Last Update : 12-September-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૦૯-૨૦૧૨, બુધવાર
અધિક ભાદરવા વદ અગિયારસ
જૈન પર્યુષણ મહાપર્વનો પ્રારંભ (ચ.પ.)
જૈન - અઠ્ઠાઈ ઘર

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક ક. ૪૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક ક. ૪૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક ક. ૪૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મ રાશિ ઃ આજે જનમેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુષ્ય રાત્રે ૪ ક. ૨૩ મિ. સુધી પછી આશ્લેષા. રાત્રે ૪ ક. ૨૩ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ. ભા. ૨૧ માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવા વદ અગિયારસને બુધવાર.
- કમલા એકાદશી
- જૈન પર્યુષણ મહાપર્વનો પ્રારંભ (ચ.પ.) અઠ્ઠાઈ ઘર
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૬ રોજ આસ્તાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ જૈન પર્યુષણ પર્વનો પ્રારંભ,કમલા એકાદશીના ધાર્મિક પર્વે ધાર્મિક પૂજા-અર્ચનથી હૃદય-મન પ્રસન્ન રહે. નોકરી-ધંધાનું કામ થાય.

 

વૃષભ ઃ જૈન પર્યુષણ પર્વનો પ્રારંભ, અધિક ભાદ્ર કૃષ્ણ પક્ષની એકાદશીએ આનંદ-ઉત્સાહ રહે. બહાર જવાનું થાય. ધર્મકાર્ય થાય.

 

મિથુન ઃ ધાર્મિક- વ્યવહારિક- સામાજીક કામની વ્યસ્તતા. આજે જૈન પર્યુષણ પર્વના પ્રારંભે, કમલા એકાદશીએ રહે. જુના સંબંધો તાજા થાય.

 

કર્ક ઃ હરો ફરો, કામકાજ કરો, ધર્મકાર્ય કરો પરંતુ હૃદય-મનની એકાગ્રતા જાળવી શકો નહીં. નોકરી-ધંધાની ચિંતામાં શાંતિ જળવાય નહીં.

 

સિંહ ઃ જૈન પર્યુષણ પર્વનો પ્રારંભે, કમલા એકાદશીએ આજે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા આનંદ અનુભવો. ખર્ચ થાય.

 

કન્યા ઃ આપના રોજીંદા કામમાં સાનુકુળતા રહે. નોકરી-ધંધાનું કામ તેમજ ધર્મકાર્ય થઇ શકે. જૂના નવા સંબંધો તાજા થાય.

 

તુલા ઃ જૈન પર્યુષણ પર્વના પ્રારંભે તેમજ અધિક ભાદ્ર કૃષ્ણ પક્ષની કમલા એકાદશીએ ધર્મકાર્ય થાય, નોકરી-ધંધાનું કામ થાય.

 

વૃશ્ચિક ઃ આજે જૈન પર્યુષણ પર્વના પ્રારંભે, કમલા એકાદશીએ ધર્મકાર્યમાં વ્યસ્ત રહો, આનંદ અનુભવો. નોકરી-ધંધાનું કામ થઇ શકે.

 

ધન ઃ આજે આપના ધર્મકાર્યમાં, સેવા કાર્યમં, વ્યવહારિક સામાજીક કામમાં સંભાળવું પડે, રસ્તાાં આવતા જતા વાહન ચલાવતા સંભાળવું.

 

મકર ઃ જૈન પર્યુષણ પર્વના પ્રારંભે, અધિક ભાદ્રપદની કમલા એકાદશીએ ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાનું કામ ઉકેલાય, સાનુકુળતા રહે.

 

કુંભ ઃ જૈન પર્યુષણ પર્વના પ્રારંભે અધિક ભાદ્ર કૃષ્ણ પક્ષની કમલા એકાદશીએ ધર્મકાર્યથી હૃદય-મન પ્રસન્ન રહે. આનંદ જણાય.

 

મીન ઃ આજે જૈન પર્યુષણ- એકાદશીના ધાર્મિક પર્વે સગા સંબંધી મિત્રવર્ગના કારણે, નોકરી-ધંધાના કારણે હૃદય-મનને શાંતિ, આનંદ જણાય નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૨-૦૯-૨૦૧૨, બુધવાર

આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ પ્રતિકુળતાનું રહે. આપના નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં નાની મોટી કોઇ ને કોઇ ચિંતા ખર્ચ મુશ્કેલીનો સામનો કરવો પડે. વડીલવર્ગથી ચિંતા રહે.

 

* આ વર્ષના પ્રારંભથી આપે થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવી હિતાવહ રહેશે. કોઇની દેખાદેખીમાં આપે જોખમી કોઇ નિર્ણયો કરવા નહીં. વિવાદ કરવો નહીં.

 

* પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ લગ્નના પ્રશ્નમાં ધ્યાન રાખવું પડે. સંતાનના સ્વભાવ, વ્યવહારમાં પરિવર્તન જણાય, ચિંતા રહે.

* સ્ત્રીવર્ગને સગા સંબંધી મિત્રવર્ગના કારણે ચિંતા વ્યસ્તતા રહે. અવિવાહીતને મિત્રવર્ગથી સંભાળવું પડે. પિયર પક્ષમાં બિમારી-ચિંતા જણાય.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ ભણવામાં ધ્યાન આપવું પડે. સખ્ત મહેનત કરવી પડે.

 

સુપ્રભાતમ્

ક્ષત્રિયને દ્રવ્યના અધિકારે નિયુક્ત કરવામાં આવે તો તે જેને તેને તલવાર બતાવે છે અને કુટુંબીજન પોતાને રાજાની જ્ઞાાતિનો જ ગણીને સર્વસ્વ- બધું જ મેળવી લેવાનો પ્રયત્ન કરે છે.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને મગનની દુકાને જઈને પૂછ્‌યું, ‘‘સાબુ છે ?’’
‘‘હા, છે ને !’’ મગન બોલ્યો.
‘‘સારો સાબુ છે ને ?’’ છગને પૂછયું.
‘‘હા, હા,’’ મગને કહ્યું, ‘‘ઊંચી કવોલિટીનો પણ છે.’’
‘‘તો, એ સાબુથી તમારા હાથ ધોઈને,’’ છગન બોલ્યો, ‘‘એક કીલો લોટ અને એક કીલો ખાંડ આપજો.’’

[Top]
 

આજ ની રેસીપી

ગણેશપ્રિય મોદક-મીઠાઈ વેરાયટી

મોહનથાળી દીવડા

 

 

સામગ્રી ઃ બે કપ મોહનથાળનો લોટ, અડધો કપ માવો, એક કપ ઘી, પોણો કપ સાકર , થોડું કેસર, થોડો એલચી પાઉડર, બદામ-પિસ્તા ઝીણા સમારેલા.

 

રીત ઃ ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો. બદામી કલર થાય પછી માવો અને એલચી પાઉડર નાખી ફરી ત્રણ-ચાર મિનિટ શેકો. નીચે ઉતારી હલાવતાં રહો. સાકરમાં થોડું પાણી અને કેસર નાખી બે તાર ઉપરની ચાસણી બનાવો. શેકેલો લોટ તેમાં નાખી ખૂબ હલાવો. અડધા કલાક બાદ તેને દીવડાનો આકાર આપી અંદર બદામ-પિસ્તા ભરી આરતીની થાળીમાં સજાવીએ તેવી રીતે ગોઠવીને દુંદાળા દેવ સામે મૂકો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved