Last Update : 12-September-2012, Wednesday

 
હવે કસાબની ફાંસી ક્યારે ?
- કસાબને ફાંસી થાય ત્યારે જ ન્યાય થયો ગણાય
- કસાબને ફાંસી કોણ આપશે ?
- આખા દેશમાં થઈને ૪૦૨ ગુનેગારો ફાંસી મળવાની રાહ જોઈ રહ્યા છે !
- કસાબને છૂટવા માટે ન્યાયના હજી બે દરવાજા બાકી છે
- અત્યાર સુધીમાં સરકારે આપણા જનતાના પરસેવાના રૂપિયા લગભગ ૫૪,૦૦,૦૦,૦૦૦ કસાબને સારી રીતે જીવતો રાખવા વાપર્યા જ્યારે કસાબનો ભોગ બનેલા કુટુંબો પાછળ રૂા. ૧૬ કરોડ જ !
- કસાબ અને ફાંસી વિષે નહીં જાણેલી વાતો જાણો ! ચોંકી જશો !

આપણા ન્યાય તંત્રની આ બલિહારી છે ! આખા દેશમાં થઈને ફાંસીની સજા પામેલા ૪૦૨ ગુનેગારો છે છતાં બધા ફાંસી મળવાની રાહે જીવી રહ્યા છે.
એવી જ રીતે સગર્ભા સ્ત્રીઓ બાળકો, મહિલાઓ, પુરૂષો સહિત ૧૦૦ જેટલા માનવોને નેટ મરણ અને સેંકડોને ઘાયલ કરનારને ૨૮ વર્ષની કે આખી જંિદગીની જ ફક્ત સજા કરવામાં આવી.
જ્યારે લગભગ ૭૨ નિર્દોષ માનવીઓને મારી નાંખનાર મોહમ્મદ અજમલ આમીર કસાબ યાને અબુ મુજાહીદ ૨૧ વર્ષનાને ફાંસીની સજા થઈ.
મહારાષ્ટ્રના વિરોધપક્ષના નેતા ભાજપના એકનાથ ખડસે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર.આર. પાટીલને સાથે મુંબઈમાં બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનથી સામે લાલબાગ ભાયખલા જતા રસ્તા પર વચ્ચે આવતી આર્થર રોડ જેલમાં જ્યાં ૨૬/૧૧/૨૦૦૮ ના આતંકવાદી મુજાહીદીન ૯ કે ૧૦ હુમલાખોરીમાંથી બચેલો અને પકડાયેલો અજમલ કસાબને મળવાનું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભામાં જેલની વ્યવસ્થા અંગે થએલી ચર્ચા દરમ્યાન ગૃહપ્રધાન આર.આર. પાટીલે એકનાથ ખડસેને વચન આપેલું કે તેઓ એમને કસાબનો જેલમાંનો ખાસ સેલ બતાવવા લઈ જશે. ત્યાં બન્નેએ કસાબની કોટડી સામે ઊભા રહીને કસાબ સાથે વાતચીત કરી હતી. જેલના કન્ટ્રોલરૂમમાં રાખેલા કેમેરા (સીસીટીવી)ના મોનેટરીંગ વડા કસાબની સેકન્ડે સેકન્ડની હીલચાલ જોઈ શકાય છે. એટલે પાટીલ અને ખડસેએ કસાબ સાથે કરેલી વાતચીતને મોનીટર પર જોઈ શકાતી હતી. એટલે તેઓ બન્ને સાવધ હતા. તેઓ મનમાં ડરતા પણ હતા કે એ વાતચીતના કારણે ક્યાંક પાછી બબાલ ઊભી ન થાય !
ખડસેએ કસાબને પૂછ્‌યું, ‘‘કેમ, અહી કેવું લાગે છે ?’’
પેલાએ જવાબ આપેલો કે, ‘‘જેવું વાવ્યું એવું લણ્યું.’’
એ સિવાય વઘુ વાતચીત ન થઈ.
બાકી એ બન્ને સિવાય બહારનું કોઈપણ કસાબને જેલમાં જોઈ શક્યું નથી.
રૂપિયા ૫,૨૫,૦૦,૦૦૦ના ખર્ચે કસાબને રાખવા માટે જેલમાં બીજી ખાસ જેલ બનાવવામાં આવેલી. એ બુલેટપ્રુફ હતી. એમાં કસાબ એકલાને રાખવામાં આવેલો. એના જેટલો મોંઘો કેદી મહારાષ્ટ્રમાં કદી નથી બન્યો.
એ નવેમ્બર ૨૭,૦૦૮ના દિવસે પકડાયેલો. ત્યારથી અત્યાર સુધીમાં સરકાર એની પાછળ મારા તમારા ખિસ્સાના ૫૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા ખર્ચી ચૂકી છે. જ્યારે કસાબના શિકાર બનેલા નિર્દોષોના કુટુંબો પાછળ સરકારે કુલ ૧૬,૦૦,૦૦,૦૦૦ રૂપિયા જ ખર્ચ્ચા છે. (ભાજપ, સંઘ, વિહિપ, ગડકરી, ભાગવત, તોગડિયા શું કરે છે ? એમણે કોઈએ એ કુટુંબો માટે રૂપિયો આપ્યો ખરો ?વાતો હિન્દુઓની કરીને હિન્દુઓના નામે ફંડ એકઠું કરવું છે અને પછી બીજાને ગાળો આપવી છે... કોંગ્રેસે દંભી અને લુચ્ચી છે અને આ બધા દંભી અને લુચ્ચા છે.)
આ ખર્ચમાં મહારાષ્ટ્ર સરકારના રૂપિયા કેટલા છે અને કેન્દ્ર સરકારના કેટલા છે એ જે હોય તે પણ આપણા જનતાના લોહી પરસેવાના જ રૂપિયા છે એ નક્કી ! આટલું નક્કી કે... આપણા દેશે કસાબ નામના પાકિસ્તાની આતંકવાદી એટલે દેશના દુશ્મનને જીવાડવા માટે, સાચવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવો પડે છે. જ્યારે દેશની જનતા તેમજ દેશની જેલોમાં નરક જેવી સ્થિતિમાં જીવી રહેલા સેંકડો ભારતીય નાગરિકો જીવી રહ્યા છે. આ કેવો ન્યાય ? આ કેવું ન્યાય તંત્ર ? એમના માટે સારા શૌચાલયની કે શુઘ્ધ પાણીની કે સારા અનાજ ખોરાકની પણ સગવડ નથી.
વળી કસાબના રક્ષણ માટે અંદર અને બહાર ખાસ લશ્કરના (તિબેટ સીમા સુરક્ષા દળ) સૈનિકો (જવાન)નો પહેરો છે, અને પાછળ ૨૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે એ જૂદા !
આપણા ન્યાય તંત્રની એ ખૂબી છે. ચાર વર્ષ પછી કસાબનો ચુકાદો આવ્યો છે. ચુકાદો પણ છેવટનો છે એવું માનનારા ભૂલ કરે છે કારણ કે એને છૂટવા માટે આપણા ન્યાય તંત્રમાં હજી પણ બે દરવાજા ખુલ્લા છે. એ બંધ થવામાં કોણ જાણે કેટલો સમય, કેટલા મહિના, કેટલા વર્ષો લાગશે ?! ત્યાં સુધી કસાબને હેમખેમ તાજોમાજો રાખવાનો ખર્ચ કરવો પડશે. (કોના...?) દા.ત. પેલા અફજલ ગુરૂના કિસ્સામાં જે થયું એ ઉપરથી એવું લાગે છે કે કસાબ પાછળ આપણા પરસેવાના રૂપિયા વધીને ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ થઈ જાય તો નવાઈ નહીં (કોની...)
વળી છેવટે જ્યારે કસાબને ફાંસી આપવાનું નક્કી જ થઈ જશે ત્યારે આર્થર રોડ જેલમાં જ કસાબ માટે ફાંસીનો માંચડો બાંધવાની ગોઠવણ પણ આપણા ખર્ચે કરવી પડે. એટલે પાછો વઘુ ખર્ચ ! એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ વળી ! કાયદા જ એવો હોય ત્યાં શું થાય ?
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૩૮ ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે. ફાંસીનો માંચડો મુંબઈની આર્થર રોડ જેલમાં નથી પણ નાસિકની સેન્ટ્રલ જેલમાં તથા પૂનાની યરવડા જેલમાં જ છે.
મહારાષ્ટ્ર સરકાર કસાબમાંથી જો કે હવે છૂટવા માંગે છે. આર.આર. પાટીલ તો કહે છે કે કસાબને જેટલી વહેલી ફાંસી અપાય એટલી વહેલી ફાંસી આપી દેવી જોઈએ. તેઓ કહે છે કે, કસાબને જીવાડવાની આવશ્યકતા હવે ખતમ થઈ ગઈ છે. બીજો કોર્ટ અને ટ્રાયલ કોર્ટ દ્વારા ભારતે એ પુરવાર કરી આપ્યું છે કે પરદેશી ગુનેગારને, દેશના દુશ્મનને પણ નિર્દોષ સાબિત કરવાની પૂરી તક આપે છે.
પાકિસ્તાન કબુલે કે ન કબુલે પણ ભારતે એ પણ સાબિત કરી આપ્યું છે કે, મુંબઈ ઉપરના હુમલામાં પાકિસ્તાન સરકારને એટલે કે પાકિસ્તાનના લશ્કરનો હાથ હતો.
તો પછી કસાબને ફાંસી નહીં આપવામાં શું કારણ આડું આવે છે ? જેલમાં જીવતો રાખીને સરકાર એની પાછળ નાહકના (જનતાના) રૂપિયા શા માટે વેડફે ?
માફી માટે કસાબ રાષ્ટ્રપતિને દયાની અરજી કરે તો આખા દેશની, સવા અબજ જનતાની ભાવના છે કે માફી માટે દયાની અરજી રાષ્ટ્રપતિને કરનારાઓની યાદિમાં કસાબનું નામ સૌથી ઉપર રાખવું. એ સાથે કસાબ માટેનો ફેંસલો પણ તરત જ રાષ્ટ્રપતિ આપી દે. ભારત સરકાર પણ આમાં આડી આવવી ન જોઈએ.
જો કે સૌથી સારો રસ્તો કસાબનું એન્કાઉન્ટર કરવાનો છે.
બાકી ૨૬-૧૧-૨૦૦૮ના દિવસે કસાબ સાથેના ૯ આતંકવાદીને મહારાષ્ટ્રની પોલિસે અને ભારતીય લશ્કરના જવાનોએ મારી જ નાંખેલા. એ આતંકવાદીઓના નામ પણ આ રહ્યા (૧) ઈસ્માઈલ ખાન યાને અબૂ ઈસ્માઈલ, (૨) ઈમરાન દાદર ઉર્ફે અબુ અકસા, (૩) નાસિર ઉર્ફે અબુ ઉમર, (૪) નાજિર ઉર્ફે અબુ ઉમેર (૫) હાફિજ અરશદ અબ્દુલ રહમાન બડા, (૬) અબ્દુલ રહમાન છોટા ઉર્ફે સાકિન, (૭) ફહાદ ઉલ્લા, (૮) જાવેદ ઉર્ફે અબૂ અલી, (૯) શોએબ ઉર્ફે અબૂ સોહબ.
૨૬-૧૧-૨૦૦૮ના દિવસે પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીઓએ જેમને મારી નાંખેલા એ નાગરિકો... ભારતના, અમેરિકાના, ઈંગ્લેડનાં, જર્મનીના, ઈઝરાઈલના, કનાડાના, ઓસ્ટ્રેલિયાના, મોરેશેયસના, બેલ્જીયમના, મલેશિયાના, જાપાનના, ફ્રાન્સના, થાઈલેન્ડના અને ઈટલીના હતા.
હવે કસાબ સુપ્રિમ કોર્ટમાં ફરીવાર જજમેન્ટની રીવ્યું કરી શકે છે જેને જજ મોટા ભાગે પોતાની ચેમ્બરમાં કાઢી નાંખે છે, ઉડાડી દે છે.
એ કરતાં વઘુ તો રાષ્ટ્રપતિને દયાની અરજી કરે એમાં વાર લાગવાની શક્યતા રહેલી છે. અફઝલ ગુરૂને અને બીજા ૧૧ની દયાની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ છે. અફઝલે દયાની અરજી ૨૦૦૬માં કરેલી. એ પછી એની આગળની પ્રક્રિયામાં પાંચ વર્ષ નીકળી ગયા અને પછી રાષ્ટ્રપતિ પાસે પહોંચી. (આનું નામ ‘‘કાયદા’’ અને ‘‘ન્યાય તંત્ર’’ આવા કાયદા અને ન્યાય પ્રક્રિયા કાયદા અને ન્યાય પ્રક્રિયા આપણે અપનાવવાની જરૂર છે. આપણે ત્યાં કાયદા જ અટપટા, ગુંચવણ ભર્યા અને છીંડાવાળા રાખવામાં આવે છે.) અફઝલની અરજી સરકારે ફાંસી આપવાની મંજુરી આપવા સાથે પાછી મોકલ્યાને એક વર્ષ થયું પડી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જલદી મંગાવીને ફેંસલો કરવાની જરૂર છે. એમ કરશે તો પ્રણવદાની આખો દેશ વાહવાહ કરશે ! આપણા બંધારણમાં જ એટલે કાયદામાં જ આવી દયાની અરજી માટે સમય મર્યાદા બાંધેલી નથી.
ગૃહખાતાના સેક્રેટરી આર.કે. સંિઘ કહે છે કે, કસાબે હજી સુધી દયાની અરજી કરી નથી પણ જો અરજી આવશે તો અમે તરત જ એનો નિકાલ લાવીશું.
ગૃહ પ્રધાન સુશિલકુમાર શંિદેએ પણ એમ જ કહ્યું છે કે, ‘‘કસાબની દયાની અરજી આવશે તો અમે ઓછામાં ઓછા સમયમાં એને રોકીને આગળ મોકલી દઈશું.’’
જ્યારે માહિતી પ્રધાન અંબિકા સોની કહે છે કે, ‘‘કસાબને દયાની અરજી કરવાનો કાયદેસરનો હક છે પણ આવા કિસ્સામાં દયા દેખાડવી ન જોઈએ.’’
ગુણવંત છો. શાહ

બહુ કે’વાય !
સામ્યવાદી દેશ રશિયા મૂડીવાદી બની ગયો
‘‘નેટવર્ક’’માં હમણાં જણાવેલું કે દુનિયાના રાષ્ટ્રપતિઓ અથવા રાજાઓમાં સૌથી વઘુ ધનિક અત્યારે સામ્યવાદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન છે.
એ વાલ્ડામિટ પુતિન પોતાને એક સમય ‘‘ગુલામોના ગુલામ’’ કહેતા હતા જેમણે રશિયન પ્રજાની સમૃઘ્ધિ માટે લોહ ? પરસેવો પાડેલા.
એ ‘‘ગુલામોના ગુલામ’’ રાષ્ટ્રપ્રમુખ આજે દુનિયામાં ધનિકોના ધનિક ગુલામ થઈ ગયા છે.
કારણે કે પુતિનનું લેવેટરી (ટોયલેટ) ડોલર ૭૫,૦૦૦ નું છે ! (કદાચ આરબ સુલતાનોનું પણ નહીં હોય) એમની પાસે ૨૦ મહેલો અને મહાલયો છે. ૫૮ હવાઈ જહાજોનો કાફલો છે, ૯,૩૦,૦૦,૦૦૦ ડોલરના યાચ છે, ૨,૨૦,૦૦,૦૦૦ ડોલર કંિમતની ઘડિયાળો છે, સૌથી મોંઘી ઘણી મર્સીડીસ મોટરો છે...
‘‘ધી લાઈફ ઓફ એ ડોલે સ્લેવ’’ નામના આ પુસ્તકમાં એમના બધા મહેલોના, ઘડિયાળોના અને વિમાનોના ફોટોગ્રાફ પણ છે.
આ ઉપરાંત લેક વાલ્ડાઈમાં વચ્ચોવચ એક ટાપુ ઉપર ભવ્ય મહેલ છે જેમાં ૧૦૦૦નો સ્ટાફ છે. એમાં રાષ્ટ્રપ્રમુખ માટેનું ચર્ચ છે, સ્વીમીંગ પૂલ છે, બે રેસ્ટોરાં છે, એક મૂવી થિએટર છે.
વઘુમાં પુતિનને રહેવા માટે બે ડઝન જેટલા રહેઠાણ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved