Last Update : 12-September-2012, Wednesday

 
 

યોકોવિચને હરાવીને યુ.એસ. ઓપનમાં ચેમ્પિયન ઃ બ્રિટન તરફથી ફ્રેડ પેરી છેલ્લે છેક ૧૯૩૬માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યો હતો

મરે ૭૬ વર્ષ પછી ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી

મરેએ યોકોવિચને ૪ કલાક ૫૪ મિનિટ ચાલેલી મેરેથોન 'ક્લાસિક' ફાઇનલમાં ૭-૬, ૭-૫, ૨-૬, ૩-૬, ૬-૨થી હરાવ્યા
મરે આ અગાઉ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ફાઈનલમાં ચાર વખત હાર્યો હતો

 

ન્યુયોર્ક, તા. ૧૧
એન્ડી મરે ઈતિહાસ સર્જતા ૭૬ વર્ષ પછી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી બન્યો છે. મરેએ યુ.એસ. ઓપનની ભારે લડાયક અને તનાવપૂર્ણ રોમાંચક ફાઇનલમાં સર્બિયાના નોવાક યોકોવિચને ૭-૬, ૭-૫, ૨-૬, ૩-૬, ૬-૨થી પરાજય આપ્યો હતો.
જોગાનુજોગ બ્રિટન તરફથી છેલ્લુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પણ ફ્રેડ પૈરીએ યુ.એસ. ઓપન જ જીત્યું હતું. પૈરીએ સતત ત્રીજી વખત યુ.એસ. ઓપન ટાઈટલ મેળવ્યું છે. તે પછી એક પણ બ્રિટિશ ખેલાડી કોઇ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી નહોતો શક્યો.
વર્લ્ડ નંબર બે યોકોવિચ અને વર્લ્ડ નંબર ચાર મરે વચ્ચેની ફાઈનલ પણ ફેડરર-નડાલ વચ્ચે કેટલાક 'એપિક' મુકાલા જેવી જ હતી.
આ મેચ ચાર કલાક અને ૫૪ મિનિટ મેરેથોન તો ચાલી જ હતી પણ, બંનેની એકબીજા પર પ્રભુત્વ મેળવવાની અને જીતવાની પ્રબળ ઈચ્છાને લીધે ક્લાસિક રેલી, આક્રમણ અને માનસિક મોરચો મંડાયો હતો.
પ્રથમ બે સેટ મરેએ ટાઇ બ્રેકરથી જીત્યા હતા પણ યોકોવિચે વળતી લડત આપીને ત્રીજો અને ચોથો સેટ જીત્યો હતો.
મરે આમ છતાં જરાપણ નાસીપાસ નહોતો થયો. આખરી સેટમાં ૩-૦ની મરેએ સરસાઇ મેળવી હતી પણ તે પછી યોકોવિચે તેની સર્વિસ બ્રેક કરીને થોડી આશા ઊભી કરી હતી.
આ મેચમાં એક તબક્કે બંને વચ્ચે ૫૪ શોટની રેલી જોવા મળી હતી. તો એક વખત સામસામે ૩૦ શોટ્સ ફટકારતી રેલી પણ હતી.
૧૨/૧૦નો લાંબો ટાઈબ્રેકર પણ હતો.
મરેએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા યોકોવિચને ગયા મહિને હરાવ્યો હતો તે પછી તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો.
મરે માટે વિવેચકો એવું કહેવા માંડયા હતા કે તે સેમિફાઈનલ કે ફાઈનલના તબક્કે માનસિક રીતે ઠપ્પ થઇ જાય છે.
કદાચ ગ્રાન્ડ સ્લેમ જીતી શકશે કે કેમ તે અંગે પણ શંકા થવા માંડી હતી. મરે આ અગાઉ ચાર વખત ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં હારી ચૂક્યો હતો.
જેમાંથી ૨૦૦૮માં યુ.એસ. ઓપન, ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયન અને ૨૦૧૧માં આ વર્ષે વિમ્બલડનની ફાઈનલમાં ત્રણેય ફેડરર સામે હાર્યો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં તે યોકોવિચ સામે હાર્યો હતો.
મરેની મેચ જોવા સર શોન કોનેરી અને માંચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબના બોસ સર એલેક્સ ફર્ગ્યુસન સહિત જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી.
મરેની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ અને કુલ ૨૫મું ટાઈટલ હતું. સીંગલ ઈવેન્ટનું કોઇપણ રમતની સૌથી મોટી ઈનામી રકમનો રેકોર્ડ આ વખતે યુ.એસ. ઓપનના વિજેતા માટે મળવાનો હતો. જે મરેનો નસીબ લાગ્યો હતો.
આ મરેને ચેમ્પિયન બનવા બદલ રૃા. ૯ મિલિયન ડોલર એટલે કે અંદાજે રૃા. ૧૫ કરોડ મળ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved