Last Update : 12-September-2012, Wednesday

 

વરસાદની સ્થિતિ સુધરવા છતાં કૃષિ પેદાશોનો ભાવ વધારો ચિંતાજનક

ડુંગળીના ભાવ ૧ મહિનામાં સાડા ત્રેવીસ ટકા અને ઘઉંમાં ૧૬ ટકાનો ઉછાળો આવતાં લોકો ત્રાહિમામ

મુંબઈ,તા.૧૧
ચોમાસું જામતા અને વરસાદની ખાધ લગભગ ૧૦ ટકા જેટલી જ રહી જતાં ખરીફ પાકના સંયોગો સુધર્યા હોવા છતાં આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવ ૨૩.૫ ટકા સુધી ૧ મહિનામાં વધી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
જુલાઈ સુધીમાં ૧૩ ટકા જેટલી વરસાદની ખાધ હતી તેથી દેશભરમાં દુકાળ પડવાની ચિંતા સતાવતી હતી, પણ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ ચોમાસું પુનઃ સક્રિય થઈ જતાં આ ચિંતા થોડી હળવી થઈ હતી. જો કે લાંબાગાળાની એવરેજ કરતાં વરસાદ ઓછો જ રહેતાં ચોખા, કઠોળ અને તેલિબિયાં જેવા ઉનાળામાં વવાતા પાકમાં અંકુર ફુટવાનો સમય જતો રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એકઠા કરેલ માહિતી મુજબ ડાંગરનાં વાવેતર હેઠળનો વિસ્તાર ૩.૭ ટકા વારી ૩૫૬ લાખ હેકટર જેટલો ૭મી સપ્ટેમ્બરની સ્થિતિ મુજબ હતો. તે જ રીતે કડધાન્યો અને કઠોળનાં વાવેતર વિસ્તારમાં ૧૦.૫ ટકા અને અનુક્રમે ૧૭૪ લાખ હેકટર અને ૯૮ લાખ હેકટર રહ્યો હતો. તેલિબિંયાની વાવણી ૩.૭ ટકા ઘટી ૧૭૦ લાખ હેકટર અને ૯૮ લાખ હેકટર રહ્યો હતો. તેલિબિંયાની વાવણી ૩.૭ ટકા ઘટી ૧૭૦ લાખ હેકટરમાં થઈ હતી.
થોડા દિવસોથી પુનઃ ચોમાસું સક્રિય થતા ૯ ટકાની જ રહી છે અને તે દુકાળ માટેનાં ૧૦ ટકાનાં પ્રમાણથી પણ નીચે ગઈ છે. જુલાઈનાં મધ્યમાં આવી ખાદ્ય ૨૨ ટકાનાં સ્તરે હતી.
પરિસ્થિતિમાં આ સુધારો થતાં શિયાળુ-રવિ પાકને જીવતદાન મળ્યું છે પણ હાલ જેની મોસમ છે એ ખરીફ પાકમાં થયેલ નુકશાન ઘટવું મુશ્કેલ જણાય છે. એવું એક નિરીક્ષકે જણાવ્યું હતું.
ઉત્તરભારતનાં જળસ્ત્રોતો લગભગ ૯૦ ટકા ભરાઈ ગયા છે તેમ છતાં પણ દુકાળની ચિંતાએ ભારતમાં ફુગાવાને વૈશ્વિક ફુગાવા કરતાં ઘણાં ઊંચા તેલિબિંયાનાં ભાવો ૨૫.૨ ટકા જેટલા વધ્યા છે જો કે ક્રુડ પામતેલમાં સાડા છ ટકાનો ઘટાડો આ મોસમમાં હમણા સુધી નોંધાયો છે. ભારતમાં કપાસનાં ભાવમાં માર્ચથી જુલાઈમાં ૧૦.૬ ટકાનો વધારો થયો છે જયારે કોટલુક ઈન્ડેક્સ ૨૦ ટકા ઘટી છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે કપાસનાં ઉત્પાદનનો અંદાજ સુધાર્યો છે અને વપરાશનો અંદાજ ઘટાડયો છે. તે જ રીતે સ્થાનિક બજારોમાં ખાંડના ભાવોમાં ૨૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે જયારે બ્રાઝીલમાં સારો પાક થવાનાં પગલે વૈશ્વિક બજારોમાં ભાવોમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગયા વર્ષ કરતાં ખરીફ પાક ઓછો થવાની ધારણા બજારનો વર્ગ મૂકે છે. અમુક વર્ગ તો માને છે કે ખાંડનાં ભાવમાં જોવાયેલ વધારો વધુ પડતો ગણાય. એસોચેમનો એના એક રિપોર્ટમાં ખાંડ, કઠોળ અને તેલિબિંયાંના ભાવોમાં ૧૫ ટકાનો વધારો આગામી તહેવારોની મોસમમાં થવાનો અંદાજ વ્યકત કર્યો છે.
જો કે અમુક એનાલિસ્ટો માને છે કે પૂરની સ્થિતિનાં કારણે અમુક રાજ્યોમાંથી પૂરતો પુરવઠો ન આવવાનાં કારણે કૃષિ પેદાશોનાં ભાવ વધ્યા છે જે પુરવઠો પુનઃ પ્રસ્થાપિત થતાં ઘટવા લાગશે.
એક ધારો ભાવ વધારો એક માસમાં

કૃષિ પેદાશ

૧૦મી ઓગસ્ટ

૧૦મી સપ્ટેમ્બર

% વૃદ્ધિ

 

 

 

 

 

(ભાવ રૃ. કિવન્ટલદીઠ)

એચએમટી ચોખા

,૪૫૦

,૭૫૦

૮.૭

 

લોકવન ઘઉં

,૯૦૦

,૨૦૦

૧૫.૮

 

ખાંડ

 

,૪૫૦

,૭૮૦

૯.૬

બટાટા

 

,૫૫૦

,૭૫૦

૧૨.૯

ડુંગળી

 

૮૫૦

,૦૫૦

૨૩.૫

 

 

 

 

(ભાવ રૃ. લીટર દીઠ)

સૂર્યમુખી તેલ

૭૯.૫૦

૮૪.૫૦

૬.૩

 

રાયડાનું તેલ

૧૧૫

૧૨૦

૪.૩

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved