Last Update : 12-September-2012, Wednesday

 

ચોમાસુ સત્રનું ધોવાણ


સામસામા આરોપો એની જગ્યાએ, પણ સંસદનું ચોમાસુ સત્ર આખું કોલસાકૌભાંડના મુદ્દે ધોવાઇ ગયુંં એ હકીકત છે. વડાપ્રધાને તેના માટે મુખ્ય વિપક્ષ એવા ભાજપની ભાંગફોડિયા પદ્ધતિ પર દોષનો ટોપલો ઢોળ્યો છે, તો ભાજપે સરકારની આપખુદશાહી અને ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સંસદ ખોરવવાની નીતિને મળેલી સફળતાનો હવાલો આપ્યો છે.
ચોતરફથી ઘેરાયેલા અને ન બોલવા માટે મજાકનું પાત્ર બનેલા વડાપ્રધાને સંસદનું ચોમાસુ સત્ર વેડફાઇ જવાના મુદ્દે ભાજપની ટીકા કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો. કોલસા ફાળવણીના મુદ્દે ‘કેગ’ના અહેવાલને જાજમ તળે સંતાડી દેવામાં નહીં આવે અને જરૂરી જણાશે તો સંબંધિતો સામે પગલાં લેવામાં આવશે, એવી વડાપ્રધાને ખાતરી આપી. સાથોસાથ, સંસદમાં ચર્ચાવિમર્શ ન થાય તે લોકશાહી માટે ઘાતક હોવાનું પણ કહ્યું. શાસક પક્ષ પબ્લિક એકાઉન્ટ્‌સ કમિટી સમક્ષ અને સંસદનાં બન્ને ગૃહોમાં કોલસા ફાળવણીના મુદ્દે ચર્ચા કરવા તૈયાર હતો એ પણ તેમણે વઘુ એક વાર જાહેર કર્યું. પરંતુ મુખ્ય વિપક્ષ એવા ભાજપને એમાંથી કશું ખપતું ન હતું. સત્ર દરમિયાન ભાજપે વડાપ્રધાનના રાજીનામા જેવી આત્યંતિક માગણી ચાલુ રાખી હતી. તેની પાછળનો તર્ક એ હતો કે કોલસાના બ્લોકની વિવાદાસ્પદ ફાળવણી વખતે કોલસા મંત્રાલયનો હવાલો ખુદ વડાપ્રધાનને હસ્તક હતો. માટે, ફાળવણીમાં થયેલી મનાતી ગેરરીતિઓ માટે વડાપ્રધાન સીધા જવાબદાર ગણાય.
કોલસાના બ્લોકની ફાળવણીમાં પોતાની જવાબદારીનો વડાપ્રધાને પૂરેપૂરો સ્વીકાર કર્યો. લોકસભામાં ભારે ઘોંઘાટ અને વિક્ષેપ વચ્ચે તેમણે રજૂ કરેલા નિવેદનમાં વડાપ્રધાને ‘કેગ’ના તર્ક અને તેમની ગણતરી સામે કેટલાક ટેકનિકલ મુદ્દા ઉપસ્થિત કર્યા. ‘કેગ’ની ભૂમિકા વિશે પ્રશંસાનો ભાવ ધરાવતાં પ્રસાર માઘ્યમોમાં પણ ‘કેગ’ દ્વારા રજૂ કરાયેલા રૂ.૧.૮૬ લાખ કરોડના આંકડા અંગે અવઢવ જોવા મળી હતી. સત્તાધારી પક્ષ તરફ ઢળેલા ન હોય એવા ઘણા અભ્યાસીઓએ ઉડઝુડ આંકડો આપવા બદલ ‘કેગ’ની ટીકા કરી હતી.
ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ટેલીકોમ મંત્રી રાજાએ પોતાની વાત ગણકારી નહીં, એવું વડાપ્રધાને જાહેર કરી દીઘું હતું. કોલસા ફાળવણીના મુદ્દે વડાપ્રધાને પોતાની જવાબદારી સ્વીકારી લીધી, એટલે ત્યાર પછીનું તાર્કિક પગલું ફાળવણીની વિગતોમાં ઉતરીને, ખાનગી કંપનીઓને થયેલો મનાતો ફાયદો અને દેશની તિજોરીને થયેલું નુકસાન પુરવાર કરી આપવાનું હોય. નીતિવિષયક ચર્ચા અને તેમાં ગેરરીતિ થઇ હોય તો તે કેવી રીતે થઇ તેની વિગતો જાહેર કરવા માટે સંસદથી વધારે યોગ્ય સ્થળ કયું હોઇ શકે? પરંતુ સંસદ ચાલુ હતી ત્યારથી જ ભાજપે શેરીયુદ્ધનો અભિગમ રાખ્યો. પરિણામે જે ચર્ચા સંસદમાં થવી જોઇતી હતી અને તેના થકી દેશવાસીઓ સમક્ષ હકીકતો મુકાવી જોઇતી હતી, એ બન્યું નહીં. નાગરિકોને ટીવી ચેનલ પર આવતા અને કૂકડાયુદ્ધની યાદ અપાવતા ચર્ચાભાસી બૂમબરાડાના કાર્યક્રમોથી સંતોષ માનવાનો રહ્યો.
રાજ્યસભાના વિપક્ષી નેતા અરૂણ જેટલીએ સંસદના ચોમાસુ સત્રનું ‘બલિદાન’ સાર્થક ગણાવતાં કહ્યું છે કે અગાઉ સ્પેક્ટ્રમ કૌભાંડ વખતે ભાજપે સત્રની કામગીરી ખોરવી નાખ્યા પછી સરકારને એ મુદ્દે પગલાં લેવાની ફરજ પડી હતી. અલબત્ત, તેમની આ દલીલમાં ઝાઝું વજૂદ નથી. સ્પેક્ટ્રમ કૌભાંડ વખતે ભાજપે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની માગણી સાથે સત્ર ખોરવી નાખ્યું હતું.
એ માગણી મોડે મોડેથી સ્વીકારાઇ, પરંતુ સ્પેક્ટ્રમ કૌભાંડમાં થયેલી અદાલતી કાર્યવાહીનો જશ એ સમિતિની કામગીરીને ભાગ્યે જ આપી શકાય. તેનું બીજું પાસું એ છે કે સંસદની કાર્યવાહી ખોરવાતાં, અનેક અગત્યના ખરડા ઘૂળખાતા પડી રહે છે. એક તો સત્તાધારી પક્ષમાં સક્રિયતા અને ઇચ્છાશક્તિના વાંધા હોય, ત્યાં વળી વિરોધ પક્ષ કાર્યવાહી ખોરવી નાખે. એટલે કાયદા ઘડવાનું કે તેમાં ફેરફાર કરવાનું સંસદનું મૂળ કામ બાજુ પર રહી જાય છે અને સંસદ જાણે રામલીલા મેદાન કે જંતરમંતર હોય અને તેનો હેતુ બૂમબરાડા-ધાંધલધમાલ મચાવીને વિરોધ પ્રદર્શન કરવાનો હોય એવી સ્થિતિ પેદા થાય છે. આ સત્રમાં ૩૨માંથી ફક્ત ૪ ખરડા જ પસાર થઇ શક્યા, તે ખેદજનક વાસ્તવિકતા છે. સત્તાધારી પક્ષ મુત્સદ્દીગીરીથી અને વિપક્ષ દેશહિતમાં મુદ્દાની પ્રાથમિકતા સમજીને વર્તે તો જ સંસદનો અર્થ સરે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved