Last Update : 11-September-2012, Tuesday

 

કસાબને ફાંસી કાયમ રાખતો ચુકાદાની પણ રાજકીય ભાવિ પર અસર પડશે
ગેરરીતિ થાય એટલે સમગ્ર સિસ્ટમને દોષી માનવી એ ભૂલ છે

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની કશ્મકશ રહેવાની છે. મુખ્ય પ્રધાન પી.કે. ધુમલે સારી કામગીરી કરી છે પણ તે એન્ટી-ઈન્કમબન્સીનો સામનો કરી રહ્યા છે
- કોલસા પ્રધાનોના સંબંધમાં છે તેવા લોકો પર કોલસાના બ્લોક અંગે આક્ષેપો થતા આવ્યા છે તે લાંબા સમય સુધી ધોવાય તેમ નથી.

 

ચોમાસુ લૂપી-છૂપીના ખેલ ખેલી રહ્યું છે. પરંતુ ઓગષ્ટમાં વરસાદ સામાન્ય કરતાં વધુ આવ્યો છે. જે લોકો દુકાળ અને અછતની સ્થિતિની વાત કરે છે તેમને સપ્ટેમ્બરમાં સારો વરસાદ જેવા મળશે ઉપરાંત દેશમાં છેલ્લા ૬૦ વર્ષથી સિંચાઈની સવલતોનો જે વિકાસ થયો છે તેનો લાભ પણ જોઈ શકશે. બજેટ હવે ચોમાસા આધારીત નથી હોતું. ગુજરાતમાં વરસાદની સખત અછત છે છતાં કૃષિ વિકાસદર ૧૦ ટકા છે. આપણે કેટલાક સ્થળે દુકાળની સ્થિતિ જોઈ રહ્યા છીએ પરંતુ કેન્દ્ર અને રાજ્ય બંને આવી સ્થિતિને દાયકાઓથી હેન્ડલ કરી રહ્યા છે. જો કે મહત્વની વાત એ છે કે ખાદ્યચીજોની અછત ઊભી ના થવી જોઈએ. કમનસીબી એ વાતની છે કે હવામાન અંગેની ચેનલો સહિત હવામાન અંગેના મોટાભાગના નિષ્ણાતો ચોક્કસ આગાહી કરી શક્યા નહોતા. મને આશા છે કે આ તબક્કે કોઈ વૈશ્વિકભરમાં વરસાદની અસર વિશેનો કોઈ ચાર્ટ આવે. ઘણાં દેશો દુકાળની કેટેગરીમાં આવે છે. ભારતની વાત કરીએ તો અહીં સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. કિસાનોને તેમના ઉત્પાદનની સારી કિંમત મળવા ઉપરાંત ખાદ્ય ચીજોના ભાવ માગના કારણે વધી રહ્યા છે.

 

કોલગેટ (કોલસા કૌભાંડ) તાત્કાલીક દુર થવાનું નથી, તેને સમજતા વાર લાગશે. આ બાબતે હું પોતે અખાયેલો છું અને કોઈ ઓપીનીયન આપતા પહેલાં આ મુદ્દાનો બરાબર અભ્યાસ કરવા માગું છું. 2-G મુદ્દાની જેમ આ મુદ્દો વધુ ના ગુંચવાય અને લોકો પણ ના સમજી શકે તેમના થાય તે જરૃરી છે. 2-G મુદ્દામાં ભ્રષ્ટાચાર પણ થયો હશે પણ શું ટેલિકોમ નીતિ ખોટી નહોતી ? ૧૯૯૪ની કેટલીક નીતિઓના આધારે કોલસાની ખાણોની ફાળવણી કરવામાં આવતી હતી એટલું તો સ્પષ્ટ થઈ રહ્યું છે પરંતુ આ કેસના કેટલાક મુદ્દે સિલેક્શન કમિટીએ ખોટા નિર્ણયો લીધા છે. સીબીઆઈએ પણ ફાળવણીના મુદ્દે આચરાયેલી ગેરરીતી પર તપાસ કરીને સીબીઆઈએ પ્રકાશ પાડવો જોઈએ. 2-G કૌભાંડમાં કર્યું હતું એમ સમગ્ર સિસ્ટમ પર દોષારોપણ કરવાની ભૂલ ના કરવી જોઈએ. જ્યારે દરેક વસ્તુની સમિક્ષા થઈ શકે છે ત્યારે નિર્ણય લેવાની શક્તિ જ કુંઠીત થઈ જાય તેવું ના કરવું જોઈએ. હું રાજકારણને સમજું છું, પરંતુ અટપટી સ્થિતિના પગલે ઊભી થયેલી મૂંઝવણો અંગે ઉહાપોહ ના કરવો જોઈએ.

 

રાજકીય વોરમાં ભવિષ્ય માટે કેટલીક વસ્તુઓ સાચી-ખોટી હોઈ શકે છે. સંસદની કાર્યવાહી ઠપ્પ કરી દેવી એ કંઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ આવું થઈ ચૂક્યું છે. સમાચાર માધ્યમોના જણાવ્યા અનુસાર જેમણે કાયદાનો ભંગ કર્યો છે તેની સામે સીબીઆઈ ગુનાખોરીના આરોપો ઘડી રહી છે.

 

હકીકત તો એ છે કે કોલસા મંત્રાલયના કેટલાક અધિકારીઓ અને કેટલાક વીવીઆઈપીઓ તેમજ વીઆઈપીઓએ મારફતે કોલસાની ખાણોની ફાળવણી કરાઈ છે. યુપીએ સરકારની આ મુદ્દે જવાબદારી નક્કી થતી નથી. ટીવી માધ્યમોમાં કોલસા પ્રધાનોના સંબંધમાં છે તેવા લોકો પર કોલસાના બ્લોક અંગે આક્ષેપો થતા આવ્યા છે તે લાંબા સમય સુધી ધોવાય તેમ નથી. આજની સ્થિતિ એ છે કે કશું છુપું રહેતું નથી સમાચાર માધ્યમો બધું શોધી લે છે.

 

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે. કોંગ્રેસ અહીં પોઝીટીવ પગલાં ભરી રહી છે. વિરભદ્રસિંહને પ્રદેશ કોંગ્રેસના વડા બનાવ્યા છે. જો કોંગ્રેસ વિધાનસભાનો જંગ જીતશે તો વીરભદ્રને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની કશ્મકશ રહેવાની છે. મુખ્ય પ્રધાન પી.કે. ધુમલે સારી કામગીરી કરી છે પણ તે એન્ટી-ઈન્કમબન્સીનો સામનો કરી રહ્યા છે. બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની તીવ્ર સ્પર્ધામાં મને લાગે છે કે કોંગ્રેસ પાતળી બહુમતી મેળવશે. આ ચૂંટણીઓમાં અસરકારક પોલીટીકલ મેનેજમેન્ટ જોવા મળશે. અહીં દિલ્હીના મુખ્ય પ્રધાન શિલા દીક્ષીતનો ઉપયોગ કરવાનો નિર્ણય યોગ્ય છે. હવે ભાજપે પક્ષમાં રહેલી હુંસા-તુશી અને આંતરીક બળવાની સ્થિતિને નીવારવી પડશે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન શાંતાકુમાર હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સંપર્કમાં રહી ચૂંટણી વ્યૂરચના ઘડી રહ્યા છે.

 

હું જોઈ રહ્યો છું કે ગુજરાતમાં એન્ટી ઈન્કમબન્સી ટ્રેન્ડ હોવા છતાં અને ઉપલબ્ધ તમામ ગણત્રીઓ ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી આસાનીથી માર્જીન સાથે જીતી જશે. ગુજરાતમાં ચૂંટણીઓની તૈયારી ચાલે છે. અમદાવાદમાં ૨૦૦૨ના હુલ્લડો દરમ્યાન નરોડા પાટીયા સ્થળે ૯૭ લોકો માર્યા ગયા હતા. તે કેસમાં ભૂતપૂર્વ પ્રધાન સહિત ૩૨ લોકોને સજા ફરમાવતો ચુકાદો આવકાર્ય છે. આ કેસમાં પ્રથમવાર ભાજપના વિધાનસભ્યને સજા કરાઈ છે. આ કેસ જોતાં એમ લાગે છે કે ગુજરાતમાં ન્યાયતંત્ર છે.

 

હુલ્લડના કેસો ગંભીર મુદ્દા છે તેમાં ગુનેગારોને સજા થવી જોઈએ તેમને બચાવવા ના જોઈએ, રાજકારણ તો સતત ચાલ્યા કરવાનું છે. ગુજરાતમાં મતોનું ્ધુવીકરણ થઈ રહ્યું છે. આ ચુકાદાની અસર દેશભરમાં થશે. જો કે હિંસાચારમાં જેમણે પોતાના સગા-સંબંધીઓ ગુમાવ્યા છે તેમના માટેતો આ સજા ઘણી ઓછી છે.

 

કોંગ્રેસ અને સેક્યુલર ફૂન્ટ નરેન્દ્ર મોદી પર સતત આક્ષેપોના હુમલા કરી રહ્યું છે જ્યારે ભાજપ તેના સ્ટાર પરફોર્મરનો બચાવ કરી રહ્યું છે. ઘણાં ભવિષ્ય માટે વોટબેંકને ધ્યાનમાં રાખીને ચૂપ બેઠા છે.

 

આસામમાં હુલ્લડો થયા ત્યારે ગુજરાતમાં થયેલા હુલ્લડોના ઉલ્લેખ થતો જોવા મળ્યો હતો જ્યારે ૨૬/૧૧ ના સંદર્ભે અજમલ કસાબને ફાંસી કાયમ રાખતો ચુકાદાની પણ રાજકીય ભાવિ પર અસર પડશે. દરેક પક્ષે આ હત્યારા અંગેના ચુકાદાને આવકાર્યો છે. હજુ તેને પાસે રાષ્ટ્રપતિને દયાની અરજીનો માર્ગ ખુલ્લો છે. ૨૬/૧૧ ના હુમલાનો આઈડયા પાકિસ્તાનમાં ઘડાયો હોઈ અજમલ કસાબને ફાંસીની પ્રત્યાઘાત નેગેટીવ રીતે આપે છે.

 

સખત વરસાદના કારણે હજારો લોકો ટ્રાફીકમાં અટવાઈ જાય છે. કોઈને આ વિશે બહુ ફરિયાદ નથી કેમ કે આ 'પ્રવાહી સોનું' વરસી રહ્યું છે આશા રાખીએ કે તે વરસવાનું ચાલુ રાખે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 

 

 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved