Last Update : 12-September-2012, Wednesday

 

વાજપેયીએ જે કર્યું તે મનમોહનસિંહે કર્યું
મોદી, સુષમા, ગડકરીના માનીતાઓને કોલ બ્લોક ફાળવાયા છે ઃ સિંધિયા

અદાણી, રેડ્ડી બંધુઓ, સંચેતીને ફાળવણી કોલસા કૌભાંડમાં ભાજપના હાથ પણ કાળા

પટણા, તા. ૧૧
કોલ બ્લોક ફાળવણી અંગે સંસદની કાર્યવાહી સ્થગિત કરવા બદલ ભાજપની ટીકા કરતા રાજ્ય કક્ષાના ઉદ્યોગ અને વાણિજય કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે દાવો કર્યો હતો કે નીતીન ગડકરી, સુષ્મા સ્વરાજ અને નરેન્દ્ર મોદીના નજીકના સહયોગીઓને પણ કોલ બ્લોક ફાળવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગડકરીના નજીકના સહયોગી અજય સંચેતી, સ્વરાજના નજીકના સહયોગી રેડ્ડી બંધુઓ,મોદી સાથે સંકળાયેલ અદાણી ગુ્રપ તથા આરએસએસ સાથે સંકળાયેલા પ્રકાશ અગ્રવાલની પ્રકાશ ઇન્ડ્રસ્ટીઝને પણ કોલ બ્લોક ફાળવવામાં આવ્યા છે.
સિંધિયાએ જણાવ્યું હતું કે ભાજપ નેતાઓના નજીકના સહયોગીએને ફાળવવામાં આવેલ કોલ બ્લોક દર્શાવે છે કે આ મુદ્દે ભાજપના વિરોધ અને વર્તનમાં મોટો તફાવત છે. ભાજપના ચાવવાના-દેખાડવાના દાંત જુદા છે. તેમણે કોલ બ્લોકની ફાળવણી મુદ્દે વડાપ્રધાન મનમોહનસિંહના રાજીનામાની ભાજપની માંગને અયોગ્ય ઠેરવી હતી.
સિંધિયાએ યુપીએ સરકાર દ્વારા અપનાવવામાં આવેલ કોલ બ્લોકોની ફાળવણી પ્રક્રિયાને યોગ્ય ઠેરવી હતી અને જણાવ્યું હતું કે યુપીએ સરકારે અગાઉની એનડીએ સરકારની પ્રક્રિયાને જ અનુસરી છે. એનડીએ શાસનકાળમાં ખાનગી કંપનીઓને ૩૭ બ્લોક ફાળવવામાં આવ્યા હતા. આ બ્લોક હરાજી વગર ફક્ત કોલસાનો જથ્થો ઘરાવતા રાજ્યોની સરકારો દ્વારા કરવામાં આવેલી ભલામણો અને કંપનીઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મનમોહનસિંહનાં નેતૃત્વવાળી યુપીએ સરકારે હરાજી દ્વારા કોલ બ્લોકની ફાળવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ભાજપનું શાસન ધરાવતા રાજસ્થાન, છત્તીસગછ, ઝારખંડ, મધ્યપ્રદેશ તથા પશ્ચિમ બંગાળે તેનો વિરોધ કર્યો હતો. હરાજી દ્વારા થનારી આવકનો લાભ રાજ્યોને બદલે કેન્દ્રને થવાનો હોવાથી રાજ્ય સરકારોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
પ્રધાને જણાવ્યું હતું કે રાજય સરકારો દ્વારા હરાજી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યા પછી યુપીએ સરકારે કોલ બ્લોકની ફાળવણી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી જેમાં કેન્દ્ર અને રાજયોના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ૨૦૦૬થી ૨૦૦૮ દરમિયાન ૧૪૫ કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી.
સિંધિયાએ ૧.૮૬ લાખ કરોડનું નુકશાન ધરાવતા કેગના અહેવાલને અયોગ્ય ઠેરવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોલ બ્લોક ફાળવણીમાં થયેલ અનિયમિતતા અંગે સીબીઆઇ તપાસ કરી રહી છે.િં
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved