Last Update : 11-September-2012, Tuesday

 

ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાની સિધ્ધી
મૂઠી ઊંચેરા માનવીની વિદાય અટરલી-બટરલી-લાઈવલી

 

- ડૉ. કુરિયનની જીવનયાત્રા નવી પેઢી માટે અનુકરણીય બની રહેશે..

 

ડૉ. કુરિયન નહોતા તો રાજકારણી કે નહોતા કોઇ કોર્પોરેટ કંપનીના સર્વેસર્વા છતાં તેમને અંતિમ વિદાયે મળેલું સન્માન ક્રાંતિના વૉરિયરને છાજે એવું હતું. એક વ્યક્તિ ધારે તો શું કરી શકે છે તે જોવું હોય તો ડૉ. કુરિયનની લાઇફ વાંચી જવી જોઇએ.

 

ડૉ. કુરિયનની ઑફીસમાં લગાવેલા સુવાક્યો તો આજના જમાનામાં નિરાશ થતી અને હતાશ બનીને ફરતા લોકો માટે સુવર્ણ અક્ષરો સમાન છે. આપણે સૌ આપણી આસપાસના એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ અને એન્ટરટેઈનમેન્ટમાં વ્યસ્ત છીએ પરંતુ ડૉ. કુરિયનનો જીવનમંત્ર ''વર્ક, વર્ક, વર્ક'' તેને અનુસરવા ડૉ. વર્ગીસ કુરિયનને પાને-પાના ભરીને અપાયેલી અંજલિ એ 'વન લાઈફ મિશન' સમાન જીવન જીવનારને અંજલિ સમાન છે. તેમને વિદાય આપવા હજારો લોકો ઉમટી પડયા હતા.

 

લોકસેવા અને લોકક્રાંતિનું કામ કરતા જીવી શકાય છે તે ડૉ. કુરિયનની જીંદગીપથ પરથી જોવા મળે છે. તમે કોઇ સારું કામ કરશો તો લોકો તમારા માથે કોઇ છૂપા અને સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે ''છતાં પણ તમે સારા કામ કરતા જ રહો..''

 

આપણે ત્યાં ન બોલવામાં નવ ગુણ એમ કહી ઘણાં મહત્વના મુદ્દે લોકો મૌન રાખીને પોતાને મુત્સદ્દી તરીકે ખપાવે છે પરંતુ ડૉ. કુરિયન તો એવું માને છે કે પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે છે ''છતાં પણ પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા બનો.''

 

નવી પેઢી માટે કુરિયનનું જીવન મહત્વનું પુરવાર થશે. ગુજરાતના ગામમાં રહીને તેમણે વિશ્વમાં નામ ગાજતું કર્યું છે. સહકારી ક્ષેત્રે કુરિયનની વિદાયથી શૂન્યાવકાશ સર્જાયો છે.

 

ડૉ. કુરિયનનો જન્મ ભલે ગુજરાતમાં નહોતો થયો પરંતુ ગુજરાત-આણંદ તેમની કર્મભૂમિ હતી. જેને આપણે શ્વેતક્રાંતિ કહીએ છીએ તે 'ઓપરેશન ફ્લડે' વિશ્વભરના દૂધ ઉત્પાદકોને આકર્ષ્યા હતા. આણંદમાં બેઠો-બેઠો એક માણસ જ્યારે 'ઑપરેશન ફ્લડ'ની વાતો કરે ત્યારે કોઇને ગળે નહોતું ઉતરતું.

 

ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાનું પ્રથમ સંશોધન ડૉ. કુરિયનની યશ કલગીઓ પૈકીનું એક છે. દૂધના પાવડર ક્ષેત્રે ત્યારબાદ વિવિધ સંશોધનો થયા હતા અને જ્યાં દૂધ પહોંચી નહોતું શકતું ત્યાં દૂધનો પાવડર ઉપયોગમાં લેવામાં આવતો હતો. દૂધમાંથી બનતી ડેરી પ્રોડક્ટસ પણ આ પાવડરને આધારીત હતી. અમૂલ બ્રાન્ડ ડેરી પ્રોડક્ટના પગલે વધુ પ્રસિધ્ધ થઇ હતી. અમૂલ દૂધની સાથે અમૂલ દહીં અને અમૂલ છાશ તેમજ અમૂલ શ્રીખંડ પણ ઘેર ઘેર ગાજતા નામ બની ગયા હતા. આજે પણ આણંદ રોડ પરની અમૂલ ડેરીનો પ્લાન્ટ જોવા વિદેશીઓ આવે છે અને પ્રભાવિત થાય છે. અમૂલ બ્રાન્ડની સામે ઊભી રહેવા અનેક બ્રાન્ડ બજારમાં આવી હતી પરંતુ અમૂલના નેટવર્ક આગળ કોઇ ટકી શક્યું નહોતું.

 

કોઇ એક ધર્મમાં નહીં માનતા કુરિયન હકીકતે તો સામાજીક ક્રાંતિના પ્રણેતા બન્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં ગીતા, કુરાન, બાઈબલનું પઠન થયું હતું. આ એક એવી અંતિમવિધી હતી કે જેમાં સર્વધર્મ ઉપસ્થિત હતો. પર્યાવરણ પ્રેમી ડૉ. કુરિયને અંતિમવિધી કેવી હોય તે અંગે પણ વીલમાં લખ્યું હતું.

 

ડૉ. વર્ગીજ કુરિયન શ્વેતક્રાંતિના પ્રણેતા હતા પરંતુ દૂધ પીતા નહોતા. જોકે તેમણે ભારતને વિશ્વનું સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવ્યો તે ભૂલવું ના જોઇએ. આ રીતે ગુજરાતનું નામ પણ તેમણે વિશ્વના દેશોમાં ચમકતું કર્યું હતું.

 

ડૉ. કુરિયન ધર્મે ખ્રિસ્તી હતી પરંતુ તેમનું જીવન સર્વધર્મ સમભાવ સાથે સંકળાયેલું હતું. તેઓ ક્યારેક તેમના વતન કેરળમાં જતા હતા પરંતુ હરી-ફરીને તેમનું મૂળ વતન આણંદ બની ગયું હતું.

 

ઈન્ટરનેટ પર અંજલિ આપનારાઓએ લખ્યું હતું કે 'અમૂલ બેબી ક્રાઇસ; ફાધર ડાઇસ'.. અમૂલ બેબી રડે છે કેમ કે પિતાનું અવસાન થયું છે. અમૂલ બેબીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ખરેખર; પોલકા ડૉટ્સ ફ્રોક પહેરેલી અને ટીપીકલી કપાળ પર વાળવાળો અને મોટી આંખોવાળો ચહેરો ધરાવતી અમૂલ બેબી વિશ્વભરમાં પ્રસિધ્ધ બ્રાન્ડ બની ગઇ હતી. આ બ્રાન્ડે વિશ્વભરમાં ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવ્યો હતો. અમૂલ બેબીગર્લ વિશ્વભરમાં લોકોને જીભે ચઢી ગઇ હતી.

 

આ મૂઠી ઊંચેરા માનવી ડૉ. વર્ગીઝ કુરિયન આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમના વિચારો અને જીવનયાત્રા અવિસ્મરણીય બની રહેશે. ગુજરાતની નવી પેઢી માટે આ જીવનયાત્રા પ્રેરણાબળ બની રહેશે. તેમની જીવનયાત્રા માત્ર વાંચવાથી નહીં પણ તેનો એક અંશ અમલી બનાવવા પ્રયાસ કરવાની જરૃર છે.

 

પ્રયત્ન કરતા જ રહો, પ્રેમ કરતા જ રહો, સારા કામો કરતા રહો, પ્રમાણિક અને સ્પષ્ટ વક્તા બનો, વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો, મહાન વિચાર કરતા રહો, નવા-નવા પ્રયોગો ચાલુ જ રાખો, કોઇને કોઇ કચડાયેલાઓની ચિંતા કરતા રહો, સફળતા મેળવ્યા જ કરો.. આ છે ડૉ. વી. કુરિયનનો સંદેશ.જીવનમાં આપણે ઘણાં લોકોનું અનુકરણ કરતા હોઇએ છીએ; ઘણાંને આદર્શ માનતા હોઇએ છીએ; ઘણાંની નકલ પણ કરીએ છીએ. ડૉ. કુરિયનની જીવનયાત્રા અનુકરણીય છે તે ભૂલવું ના જોઇએ. તેમનું જીવન સૌ માટે સદાય ઝળહળતો પ્રેરણાદીપ બની રહે એ આશા સાથે અંતે ડૉ. કુરિયનને કોટિ કોટિ વંદન.. ડૉ. કુરિયનની જીવનયાત્રા એટલે અટરલી-બટરલી-લાઈવલી એમ કહી શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 

 

 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved