીશન પાછળ તેજી ઃ ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ વધ્યા
રૃપિયા સામે ડોલર ૧૨ પૈસા નબળો પડીને રૃા. ૫૫.૨૩ રહ્યા છતાં આઇટી-સોફ્ટવેર કંપનીઓને આઉટસોર્સીંગના નવા ઓર્ડરો યુરોપ, અમેરિકાની રીકવરી પાછળ વધવાના અંદાજો સાથે ટેક મહિન્દ્રા દ્વારા વધુ એક્વિઝીશન કરવાના અહેવાલે આઇટી શેરોમાં આકર્ષણ વધ્યું હતું. ટેક મહિન્દ્રા રૃા. ૩૩.૦૫ વધીને રૃા. ૯૨૪.૮૫, વિપ્રો રૃા. ૯.૩૦ વધીને રૃા. ૩૮૪.૧૫, ટીસીએસ રૃા. ૨૦.૮૫ વધીને રૃા. ૧૪૧૨.૪૦, એચસીએલ ટેક્નો રૃા. ૫.૧૫ વધીને રૃા. ૫૮૧.૯૫, ઓરકેલ ફીનસર્વ રૃા. ૨૪.૨૦ વધીને રૃા. ૩૦૩૫.૩૫, ઇન્ફોસીસ રૃા. ૮.૨૦ વધીને રૃા. ૨૫૩૬.૯૦ રહ્યા હતાં.
રિઝર્વ બેંકના અપેક્ષીત વ્યાજ દર ઘટાડાએ રીયાલ્ટી, બેંકિંગ શેરોમાં આકર્ષણ ઃ ઇન્ડિયાબુલ્સ, ગોદરેજ વધ્યા
ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (આઇઆઇપી) જુલાઇ ૨૦૧૨માં નબળી માત્ર ૦.૧ ટકા રહેતા હવે રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં અપેક્ષીત ઘટાડા પાછળ ઓટો, રીયાલ્ટી બેંક શેરોમાં પણ પસંદગીની લેવાલી હતી. ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૧.૫૦ વધીને રૃા. ૪૬.૬૦, ગોદરેજ પ્રોપર્ટી રૃા. ૧૩.૧૦ વધીને રૃા. ૫૪૦.૭૦, એચડીઆઇએલ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૭૦.૬૦, યુનીટેક રૃા. ૨૦.૨૦, ડીએલએફ રૃા. ૧.૭૫ વધીને રૃા. ૨૦૨.૬૫ રહ્યા હતાં.
ભેલ રૃા. ૨૦ હજાર કરોડના ઓર્ડરો જોખમમાં! શેર ઘટીને રૃા. ૧૯૮ ઃ સિપ્લા, એનટીપીસી ઘટયા
સેન્સેક્ષના ઘટનાર શેરોમાં સિપ્લા પ્રોફીટ બુકીંગે રૃા. ૧૦.૬૫ ઘટીને રૃા. ૩૭૮.૮૦, એનટીપીસી રૃા. ૩.૮૦ ઘટીને રૃા. ૧૭૦.૬૫, ભેલ કોલસા કૌભાંડથી પાવર કંપનીઓને કોલસાનો પુરવઠો મળવા બાબતે અનિશ્ચિતતા વચ્ચે ભેલના રૃા. ૨૦ હજાર કરોડ જેટલી રકમના ઓર્ડરો વિલંબમાં પડવાના અથવા રદ થવા જોખમના અહેવાલે શેર રૃા. ૩.૩૦ ઘટીને રૃા. ૧૯૭.૬૫, હીરો મોટોકોર્પ રૃા. ૧૬.૬૦ ઘટીને રૃા. ૧૭૮૫.૭૫ રહ્યા હતાં.
યશ બેંક, બીઓઆઇ, એચડીએફસી વધ્યા
બેંકિંગ શેરોમાં યશ બેંક રૃા. ૬.૭૦ વધીને રૃા. ૩૩૬.૬૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૩.૯૦ વધીને રૃા. ૨૬૩.૦૫, એચડીએફસી બેંક રૃા. ૬.૦૫ વધીને રૃા. ૫૯૯.૨૦, આઇડીબીઆઇ રૃા. ૮૮.૩૦, ફેડરલ બેંક રૃા. ૨.૭૫ વધીને રૃા. ૪૦૧, કેનરા બેંક રૃા. ૧.૭૫ વધીને રૃા. ૩૨૮.૪૦ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીનો સળવળાટ વધ્યો ઃ નોસીલ, એનઆઇઆઇટી ટેક્નો, એમટીએનએલ ઉછળ્યા
સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પણ લેવાલીનું આકર્ષણ રહેતા માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૦૬ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૫૭૫ અને ઘટનારની ૧૩૦૮ રહી હતી. સ્મોલ કેપ શેરોમાં નોસીલ રૃા. ૧.૪૦ ઉછળીને રૃા. ૧૭.૯૦, વાસ્કોન એન્જિનિયર્સ રૃા. ૩.૦૫ વધીને રૃા. ૪૨, સ્ટીલ સ્ટ્રીપ વ્હીલ્સ રૃા. ૧૭.૨૫ વધીને રૃા. ૨૨૯.૭૫, પેપર પ્રોડક્ટસ રૃા. ૪.૧૫ વધીને રૃા. ૭૨.૭૫ રહ્યા હતા. મિડકેપ શેરોમાં એનઆઇઆઇટી ટેક્નોલોજી રૃા. ૨૩.૭૫ ઉછળીને રૃા. ૩૧૪.૨૫, એમટીએનએલ રૃા. ૨.૫૫ વધીને રૃા. ૩૯.૮૦, અપોલો ટાયર્સ રૃા. ૫.૯૫ ઉછળીને રૃા. ૯૯.૫૦, ડેલ્ટા કોર્પ રૃા. ૩.૩૦ વધીને રૃા. ૬૪.૪૫ હતાં.
એરલાઇન્સ શેરો એફડીઆઇ પાછળ ઉંચકાયા ઃ જેટ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, કિંગફીશર વધ્યા
નાગરિક ઉડ્ડયન પ્રધાન અજીત સિંહે એરલાઇન્સ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરીના આપેલા સંકેત સાથે કિંગફીશર એરલાઇન્સને મુશ્કેલીમાંથી ઉગારવા ધોરણો હળવા કરાતા એરલાઇન્સ શેરોમાં તેજી હતી. જેટ એર ઇન્ડિયા રૃા. ૧૬.૯૫ વધીને રૃા. ૩૫૩.૪૦, સ્પાઇસજેટ રૃા. ૨.૧૦ વધીને રૃા. ૩૧.૬૦, કિંગફીશર એરલાઇન્સ રૃા. ૯.૫૧ રહ્યા હતાં.
જર્મની પાછળ ડેક્ષ ૫૫ પોઇન્ટ વધ્યો ઃ નિક્કી ૧૫૩, હેંગસેંગ ૨૧૮ પોઇન્ટ વધ્યા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૫૨.૫૮ પોઇન્ટ વધીને ૮૯૫૯.૯૬, હોંગકોંગનો હેંગસેંગ ૨૧૭.૫૧ પોઇન્ટ વધીને ૨૦૦૭૫.૩૯ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં જર્મનીના કોર્ટના પોઝિટીવ ચૂકાદાએ જર્મનીનો ડેક્ષ ૫૫ પોઇન્ટ ઉછળ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved