Last Update : 12-September-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

પ્રધાનમંડળમાં ફેરફારના ભણકારા
નવીદિલ્હી, તા. ૧૧
સંસદનું ચોમાસુ સત્ર પૂરું થતાં જ પ્રધાનમંડળમાં ફેરફારો થવાના હતા પરંતુ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી અમેરિકા ચેકઅપ માટે ગયા હોઈ આ ફેરફારોનું કામ અટકાવી દેવાયું હતું. હવે જ્યારે તે દિલ્હી પાછા ફર્યા છે ત્યારે ટૂંકમાં પ્રધાનમંડળ તેમજ કોંગ્રેસના સંગઠનના માળખામાં ફેરફારો થશે એમ મનાય છે. કોલગેટ વિવાદમાં તેમના પક્ષના નેતાઓ પણ સંડોવાયા છે એ જાણીને સોનિયા ગાંધી ખૂબ અસપેટ થયા હતા એમ સૂત્રો જણાવે છે. તે માને છે કે સરકાર અને સંગઠનમાં ફેરફારથી પક્ષને થયેલાં નુકસાન પર નિયંત્રણ લાવી શકાશે.
આઠ પ્રધાનો પાસે એકથી વધુ હવાલા...
આમ પણ, કેન્દ્રીય પ્રધાન મંડળમાં ફેરફારનો મામલો ઘણા સમયથી પેન્ડીંગ છે. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બનતા તેમની જગ્યાએ નાણાં મંત્રાલય પી. ચિદમ્બરમને સોંપાયું હતું પરંતુ ૮ પ્રધાનો એવા છે કે જે એકથી વધુ પોર્ટફોલીયો ધરાવે છે. પ્રધાન મંડળમાં ૮૨ પ્રધાનો રાખી શકાય છે પરંતુ હાલમાં માત્ર ૭૪ પ્રધાનો છે. જે પ્રધાનો પાસે એકથી વધુ પોર્ટફોલીયો છે તેમાં બ્યાલર રવી, વિરપ્પા મોઈલી, કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેમણે ભ્રષ્ટાચારના આરોપોથી પ્રધાનપદું છોડવું પડયું તે દયાનિધી મારન અને એ.રાજાની જગ્યાએ ડીએમકે બે જગ્યા માગે છે. એવી જ રીતે ડીએમકેના બીજા પ્રધાન જે માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન છે તે જગતત્રરક્ષણ સામે પણ તેમના કુટુંબીની તરફેણ કરવાનો આક્ષેપ છે. જો તેમને પ્રધાનપદું છોડવું પડશે તો તે પ્રધાનપદું છોડનાર ડીએમકેના ત્રીજા પ્રધાન બનશે.
રાહુલ ગાંધી અંગે અટકળો
રાહુલ ગાંધી પ્રધાન મંડળમાં જોડાશે કે કેમ તે અંગેનો પ્રશ્ન હજુ પૂછાય છે. વડાપ્રધાનની નજીકના સૂત્રો અને રાહુલ ગાંધી બ્રિગેડ પણ માને છે કે રાહુલે હવે સરકારમાં એક્ટીવ રોલ કરવો જોઈએ. આ લોકો એમ પણ માને છે કે આમ આદમીને સ્પર્શતા કોઈ મંત્રાલયનો હવાલો રાહુલે લેવો જોઈએ. પરંતુ રાહુલ સંગઠનના કામનો વધુ આગ્રહ રાખે છે. રાહુલના મનમાં શું ચાલે છે તે કોઈ કહી શકે એમ નથી. જો તે પ્રધાનમંડળમાં જોડાય તો ક્યું મંત્રાલય લેશે તેની પણ કોઈને ખબર નથી.
બે પ્રધાનોનું ભાવિ અદ્ધરતાલ
કોલસા કૌભાંડમાં જેની સામે શંકાની સોય સઘાઈ છે તે પ્રધાનો શ્રી પ્રકાશ જયસ્વાલ, સુબોધકાંત સહાયનું ભાવિ અધ્ધરતાલ છે. જ્યારે સહાયે તેમના ભાઈને કોલસાખાણ મેળવવામાં મદદ કરી છે તો ત્યારે કોલસા પ્રધાન તરીકે જયસ્વાલ હતા. એવી જ રીતે સંગઠન સાથે સંકળાયેલા ભૂતપૂર્વ કોલસા પ્રધાન સંતોષ બસગરોડીયાએ તેમના ભાઈને ખાણ અપાવી હતી જ્યારે જિંદાલ સ્ટીલના પ્રમોટર નવીન પુદ્ગલે પણ લાભ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ડર્ડા બ્રધર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. આ બધા પર તલવાર ઝુલી રહી છે.
ત્રણ મુખ્ય પ્રધાનો સપડાયા
કોલસા કૌભાંડમાં ઓછામાં ઓછા ત્રણ મુખ્ય પ્રધાનો, બે ભૂતપૂર્વ પ્રધાનો અને એક રાજ્યકક્ષાના પ્રધાન અને કેટલાંક નેતાઓ પણ સપડાશે જે ત્રણ મુખ્ય પ્રધાનો છે.
તેમાં છત્તીસગઢના રમનસિંહ, ઝારખંડના અર્જુન મુંડા અને ઓરિસ્સાના બીજુ પટનાયકનો સમાવેશ થાય છે. ઝારખંડના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો મધુ કોડા અને શિબુ સોરેને પણ મોટો લાભ ઉઠાવ્યો હતો.
ભાજપની ચિંતા
ભાજપને ચિંતા એ વાતની છે કે તેમના એક મુખ્યપ્રધાનનો પણ અર્જુન મુંડા અને બીજુ પટનાયક સાથે સમાવેશ થાય છે. રમનસિંહે પણ કોલ બ્લોક ફાળવણી અંગે ખુલાસા કરવા પડશે. મહત્ત્વનું તો એ છે કે શા માટે આ સરકારે ચેક ના કર્યું કે આ કંપનીઓ કોલસા ખાણના કામ સાથે સંકળાયેલી છે કે નહીં ?
પ્રશાંત ભૂષણની પીઆઇએલ
સુપ્રિમ કોર્ટના વકીલ અને વિખરાયેલી ટીમ અણ્ણાના મહત્ત્વના સભ્ય પ્રશાંત ભૂષણે કોલ બ્લોકની ફાળવણી રદ્દ કરવા અંગે કરેલી લાંબા સમયથી પેન્ડીંગ પીઆઇએલની સુનાવણી આગામી અઠવાડીયે હાથમાં લેવાશે એમ મનાય છે. જેમાં કોર્ટે નિમેલી કમિટી કે ઇન્વેસ્ટીગેટીવ ટીમ દ્વારા તપાસ માટ જણાવાયું છે. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ અંગે કેગ દ્વારા દર્શાવેલી અનિયમિતતા અંગેની પીઆઇએલ કોર્ટે ડીસમીસ કરતા ભૂષણની પીઆઇએલનું શું થશે તે અંગે કોઈ કંઈ કહી શકતું નથી.
કેજરીવાલનું ધૂંધળુ ભાવિ
વિખરી ટેવાયેલી ટીમ અણ્ણાના મહત્ત્વના સભ્ય અરવિંદ કેજરીવાલે આંચકો અનુભવ્યો છે. કેમકે અણ્ણા હજારે એ નવો પક્ષ રચવાની વાતનો વિરોધ કર્યો છે. અગાઉ એવો નિર્દેશ અપાયો હતો કે આગામી ઓક્ટોબરમાં નવો પક્ષ રચાશે જે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે. અણ્ણા એવી સ્પષ્ટતા કરી રહ્યા છે કે નવા પ્રોગ્રામ હેઠળ તે ખરાબ ઇમેજ ધરાવતા ઉમેદવારોની વિગતો આવશે. તાજેતરમાં વડાપ્રધાનના નિવાસની બહાર દેખાવો કરનાર અરવિંદ કેજરીવાલે હજુ સુધી આ બાબતે કોઈ પ્રત્યાઘાત નતી આપ્યા. સૂત્રો જણાવે છે કે તેમણે અણ્ણાનો વિશ્વસા ગુમાવી દીધો છે. તાજેતરમાં અરવિંદે કરેલા દેખાવો દરમ્યાન ટીમ અણ્ણાના બીજા સભ્ય કિરણ બેદી હાજર નહોતા રહ્યા તે તો ઠીક પણ તેમણે અરવિંદ કેજરીવાલની ટીકા કરી હતી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved