Last Update : 12-September-2012, Wednesday

 

વડાપ્રધાનપદના ઉમેદવારની યાદીમાં ઉમેરો
આસામ હંિસાચારના ઉલ્લેખ માત્રથી ગોગાઈ છંછેડાય છે

 

- વીજળી-પાવર અને સત્તા ઃ ગાંધી પરિવારના સંતાનોની સ્વતંત્ર વિચારસરણી

 

આસામનો હંિસાચાર દબાઈ ગયો છે. બઘું થાળે પડતું જાય છે. બ્લોગીંગના નામે અફવા ફેલાય તેવું લખનારા સરકારી પગલાંથી ગભરાયેલા છે. બેંગલોર-હૈદ્રાબાદ છોડીને ગયેલા પાછા ફરી રહ્યા છે. આસામના મુખ્ય પ્રધાન અઠવાડિયામાં એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજે છે. ઘણાં ઓછા મુખ્યપ્રધાનો દર અઠવાડિયે પત્રકારોને મળે છે.
આસામના મુખ્યપ્રધાન તરૂણ ગોગાઈની દુખતી નસ આસાના તોફાનો છે. જો કોઈ પત્રકાર આસામના હંિસાચાર અંગે વાત કરે તો આ મુખ્યપ્રધાન છંછેડાઈ જાય છે. પત્રકારોને તો તમે જાણો છો ને... એકાદ દાણો દબાવવાથી વિગત મળતી હોય તો તે મેળવી લે છે.
હવે પત્રકારો સ્થાનિક અખબારોના હોય છે એવું નથી. નેશનલ લેવલના સમાચાર માઘ્યમો પ્રેસ કોન્ફરન્સમાં આવે છે. ગોગાઈની ઓફિસના લોકો પત્રકારોને આડકતરું જણાવી દે છે કે આસામના તોફાનો અંગે પ્રશ્નો ઓછા પૂછવા જેથી સાહેબ ગરમ ના થઈ જાય !!
પરંતુ પત્રકારો શરૂઆતમાં આસાન પ્રશ્નો પૂછે છે પછી અચાનક જ ગુગલી બોલ સમાન બેંગલોરથી આવેલા લોકો પાછા ક્યારે જશે તે પૂછે છે અને પછી આસામમાં ભવિષ્યમાં હંિસાચાર ના થાય તે માટે અગમચેતીના ક્યા પ્રકારના પગલાંભર્યા છે એમ પૂછીને આસામના હંિસાચાર તરફ મામલો ખેંચી જાય છે.
ગોગાઈ દેખાવે શાંત છે પણ હંિસાચારના પ્રશ્નથી ભડકે છે. તે ફટોફટ પ્રેસ કોન્ફરન્સ પતાવી દે છે. હવે તો સ્થિતિ એવી છે કે ગોગાઈ દર અઠવાડિયે પત્રકારોને મળે છે પણ ભૂતકાળમાં જે લાંબી પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી તે હવે ટૂંકમાં જ પતાવાય છે અને પ્રશ્નો પૂછવાનો ક્વોટા બનાવાયો છે.
વડાપ્રધાનપદની લાઈનમાં રમનસંિહ પણ છે
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ આડે હજુ એક વર્ષ કરતા વઘુ સમય બાકી છે પરંતુ વિરોધપક્ષમાં વડાપ્રધાનના ઉમેદવારની લાઈન લાંબી થતી જાય છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર વચ્ચે સ્પર્ધા ચાલતી હતી પરંતુ હવે આ સ્પર્ધામાં છત્તીસગઢના મુખ્યપ્રધાન રમનસંિહ પણ જોડાયા છે. વિકાસની વાત આવે છે ત્યારે ભાજપની નેતાગીરી હંમેશા છત્તીસગઢ અને ગુજરાતનું નામ આગળ ધરે છે. છત્તીસગઢનો જીડીપી છેલ્લાં પાંચ વર્ષથી સતત ૧૦.૫ ટકા કરતા વઘુ રહ્યો છે. રમનસંિહ કહે છે કે જો મારા રાજ્યનો વિકાસ અને ગુજરાતનો વિકાસ એક સરખો હોય તો પછી વડાપ્રધાનપદે માત્ર નરેન્દ્ર મોદીનું નામ કેમ ચાલે છે ?? મારું નામ પણ યાદીમાં મુકો !! રમનસંિહની વડાપ્રધાનપદ માટેની મહેચ્છા ભાજપમાં ઘણાંને અકળાવનારી છે. રમનસંિહે ભાજપની નેતાગીરીને વિચારતી કરી દીધી છે. રમનસંિહ તો એવો દાવો કરે છે કે મારા રાજ્ય છત્તીસગઢમાં નકસલવાદીની સમસ્યા હોવા છતાં મેં વિકાસ કરી બતાવ્યો છે. રમનસંિહના દાવાથી ભાજપમાંના મોદી વિરોધીઓને બળ મળ્યું છે અને નીતીશકુમારના ટેકેદારો પણ ઠંડા પડીગયા છે. વડાપ્રધાનપદની રેસમાં રમનસંિહ ડાર્કહોર્સ બની શકે છે.
પાવર-વીજળી અને સત્તા
ઉત્તર ભારતમાં જ્યારે વીજલી ડૂલ થઈ ત્યારે દેશભરમાં ઉહાપોહ થયો હતો. વડાપ્રધાન મનમોહનસંિહ આ બાબતે ઉદ્યોગપતિઓને મળ્યા હતા અને વીજળીની અછતના કારણે ઉત્પાદન પર પડતા ફટકા અંગેની રજૂઆત કરી હતી. તે સમયગાળામાં હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પ્રેમકુમાર ઘુમલની સેન્સઓફ હ્યુમરની લોકો પ્રભાવિત થયા હતા. તેમણે વીજળીના પાવર અને સત્તાના પાવરનો મેળ કરીને અમૃતસર ખાતેના એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને સંબોધીને કહ્યું હતું કે વડાપ્રધાન ખુદ આ પાવરના ધાંધીયાથી ચંિતિત છે. જ્યારે દેશના ટોચના ઉદ્યોગપતિઓ વડાપ્રધાનને મળવા ગયા ત્યારે વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે પાવર... પાવર... શુંકરો છો.. ૮ કલાક પાવર ના મળ્યો તે અંગે તમે આટલો ઉહાપોહ શું કરો છો ?? છેલ્લા ૮ વર્ષથી હું પાવર (સત્તા) વિનાનો છું !! વડાપ્રધાનના આ ૮ વર્ષથી પાવરલેસની કોમેન્ટની ઉદ્યોગુપતિઓને કલાક પછી લાઈટ થઈ હતી.
ગાંધી પરિવારના સંતાનોની સ્વતંત્ર વિચારસરણી
દેશના સત્તાધીશ ગાંધી પરિવારના સંતાનો પોતાની રીતે અલગ નિર્ણયો લેતા થઈ ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પોતપોતાના અલગ સમર્થકો માટે આગ્રહ રાખે છે. કિશોરીલાલ શર્માની પસંદગીથી આ બાબતનો આગ્રહ સામે આવ્યો છે. ગાંધી પરિવારના વફાદાર એવા કિશોરીલાલ શર્મા અમેઠી અને રાયબરેલીના ઈનચાર્જ હતા.
રાહુલ ગાંધીની નવી ટીમે આ કિશોરીલાલનું પત્તું કાપી નાખ્યું હતું. કિશોરીલાલની કામગીરી અંગે રાહુલ ગાંધીના વફાદારો નાખુશ હતા પરંતુ જ્યારે પ્રિયંકા ગાંધીને રાહુલના પગલાંની ખબર પડી કે તરત જ તેમણે કિશોરીલાલને પાછા બોલાવીને રાયબરેલીનો હવાલો સોંપ્યો હતો. સોનિયા ગાંધીનો મત વિસ્તાર રાયબરેલીનું કામકાજ પ્રિયંકા સંભાળે છે. તેમણે કિશોરીલાલને રાયબરેલીનો હવાલો સોંપીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા. પ્રિયંકા માને છે કે ચૂંટણી વ્યૂહરચનામાં પીઢ રાજકારણીઓ કામ આવે છે પરંતુ રાહુલ આ વાત સાથે સંમત નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 

 

 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved