Last Update : 12-September-2012, Wednesday

 

વર્ષો બાદ પુષ્ય નક્ષત્ર સાથે પર્યુષણનો પ્રારંભ

-જે આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ

 


-કતલખાના બંધ રખાવવાનું ફરમાન છે, તે ૪૨૯ વર્ષથી ચાલે છે

અમદાવાદ,મંગળવાર
પર્વાધિરાજ પર્યુષણનો તા.૧૨મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. આ પર્યુષણની વિશેષતા એ છે કે વર્ષો બાદ પર્યુષણનાં પ્રારંભે પુષ્ય નક્ષત્ર આવ્યુ જે આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ કહેવામાં આવે છે. તા.૧૬મીએ મહાવીર જન્મ વાચન થશે, જ્યારે તા.૧૯મીએ સંવત્સરી સાથે પર્યુષણની સમાપ્તિ થશે.
આજથી આઠ દિવસ ગુજરાતભરનાં ઉપાશ્રયોમાં જૈન શ્રાવકો સાધુ ભગવંતોની નિશ્રામાં પ્રવચન સાંભળવા માટે ઉમટી પડશે. પર્યુષણ દરમિયાન જે સરકારી કાયદા પ્રમાણે અહિંસાનું પ્રવર્તન થાય છે એટલે કે કતલખાના બંધ રહે છે. તેનું ફરમાન સૌપ્રથમવાર ૪૨૯ વર્ષ પૂર્વે થયું હતું.
આ અંગે રાષ્ટ્રસંત, જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે વિક્રમ સંવત-૧૬૩૯માં સમ્રાટ અકબર જૈનાચાર્ય હીરસૂરીશ્વરજી મ.સા.થી પ્રભાવિત થયા હતા અને તેમને ફતેપુર સિક્રી મળવા માટે આમંત્રણ આપ્યું હતું અને અમદાવાદનાં સૂબા દ્વારા તે આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો હતો. આચાર્ય હીરસૂરીશ્વરજી મ.સા.નાં કહેવાથી તેમણે પર્યુષણ ઉપરાંત જૈન હિંદુ તહેવારો દરમિયાન પણ જીવહિંસા સમગ્ર દેશમાં બંધ રહે તે માટેનું ફરમાન જાહેર કર્યુ હતું. એટલે કે માત્ર ગોવંશ જ નહીં પરંતુ જીવ માત્રની હિંસા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે જે રીતે થોડા સમય પૂર્વે પાકિસ્તાનમાં શીખ બની રહેવા માટે વેરો લગાવ્યો હતો તેવો વેરો હિંદુ બની રહેવા માટે અકબરનાં સમયમાં હતો. તેને જજીયા વેરો કહેવાતો હતો. જેનાથી મોગલ સામ્રાજ્યને તે સમયે વાર્ષિક રુપિયા ૧૪ કરોડની આવક થતી હતી આમછતાં આચાર્ય ભગવંતના કહેવાથી અકબરે જજીયા વેરો પણ નાબૂદ કર્યો હતો. જેનાં ઉલ્લેખો આઇને અકબરી અને હીરસૂરિજી મ.સા.નાં જીવન પ્રસંગોનાં ઐતિહાસિક ગ્રંથોમાં છે. જ્યારે જ્યોતિર્વિદ્ જૈનાચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. પ્રેરિત આર્ય સંસ્કાર શાળાનાં પ્રવક્તાએ જણાવ્યું કે પુષ્ય નક્ષત્રનાં દિવસે વર્ષો બાદ પર્યુષણનાં પ્રારંભ થઇ રહ્યો છે. સાથે જ શુક્ર-ચંદ્રની યુતિ થઇ રહી છે. જેથી આ પર્યુષણની આરાધના કરનાર શ્રાવકને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. સાથે જ આધ્યાત્મિક આરાધનામાં અગ્રેસર બનશે. સાથે જ રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ કરાવનાર બની રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved