Last Update : 11-September-2012, Tuesday

 

'ઇસરો' ઃ સફળતા(ની) સદી


રવિવારે વધુ એક વખત 'ઇસરો'નું પોલર સેટેલાઇટ લોન્ચ વેહીકલ-પીએસએલવી ઉપગ્રહોને ધુ્રવીય ભ્રમણકક્ષામાં તરતા મૂકવા માટે સફળતાપૂર્વક રવાના થયું અને તેણે પોતાનું મિશન ચોક્સાઇપૂર્વક પૂરું કર્યું. 'ઇસરો' માટે પીએસએલવીની સફળતાની નવાઇ રહી નથી. અત્યાર સુધીનાં ૨૨ મિશનમાંથી ફક્ત એક જ વાર- પહેલી વાર- પીએસએલવીની ઉડાન નિષ્ફળ ગઇ હતી.પરંતુ રવિવારની ઘટનાનું એવું વિશિષ્ટ હતું કે ખુદ વડાપ્રધાન લોન્ચિંગ વખતે હાજર રહ્યા અને કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થયા પછી તેમણે 'ઇસરો'ની ટીમને અભિનંદન આપ્યાં.

 

ઉજવણીના માહોલનું મુખ્ય કારણ એ હતું કે 'ઇસરો' તરફથી રોકેટ અને લોન્ચ વેહીકલ એમ બધું મળીને આ ૧૦૦મી ઉડાન હતી. ૧૯૭૫માં પહેલી વાર રશિયન રોકેટની કાંધે ચડીને 'ઇસરો'એ તૈયાર કરેલો 'આર્યભટ્ટ' ઉપગ્રહ અવકાશમાં પહોંચ્યો ત્યાર પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા 'ઇસરો'એ ઉત્તરોત્તર સફળતાનાં નવાં ક્ષેત્રો સર કર્યાં છે. ભારત જેવા દેશમાં 'ઇસરો'ની કામગીરીની કદર સંખ્યાત્મક અને સફળતાલક્ષી ઉપરાંત બીજી રીતે પણ કરવી પડે.

 

અમેરિકાની વિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા 'નાસા' સાથે 'ઇસરો'ની સરખામણી બહુ લલચાવનારી હોય છે, પરંતુ તેમને ફાળવાતાં બજેટમાં હાથી અને કીડીના કદ જેવો તોતિંગ તફાવત હોય છે.

 

અમેરિકા જેવો દેશ વર્ષે અબજો ડોલર પોતાના અવકાશકાર્યક્રમો માટે ફાળવતો હતો, ત્યારે ભારત પાસે પોતાના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનું ઠેકાણું ન હતું. એવા સમયે અને અત્યારે પણ અવકાશ કાર્યક્રમ પાછળ ખર્ચાતાં નાણાંનો (ભારતની સરખામણીમાં) મોટો આંકડો વાંચીને ઘણાના પેટમાં તેલ રેડાય છે. 'આ રકમ બીજા કોઇ વધારે ઉપયોગી- ગરીબોને સીધી રીતે સ્પર્શતા કોઇ કામમાં ન વાપરી શકાય?' એવા સવાલ થતા હોય છે. શરૃઆતના તબક્કે તો એવા પ્રશ્નો વધારે હોય, પરંતુ ડો.વિક્રમ સારાભાઇ જેવા દૃષ્ટિવંત વિજ્ઞાાનીએ 'ઇસરો' અને સ્પેસ ટેકનોલોજી થકી દેશના છેવાડાના માણસોને લાભ પહોંચાડવાની આકાંક્ષા સેવી હતી. એ પ્રમાણે સાવ મામુલી કહેવાય એવા બજેટ અને સંસાધનો વચ્ચે 'ઇસરો'એ શરૃઆતનાં વર્ષોમાં કામ કરી બતાવ્યું, સફળતા મેળવી અને ટીવી પ્રસારણ- રીમોટ સેન્સિંગ જેવી સુવિધાઓ દ્વારા તે તમામ ભારતીયોના જીવનને સ્પર્શી શક્યું.

 

લાંબા સમયગાળા સુધી અમેરિકા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ન હોવાને કારણે 'ઇસરો'ને ઘણાં ક્ષેત્રોમાં એકડે એકથી કામ કરવાનું થયું, પરંતુ હિંમત હાર્યા વિના 'ઇસરો'ના સંશોધકો-ઇજનેરોએ કામ ચાલુ રાખ્યું અને ઉત્તમ પરિણામ દેશને આપ્યાં. પહેલો ઉપગ્રહ રશિયન રોકેટ પર રવાના કર્યાના ત્રણ દાયકામાં ઉપગ્રહો તરતા મૂકવામાં 'ઇસરો'નો એવો ડંકો વાગ્યો કે તેણે વ્યાવસાયિક ધોરણે બીજા દેશોના ઉપગ્રહ, બીજી પરદેશી એજન્સીઓ કરતાં પ્રમાણમાં ઓછી ફી લઇને, અવકાશમાં મોકલી આપવાનું શરૃ કર્યું.

 

અત્યાર સુધીમાં 'ઇસરો'(રવિવારના મિશન સહિત) કુલ ૨૯ વિદેશી ઉપગ્રહો અવકાશમાં સફળતાપૂર્વક મોકલી ચૂક્યું છે. આ તવારીખમાં પણ રવિવારના સફળ લોન્ચિંગનું વિશિષ્ટ મહત્ત્વ છે. અત્યાર સુધી 'ઇસરો'એ વિદેશી એજન્સીના મહત્તમ ૩૫૦ કિલોગ્રામ સુધીના ઉપગ્રહ તરતા મૂક્યા હતા, પરંતુ રવિવારે રવાના થયેલો ફ્રેન્ચ ઉપગ્રહ ૭૧૨ કિલોગ્રામનો હતો. તે અત્યાર સુધીનું સૌથી વજનદાર 'પાર્સલ' છે. આ પહેલાં ફ્રેન્ચ સરકાર પોતાના ઉપગ્રહો યુરોપીઅન સ્પેસ એજન્સી મારફતે અવકાશમાં મોકલતી હતી, પણ આ વખતે તેણે 'ઇસરો' પર પસંદગી ઉતારી છે અને હવે બીજો ફ્રેન્ચ ઉપગ્રહ મોકલવા માટેની પણ વાટાઘાટો ચાલી રહી છે. તે 'ઇસરો'ની સફળતા અને તેની સ્પર્ધાત્મકતાને મળેલી આંતરરાષ્ટ્રિય અંજલિ છે. રોકેટ લોન્ચિંગ અને સેટેલાઇટ લોન્ચિંગ ઉપરાંત 'ઇસરો'એ ચંદ્ર પર યાન મોકલવાનું મિશન પણ સફળતાપૂર્વક પાર પાડયું છે.

 

હવે 'મંગળયાન'નો વારો હોવાનું 'ઇસરો'ના અધ્યક્ષે જણાવ્યું છે. ચંદ્રની સરખામણીમાં મંગળ ઘણો દૂરનો ગ્રહ હોવાથી, ચોક્સાઇપૂર્વક તેની ભ્રમણકક્ષામાં અમાનવ યાન મોકલવાનું ઘણું કપરું છે, પરંતુ 'ઇસરો' નજીકના ભવિષ્યમાં, લગભગ તો આવતા વર્ષે, એ પ્રોજેક્ટ પાર પાડવા માગે છે.

 

'ઇસરો'ની અત્યાર લગીની ક્ષમતા જોતાં તેના માટે કશું અશક્ય નથી, પરંતુ તેની સામેના ખરા પડકારો ટેકનોલોજીને લગતા નહીં, વહીવટી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં 'ઇસરો'નું નામ ઘણા અપ્રિય વિવાદોમાં ખરડાયું છે. 'ઇસરો'ના અંતરિક્ષ કોર્પોરેશન અને ખાનગી કંપની દેવાસ વચ્ચેના સોદાને કારણે 'ઇસરો'ના ભૂતપૂર્વ વડા માધવન નાયર સહિત બીજાં ઘણાં મોટાં અને પ્રતિષ્ઠિત નામોને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડયું. એ મુદ્દે થયેલી સામસામી આક્ષેપબાજી 'ઇસરો'ની અત્યાર સુધીની આબરૃને અનુરૃપ ન હતી. 'ઇસરો'માં બાબુશાહીની અને રાજકારણની બોલબાલા વધતી હોવાની ગુસપુસ પણ ચાલતી રહી છે. એ માનસિકતાનો કચરો અવકાશમાં મોકલી આપતું લોન્ચ વેહીકલ તૈયાર થઇ જાય, તો 'ઇસરો' માટે કશું અશક્ય નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved