Last Update : 11-September-2012, Tuesday

 

મૈં ઔર મેરી ખામોશી...

- મન્નુ શેખચલ્લી

 

કોલસાનું એક મોટું ગોડાઉન હતું.
એમાં એક મિંદડી જેવા મેનેજરને બેસાડયા હતા. મૂળે તો ગોડાઉનના માલિક એક નાના શેઠ હતા. પણ નાના શેઠ હજી બહુ નાના હતા અને નાના શેઠની મા 'ત્યાગભુવન'માં રહેતાં હતાં, એટલે મિંદડી મેનેજરને ગોડાઉનની મુખ્ય ખુરશીમાં બેસાડયા હતા.
જોકે ગોડાઉનના અસલી માલિક નાના શેઠ પણ નહોતા. પરંતુ નાના શેઠના પર-નાનાજી એક સમયે ૧૮-૧૮ વરસ લગી ગોડાઉનનો કારભાર સંભાળતા હતા. એ પછી નાના શેઠનાં નાનીજી પણ એ જ ગોડાઉનનો કારભાર સંભાળતાં. છેલ્લે છેલ્લે નાના શેઠના બાપુજી ગોડાઉનના કર્તાહર્તા હતા. એટલે બિચારા નાના શેઠ એમ જ સમજી બેઠા હતા કે આ આખું ગોડાઉન એમના દાદા-પરદાદાની પોતાની જ માલિકીનું છે.
હકીકતમાં તો ગોડાઉન પ્રજાનું હતું. પણ પ્રજાને આ વાતની છેલ્લા ૬૫ વરસથી ખબર જ નહોતી.
પરંતુ ગોડાઉનના મિંદડી મેનેજરને એક વાતની બરોબર ખબર હતી કે પોતે મિંદડી જેવા છે એટલે જ એમને આ ખુરશી પર બેસવા મળ્યું છે.
મેનેજરને નાના શેઠ તથા નાના શેઠનાં 'ત્યાગમૂર્તિ' માતાજીની કડક સૂચના હતી કે ''અમને પૂછ્યા વિના તમારે એક પણ શબ્દ બોલવો નહિ!''
મિંદડી મેનેજર એટલા આજ્ઞાાકારી હતા કે ઉપરની સુચનાનું પોતે પાલન કરશે એવું કહેવા માટે પણ મોં ખોલતા નહોતા! માત્ર માથું હલાવતા હતા.
એક દિવસ ધોળે દહાડે કાળા કોટ પહેરેલા મોટા મોટા વેપારીઓ મોટા મોટા ડઝનબંધ ખટારા લઇને આવ્યા અને ગોડાઉનનો આખો માલ ધડાધડ ખટારાઓમાં ભરવા માંડયો.
મિંદડી મેનેજર શું બોલે? કારણ કે 'શું બોલવાનું' એ પણ પૂછ્યા વિના ના બોલી શકાય.
કાળા કોટવાળા વેપારીઓએ ઉઘાડેછોગ આખું ગોડાઉન ખાલી કર્યું. છતાં મિંદડી મેનેજર ચૂપચાપ આંખો બંધ કરીને બેસી રહ્યા.
વેપારીઓને ટીખળ સુઝી. એમણે પહેલાં તો મિંદડી મેનેજરના હાથ કોલસાથી કાળા કર્યા. પછી મોં કાળું કર્યું. પછી ચડ્ડી બનિયાન સિવાયનાં તમામ કપડાં ઉતારીને જતા રહ્યા!
બીજા દિવસે હાહાકાર મચી ગયો. લોકો પૂછવા લાગ્યા કે ''મિંદડી મેનેજર, તમે એક ઊંહકારો પણ કેમ કર્યો નહિ? બાજુમાં બીજી દુકાનો હતી, સામે જ રસ્તો ક્રોસ કરીએ ત્યાં પોલીસચોકી હતી, અરે, ટેબલ પર ફોન હતો, છતાંય તમે કોઇને કંઇ કહ્યું કેમ નહિ?''
આખરે મિંદડી મેનેજર આંખો પટપટાવીને ઠાવકું સ્મિત આપતાં ઝીણી અવાજે બોલ્યા ઃ
''માલુહિઝા ફરમાઇયેગા...''
''હેં???'' આખું ટોળું દંગ થઇ ગયું. ''તું શું બોલે છે? અમે પૂછીએ છીએ કે ચોરી કેમ થઇ, અને તું મુશાયરામાં ખોવાયેલો છે? તારી પાસે કોઇ જવાબ જ નથી?''
મિંદડી મેનેજરે હળવો ખોખારો ખાધો. બધા કાન સરવા કરીને સાંભળવા લાગ્યા. મિંદડીશ્રી બોલ્યા ઃ
''હજારોં જવાબોં સે અચ્છી હૈ... ખામોશી મેરી!''
ટોળું હજી સ્તબ્ધ છે પણ અમુક શાણા લોકો એ કવિહૃદયને બિરદાવી રહ્યા છે!
''વાહ વાહ... દુબારા! દુબારા!''
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved