Last Update : 11-September-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

નીતિશ કુમાર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે
નવી દિલ્હી, તા.૧૦
ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ ગરમાટો ઉભો કરી રહ્યો છે. ગુજરાતમાં એકતરફ સર્વત્ર વરસાદી માહોલ છે તો બીજીતરફ વિવાદોનો માહોલ પણ વરસી રહ્યો છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સાથી પક્ષ જનતાદળ (યુ) પણ ગુજરાતની ચૂંટણીઓમાં ઝુકાવી રહ્યો છે. જનતાદળ (યુ)ના નેતા નીતીશકુમાર ગુજરાતમાં નરેન્દ્ર મોદી વિરૃધ્ધમાં મત માગશે ત્યારે નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર વચ્ચેના તીખાં નિવેદનો પણ લોકોને સાંભળવા મળશે. નીતીશ કુમાર સાથે પ્રચારમાં શરદ યાદવ પણ જોડાશે આશ્ચર્ય તો એ વાતનું છે કે કેન્દ્રમાં એનડીએ ખભેખભા મીલાવીને યુપીએ કેન્દ્ર સરકાર સામે લડે છે જ્યારે રાજ્યોમાં અંદરો અંદર લડે છે.
ભાવિ વડાપ્રધાનો વચ્ચે વાકયુદ્ધ
જેડી (યુ) ગુજરાતમાં ૩૫ બેઠકો પર ચૂંટણી લડશે, ૨૦૦૭ની ચૂંટણીઓ પર નજર કરીએ તો ત્યારે જેડી (યુ) એ ૩૩ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને માત્ર એક બેઠક જીતી હતી. જેડી (યુ) અને ભાજપ વચ્ચેની હુંસા-તુંસી નરેન્દ્ર મોદીના મુદ્દે અનેકવાર સપાટીપર આવી છે. નીતીશ અને નરેન્દ્ર મોદી બંને ભાવિ વડાપ્રધાન તરીકે ઉપસી આવ્યા છે. એનડીએના બે ઘટક પક્ષો ગુજરાતમાં સામસામે આવશે જે કોંગ્રેસને ભરપૂર રાજકીય ફાસ્ટ ફૂડ પુરું પાડશે.
સોનિયા ગાંધી ઓ.કે. ઃ કોંગ્રેસને હાશકારો
કોંગ્રેસ ત્યારે હાશકારો અનુભવ્યો હતો કે જ્યારે ન્યુયોર્કની સ્લોઅન-કેટ્ટેરીંગ કેંસર હોસ્પિટલે જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રમુખનું કેન્સર હવે સંપૂર્ણ પણે મટી ગયું છે. કેટલાક દિવસ પહેલાં સોનિયા ગાંધી અમેરિકા ચેકઅપ માટે ગયા હતા. ત્યારે સંસદના ચોમાસુ સત્રને પુરું થવાના પાંચ દિવસ બાકી હતા. હવે સોનિયા ગાંધીને ઓ.કે. છે એટલે ૧૨મી સપ્ટેમ્બરે તે પાછા આવશે એમ મનાય છે. ગયા વર્ષ ઓગસ્ટમાં સોનિયા ગાંધી એક મહિના માટે અમેરિકા સારવાર માટે ગયા હતા જો કે તેમને કેંસર થયું છે તે અંગે તેમના પરિવાર કે કોંગ્રેસ તરફથી કોઈ ઉલ્લેખ થયો નહોતો.
અસીમને છોડવા માગ...
કાર્ટુનીસ્ટ અસીમની ધરપકડથી સમાચાર માધ્યમોએ મોટો હોબાળો કર્યો છે. વ્યક્તિ સ્વતંત્રતા પર સીધા ઘા સમાન આ ઘટના છે. અસીમ ત્રિવેદીના છુટકારા માટે કાનપુર અને ઉન્નાવમાં દેખાવો થયા હતા. સવારે કોલસા પ્રધાન શ્રી પ્રકાશ જયસ્વાલને ત્યાં પણ લોકો ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આસીમના દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમનો પૌત્ર રાષ્ટ્રહોદ્દાના આરોપ હેઠળ જેલમાં છે. અસીમ ત્રિવેદીની ઉંમર ૨૪ વર્ષની છે અને નાનપણથી જ તે કાર્ટુન દોરવાનો શોખીન હતો. અણ્ણા હજારે એ જ્યારે મુંબઈમાં આંદોલન કર્યું ત્યારે અસીમના કાર્ટુનોનું સભા સ્થળે પ્રદર્શન પણ યોજાયું હતું.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved