Last Update : 13-September-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૩-૦૯-૨૦૧૨, ગુરૃવાર
અધિક ભાદરવા વદ બારસ - પ્રદોષવ્રત જૈન પર્યુષણ મહાપર્વનો પ્રારંભ (પં.પ.) હવામાનમાં - બજારોમાં ફેરફારી !

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૪ ક. ૨૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- આશ્લેષા રાત્રે ૪ ક. ૨૮ મિ. સુધી પછી મઘા. આજે રાત્રે ૪ ક. ૨૮ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- સિંહ, મંગળ- તુલા, બુધ- કન્યામાં ૨૧-૨૯ થી, ગુરૃ- વૃષભ, શુક્ર- કર્ક, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ંચંદ્ર- રાત્રે ૪ ક. ૨૮ મિ. સુધી કર્ક પછી સિંહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સવંત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ, ઋતુ રા.દિ. ભા/૨૨
માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવા વદ બારસ ને ગુરૃવાર.
- પ્રદોષ વ્રત. શિવપૂજન, અર્ચન પૂજા પાર્થના.
- જૈન મહા પર્યુષણ પર્વ પ્રારંભ (પં.પ.)
- સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં સવારના ૭ ક. ૫૧ મિ. થી વા. ભેંસ. વરસાદ થાય !
- બુધ કન્યામાં ૨૧ ક. ૨૯ મિ.થી બજારોમાં અસર જણાય !
- ચૌદ દિવસમાં સોના, ચાંદી, લોખંડના ભાવ વધે ? તેલ, ઘી, સરસવ, એરંડા, સોપારી, મુંજ, વાંસ, ગળી, કપાસ મોંઘા થાય ! મનુષ્યક્ષેત્રે પીડા થાય !
- પવન ફૂંકાય ! કોઈ સ્થળે વરસાદ થાય ! છ મહિના સોનામાં, ખાંડમાં તેજી પછી મંદી ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૭ રોજ આસમાન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ - બજારોની વધઘટમાં આજે આપના વેપાર-ધંધામાં જાગૃતિ, સાવધાની રાખવી. મિત્રવર્ગ- સગાસબંધીના કામોમાં નોકરીમાં ચિંતા-ઉચાટ રહે.

 

વૃષભ - આપના રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામકાજ કરી શકો. ધંધો, આવક થાય. વ્યાપારિક, સામાજીક, ધાર્મિક કામમાં સાનુકુળતા રહે.

 

મિથુન - નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધો, નોકરીનું કામ થાય. કાગળ, કાપડ, તૈયાર વસ્ત્રોના ધંધામાં વ્યસ્તતા રહે.

 

કર્ક - સોના-ચાંદી-તાંબાના-લોખંડ-ઈલેક્ટ્રીકના ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં જોખમ કરવું નહીં. છાતીમાં દર્દપીડા, બી.પી.ની વધઘટ સંભાળવું.

 

સિંહ - નોકરી-ધંધાના કામની, ધાર્મિક કામની, પરિવારની ચિંતા રહે. સરકારી, રાજકીય, કાનૂની કામમાં આળસ, બેકાળજી રાખવી નહીં.

 

કન્યા - પુત્ર પૌત્રાદિકના, પરિવારના, નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. આવક થાય, ધંધો થાય. વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો.

 

તુલા - સગા સબંધી-મિત્રવર્ગના વિચારોમાં, કામમાં અટવાયેલા રહો. પોતાના કામમાં રૃકાવટ રહે. નોકરી-ધંધામાં જોખમ લેવું નહીં.

 

વૃશ્ચિક - પ્રતિકુળતા-ચિંતા-રૃકાવટ છતાં તમારે સરકારી, રાજકીય, કાનૂની કામમાં, આરોગ્યની બાબતમાં રસ્તામાં આવતા જતા સંભાળવું.

 

ધન - બજારોની વધઘટમાં નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. શારિરીક-માનસિક અસ્વસ્થતાથી નોકરી-ધંધામાં તકલીફ પડે.

 

મકર - પુત્ર-પૌત્રાદિકના કામમાં હળવાશ થતી જાય. પત્નીથી, પરિવારથી સાનુકુળતા રહે. નોકરી-ધંધાનું તેમજ અન્ય વધારાનું કામ થાય.

 

કુંભ - વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. પત્ની-સંતાન-ભાઈભાંડુના, નોકરી-ધંધાના કામમાં ચિંતા પછી કામ ઉકેલાય.

 

મીન - વાણીમાં મીઠાસ રાખવી. બજારોની વધઘટમાં, શેરોની લે-વેચમાં નોકરીમાં ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. સંતાનના કામ અંગે ચિંતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૩-૦૯-૨૦૧૨, ગુરૃવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ સંઘર્ષથી શરૃ થાય. પ્રારંભના એક સો દિવસ એક પછી એક ચિંતા-ઉપાધિના એવા પસાર થાય કે જેથી આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. મકાન-જમીન-મીલ્કતના પ્રશ્નમાં, સંયુક્ત પરિવાર, સંયુક્ત ધંધાના પ્રશ્નમાં તકલીફ અનુભવો.

 

- નોકરી-ધંધામાં વધુ પડતા આત્મવિશ્વાસમાં જોખમી, નિર્ણયો કરવા નહીં. વર્ષના ઉત્તરાધમાં વિશેષ સાવધાની રાખવી.

 

- સાંસારીક પ્રશ્નમાં, સાસરીપક્ષના પ્રશ્નમાં આ વર્ષ નબળુ પસાર થાય, ચિંતા રાખવી.

 

- પુત્ર-પૌત્રાદિકના કામમાં રૃકાવટ પછી સફળતા પ્રાપ્ત થાય, આનંદ અનુભવાય.

 

- સ્ત્રી વર્ગને બી.પી.ની વધઘટ, છાતીમાં દર્દપીડા, સ્તનમાં દર્દપીડાથી સંભાળવું પડે. પતિ-સંતાનની પ્રગતિ થાય.

 

- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગથી તકલીફ થાય. ખર્ચ વધે.

 

સુપ્રભાતમ્

આપત્તિ નિવારવા માટે ડાહ્યા માણસે શુદ્ધ ચારિત્ર્યવાળા મિત્રો કરવા. આ દુનિયામાં મિત્ર વિહોણો માણસ આફતને પાર કરી શકતો નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ધોબીને દબડાવતા લલ્લુ બોલ્યો, ''એક તો, મારું શર્ટ ખોય નાંખ્યું અને ઉપરથી પૈસા માંગી રહ્યો છે?''
''પણ સાહેબ'' ધોબીએ જવાબ આપ્યો, ''શર્ટ ધોઈને ઈસ્ત્રી કર્યા પછી ખોવાયેલું... એનું શું?''

[Top]
 

આજ ની રેસીપી

ગણેશપ્રિય મોદક-મીઠાઈ વેરાયટી

મોહનથાળી દીવડા

 

 

સામગ્રી ઃ બે કપ મોહનથાળનો લોટ, અડધો કપ માવો, એક કપ ઘી, પોણો કપ સાકર , થોડું કેસર, થોડો એલચી પાઉડર, બદામ-પિસ્તા ઝીણા સમારેલા.

 

રીત ઃ ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો. બદામી કલર થાય પછી માવો અને એલચી પાઉડર નાખી ફરી ત્રણ-ચાર મિનિટ શેકો. નીચે ઉતારી હલાવતાં રહો. સાકરમાં થોડું પાણી અને કેસર નાખી બે તાર ઉપરની ચાસણી બનાવો. શેકેલો લોટ તેમાં નાખી ખૂબ હલાવો. અડધા કલાક બાદ તેને દીવડાનો આકાર આપી અંદર બદામ-પિસ્તા ભરી આરતીની થાળીમાં સજાવીએ તેવી રીતે ગોઠવીને દુંદાળા દેવ સામે મૂકો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved