Last Update : 12-September-2012, Wednesday

 

ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ

- વિદેશથી શરૃ થઈને આપણા દેશમાં 'આયાત' થયેલી ખૂબસુરત ઈયરરિંગને બરાબર લાગું પડે છે. 'ઈયર કફ તરીકે જાણીતી બનેલી આ બુટ્ટીની ડિઝાઈનમાં ઘણી બધી ચેન આખા કાનને ભરી દે છે.

સેંકડો વર્ષથી ભારતીય આભૂષણોની ડિઝાઈન વિશ્વભરના લોકોને આકર્ષી રહી છે. પરંતુ આપણે હમેશાં નવા ચલણને સ્વીકારવામાં થોડા ધીમા રહીએ છીએ. તેમાં ઘણીવાર એવું બને છે કે નવી ડિઝાઈનનો ટ્રેન્ડ શરૃ થાયત્યારે આપણે હજી તેનાથી પહેલાના ચલણને અનુસરતા હોઈએ છીએ. અને આપણી પુરાણી ડિઝાઈનો આપણને આઉટડેટેડ લાગે છે. પણ વિદેશી ફેશન અને જ્વેલરી ડિઝાઈનરો આપણી જ ડિઝાઈનને થોેડાં ફેરફાર સાથે નવી રીતે રજૂ કરે ત્યારે તે આપણને ગમવા લાગે છે.
આ વાત હમણાં વિદેશથી શરૃ થઈને આપણા દેશમાં 'આયાત' થયેલી ખૂબસુરત ઈયરરિંગને બરાબર લાગું પડે છે. 'ઈયર કફ' તરીકે જાણીતી બનેલી આ બુટ્ટીની ડિઝાઈનમાં ઘણી બધી ચેન હોય છે. આ ઝુમખા મનુનીના આખા કાનને ભરી દે છે. અથવા બુટ્ટી સાથે જોડાયેલી ચેન કાનના ઉપરના ભાગમાં પહેરવામાં આવતા શણગાર સાથે જોેડાયેલી હોય છે. તો કોઈક ઈયરરિંગની ચેન વાળમાં ભરાવવામાં આવે છે.
અભિનેત્રી ડાયના કૃગરથી લઈને સિંગર રિહાના અને અલિસિયા કી સુધ્ધાં આજે આવી ઈયરરિંગ બહુ ગર્વથી પહેરે છે.
તેમને જોઈને હવે ભારતની કેટલીક વેબસ્ટોર અને અન્ય શોે રૃમમાં પણ ઈયર કફ મળવા લાગ્યાં છે.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે નવો ટ્રેન્ડ સ્વીકારવામાં આપણે ધીમા છીએ તેથી જ્યારે કોઈ વસ્તુ વિદેશમાં ફેશનમાં આવે ત્યારે આપણે તેને અનુસરીએ છીએ. જો કે ઈયર કફની ડિઝાઈન બાબતે તેઓ કબૂલે છે કે આખા કાન ભરાઈ જાય એવી ડિઝાઈનની ઈયરરિંગ આપણા માટે નવી વાત નથી. આજે પણ આપણને ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલાઓ કે શાકભાજી વેચતી સ્ત્રીઓના કાનમાં પણ બુટ્ટી સાથે પહેરેલી ચેન જોવા મળે છે. આનું કારણ એ છે કે અગાઉના સમયમાં કોઈ ફૂલ જેવા હળવાં ઘરેણાં નહોતું ઘડાવતું. માનુનીની કાનની બુટ્ટી પણ એટલી ભારે રહેતી કે તેને ચેનની પકડ આપવામાં ન આવે તો કાનની બૂટ લળી પડે. આ સિવાય કાનના ઝૂમખા સાથે બનાવેલી ચેન વાળમાં ભરાવવાની ફેશન પણ આપણા દેશમાં સેંકડો વર્ષથી ચાલી આવે છે. ફરક માત્ર એટલો કે આધુનિક જ્વેલરી ડિઝાઈનરોએ તેને નવા સ્વરૃપે રજૂ કરી છે. અને હવે વિદેશી સેલિબ્રિટીઓએ અપનાવેલી આપણી પુરાણી ફેશનને આપણે નવેસરથી અપનાવી રહ્યાં છીએ.
જો કે, આજે પણ જ્વેલરી ડિઝાઇનરોમાં આ ઇયર કફ ઇન ડિમાન્ડમાં છે. આ ઇયર કફમાં ઘણી બધી ચેઇનનો સમાવેશ કરવામાં આવેલો હોવાથી તે થોડો હટકે લૂક આપે છે. કોઇ પ્રસંગ, પાર્ટી કે ઇવેન્ટમાં યોગ્ય ડ્રેસીંગ જો પહેરવામાં આવે તો એક્સ્ટ્રા લૂક મળે છે. જો કે કેટલીક વિમેન આવી ઇયર કફ પહેરવાનો વધુ આગ્રહ રાખે છે. સ્ટાઇલીશ દેખાવા માટે અને મોડલીંગમાં આ ઇયર કફનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલીક વાર તો પાર્ટી ફંક્શનમાં વિમેન તેનો ઉપયોગ વધુ કરતી જોવા મળી રહી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved