Last Update : 11-September-2012, Tuesday

 

શાકાહારી પહેલવાનની સિધ્ધિ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

લંડન ઓલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીતીને આવેલા કુશ્તીબાજ સુશીલકુમારને પત્રકારે સવાલ કર્યો કે ઓલિમ્પિક સ્પર્ધામાં તે હરીફ કુશ્તીબાજનો કાન કરડી ખાધો હતો? ત્યારે સુશીલકુમારે હસીને જવાબ આપ્યો હતો કે 'ના, હું તો શાકાહારી છું, કાન ખાતો નથી.' સુશીલકુમાર મેડલ જીતીને સ્વગૃહે પાછો ફર્યો ત્યારે ગામવાસીઓએ એનું જોરદાર સ્વાગત કર્યું હતું. બન્ને સુશીલકુમાર માટે હોમ સ્વીટ હોમ વાક્ય સાચુ પડયું. એક સુશીલકુમાર (શિંદે)ને હોમ મિનિસ્ટરનો હોદ્દો મળ્યો અને બીજા સુશીલકુમાર એટલે કુશ્તીબાજને હોમ-કમિંગ વખતે જબરજસ્ત આવકાર મળ્યો. ગામવાસીઓએ વાજતેગાજતે સ્વાગત કર્યું એટલું જ નહીં આ શાકાહારી શૂરવીર સેહત જાળવી શકે માટે ૧૦૦ કિલો ચોખ્ખું ઘી આપ્યું અને બે ભેંસની ભાવભીની ભેટ આપી. ભેંસનું દૂધ પીશે અને ઘીના લોંદા મારશે આ શાકાહારી. એ તો કહે છે ને બારી બારી સબકી બારી શાકાહારી સામે દુનિયા હારી...

 

બાબુલ કી દુવાએ લેતી જા, થોડે પૈસે દેતી જા

 

મિલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા... આ ગીત હરયિણાના હિસાર પ્રાંતમાં જરા ફેરવીને ગાવાની નોબત આવી છે મિલે સ-સૂર મેરા તુમ્હારા તો સંસાર બને હમારા... કારણ હિસારમાં પરણવાલાયક યુવકોની સંખ્યાની સરખામણીએ કન્યાઓની સંખ્યા ઓછી હોવાથી પરપ્રાંતની કન્યાઓની આયાત વધવા માંડી છે. અમુક કિસ્સામાં તો ગરીબ ઘરની કન્યાના મા-બાપને સારી એવી રકમ ચૂકવીને પણ યુવકોને આ વાંઢાજનક સ્થિતિમાંથી મુક્ત કરવા માટે પરપ્રાંતીય સાથે પરણાવવામાં આવે છે. ૨૦૧૦થી ૨૦૧૧ દરમિયાન હિસાર જિલ્લામાં લગભગ છ હજાર લગ્નો લેવાયા હતા. આમાંથી ૪૨૩ યુવકોને હરિયાણામાં દુલ્હન ન મળતા બહારના રાજ્યોમાંથી કન્યાઓને લાવીને પરણાવવામાં આવ્યાં હતાં. આ યુવતીો આસામના બોરીગાંવ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના ગરીબ પરિવારોમાંથી પસંદ કરવામાં આવી હતી. અગ્રોહા અને આદમપુર બ્લોકમાં તો બે કન્યાઓને રીતસર ખરીદીને લાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ગરીબ મા-બાપ પૈસાના બદલામાં બેટીને વળાવતી વખતે હૈયા પર પથ્થર મૂકીને કન્યા-વિદાયનું ગીત ગાતા હશે બાબુલ કી દુવાએં લેતી જા... થોડે પૈસે દેતી જા... જા તુજકો સુખી સંસાર મિલે....

 

સર... સર... સર...

 

ટ્રેનોની ઉપર લખ્યું હોય છે અમદાવાદ-મુંબઈ-અમદાવાદ કે પછી મુંબઈ-પુણે-મુંબઈ... કંઈક એવું જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન મનમોહન સિંહના કિસ્સામાં બન્યું છે. મનમોહનસિંહને રિઝર્વ બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા ત્યારે તેઓ કેન્દ્રના પ્રધાન પ્રણવ મુખરજીને માનપૂર્વક સર કહેતા હતા. કાળક્રમે મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા અને પ્રણવદાને સિંહની કેબિનેટમાં મહત્ત્વનું સ્થાન અપાયું. ત્યારે પ્રણવદા મનમોહનસિંહને આદરપૂર્વક સર તરીકે સંબોધવા લાગ્યા. હવે જ્યારે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન થયા છે ત્યારે પીએમએમને સર કહીને માન આપે છે. સર-સર-સરરની આ કેવી સરસરાટી? સર મનમોહન સિંહની સાદગી માટે કહેવાય છે કે જ્યારે રાજ્યસભાના મેમ્બર બન્યા ત્યારે પણ શોફર હિવન કારમાં પાર્લમેન્ટમાં ન આવતા. સર પોતે જ કાર ચલાવીને આવતા. પહેલાં સર કાર ચલાવતા અને હવે સર-કાર ચલાવે છે, જોકે કોઈ બેકસીટ ડ્રાઇવિંગ કરે છે એ જુદી વાત છે. કાર હોય કે સરકાર, ક્યારેક ખોટકો આવે જ છે. જેની કામગીરીની અસર વર્તાય એ ખરી સરકાર, બાકી અ-સરકાર.

 

ઉદર અને ઉંદર શબ્દમાં ફરક કેટલો?

 

માતાના ઉદરમાં નવ નવ મહિના સચવાયા પછી અવતરેલા બાળકનો ઊંદર ભોગ લે ત્યારે આ સમાચાર જાણીને ભલભલાના રૃંવાડા ઊભા થઈ જાય. ઉદર અને ઊંદર બસ એક અનુસ્વારનો જ ફરક છે એવું ભલે કોઈ કહે. પણ માતાના ઊદરમાંથી જન્મીને જીવન ધારણ કરી ચૂકેલા બાળકનો બારમા દિવસે ઊંદરે જીવ લીધો એ અરેરાટીપૂર્ણ ઘટના કોઈ નાનકડા ગામડામાં નહીં પણ તામિલનાડુની રાજધાની ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં બની. ૧૫મી ઑગસ્ટે બાળકનો જન્મ થયો અને ૨૬મી ઑગસ્ટે હોસ્પિટલમાં ફરતા ઊંદરોએ કરડી ખાતા તેનું મોત થયું.

 

આ ઘટનાને લીધે ભારે ઊહાપોહ મચતા મુખ્ય પ્રધાન જયલલિતાની સરકારે તત્કાલ પગલાં લઈને હોસ્પિટલના બે ડૉક્ટરો સહિત નવ કર્મચારીને ગડગડિયું તો આપ્યું પણ જેણે પેટના જણ્યા બાળકને ગુમાવ્યું એ મા અને બાપની શું દશા થઈ હશે? ઊદર અને ઊંદરમાં ફરક ફક્ત અનુસ્વારનો નહીં જીવન અને મરણનો છે.

 

કુલ-પતિ કેટલા?

 

યુનિવર્સિટીમાં એક કુલપતિ હોય છે. પણ દક્ષિણની એક દગાબાજ દુલ્હને છેલ્લા અગિયાર વર્ષમાં એક પછી એક પતિ સાથે લગ્ન કરીને ગાયબ થઈ જવાની ચાલને લીધે પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે કે આ બાઈના ટોટલ એટલે કે કુલ-પતિ કેટલા હશે? શાહજાન (નામ બદલ્યું છે) તરીકે ઓળખાતી આ લગ્ને લગ્ને કુંવારી સુંદરી પોતાના રૃપથી અને વાકછટાથી ભલભલા ભાઈડાઓને ભરમાવે છે. પરણે છે અને પછી લાગ જોઈને રોકડ અને ઝવેરાત તફડાવી રફુચક્કર થઈ જાય છે. અત્યાર સુધીમાં લગભગ પંદરેક મીઠા વગરના માટીડાઓ હિંમત કરીને ફરિયાદ કરવા આગળ આવ્યા છે. આમ તો એવું કહેવાય છે કે શાહજાને પચાસેક પતિદેવોને ફસાવી હાફ-સેન્ચુરી પૂરી કરી છે.

 

આ લલનાની મોહજાળમાં ફસાઈ અને ઘસાઈ ચૂકેલા મરદો ધીરે ધીરે આગળ આવી રહ્યાં છે. કહે છે કે શાહજાનના પહેલાં લગ્ન ૧૧ વર્ષ પહેલાં થયા હતા. એક બાળક પણ અવતર્યું. પણ પછી કેટલાય સાથે લગ્નેતર સંબંધની શંકાને લીધે પતિએ કાઢી મૂકી. બીજા લગ્ન સાઉથના જ એક ગામમાં થયા. એ લગ્ન પણ લાંબુ ન ટક્યા. શાહજાન સોનાના કેટલાય સિક્કા અને એક લાખ રોકડા તફડાવી નાસી ગઈ. પછી તો તેણે કેરળથી ચેન્નાઈ આવીને એક-કે - બાદ એક શાદીને ફૂલ ટાઈમ જોબ બનાવી દીધો. એક બેન્ક ઓફિસર, ફિલ્મોના આસિસ્ટન્ટ, ડાયરેક્ટર, ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત કૈંકને આ બલા ફસાવી ચૂકી છે. મૂરખ બનેલા એક-બે પતિ પાસે તો રિસેપ્શનમાં લીધેલા ફોટોગ્રાફસના આલબમ પણ છે. ફોટા જોઈને પોતાની મૂર્ખાઈ પર આંસુ સારે છે. સામાન્ય રીતે કન્યા પરણવાલાયક થાય ત્યારે મા-બાપ તેના માટે લાયક વર શોધવા નીકળે છે. પણ આ અજબ કિસ્સામાં તો એક કન્યાને ગોતવા પંદર પતિ અને પોલીસ દોડધામ કરી રહી છે. 'સરસ્વતીચંદ્ર'નું ગીત છેને 'મેં તો ભૂલ અલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લાગે...' એ જ ગીત આ પતિપ્રેમી નહીં સંપત્તિપ્રેમી દુલ્હન જુદી રીતે ગાતી હશે 'મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ રૃ-પિયા કા વર પ્યારા લાગે...

 

પંચ-વાણી

 

નદીનું મૂળ અને સાધુનું કુળ ન પૂછાય એ કહેવત સાંભળીને વિચાર આવ્યો કે આ દેશના રાજનેતાઓ એક જ કુળના છે, ક્યુ ખબર છે? પ્રતિ-કુળ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 

 

 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved