Last Update : 11-September-2012, Tuesday

 

ફાઇનલમાં સેરેનાનો ૬-૨, ૨-૬, ૭-૫થી વિજય
એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન

સેરેના કારકિર્દીનું ૧૫મું ગ્રાન્ડ સ્લેમ અને ચોથું યુએસ ઓપન ટાઇટલ જીતી

ન્યુ યોર્ક,તા.૧૦
અમેરિકાની સેરેના વિલિયમ્સે ફાઇનલમાં વર્લ્ડ નંબર વન બેલારુસીય ખેલાડી એઝારેન્કાને ૬-૨, ૨-૬ ૭-૫થી હરાવીને યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતુ. સેરેનાએ આ સાથે કારકિર્દીનું ૧૫મું ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે ફ્લશિંગ મેડોવ્સ ખાતે તે ચોથી વખત ચેમ્પિયન બની હતી. સેરેનાનું આ સતત ત્રીજુ મેજર ટાઇટલ છે. અગાઉ તે વિમ્બલ્ડન અને ત્યાર બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.
૩૦ વર્ષીય સેરેનાએ ભારે આત્મવિશ્વાસ અને ક્યારેય હાર ન માનવાના તેના મિજાજનો પરિચય આપતાં એઝારેન્કાને કારકિર્દીના બીજા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલથી વંચિત રાખી હતી. સેરેનાએ પ્રથમ સેટ આસાનીથી જીતી લીધો હતો. જ્યારે એઝારેન્કાએ વળતો હુમલો કરતાં વિજય મેળવ્યો હતો. ત્રીજા અને નિર્ણાયક સેટમાં એઝારેન્કાએ જોરદાર દેખાવ કરતાં ૫-૩થી મહત્વની સરસાઇ મેળવી લીધી હતી. જો કે હારની તરફ ધકેલાયેલી સેરેનાએ મક્કમ મનોબળ સાથે પુનરાગમન કર્યું હતુ અને ત્યાર બાદ સતત ચાર ગેમ જીતીને મેચની સાથે યાદગાર ટાઇટલ જીત્યું હતુ.
ફ્લશિંગ મેડોવ્સ ખાતે સેરેનાનું આ ટાઇટલ એટલા માટે મહત્વનું છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી અંહીની તેની ફાઇનલ વિવાદિત રહી હતી. વર્ષ ૨૦૦૯ની ફાઇનલમાં લાઇન વુમનને ધમકી આપવા તેમજ તેનું અપમાન કરવા બદલ સેરેનાને સજા થઇ હતી અને ક્લાઇસ્ટર્સને પેનલ્ટી પોઇન્ટ મળ્યો હતો, જે સાથે ક્લાઇસ્ટર્સ ચેમ્પિયન બની હતી. જ્યારે ગત વર્ષે અમ્પાયર ઇવા એસ્ડેરાકી તરફ નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યા બાદ સેરેનાનો ઓસ્ટ્રેલિયાની સ્ટોસુર સામે પરાજય થયો હતો. દરમિયાનમાં અગાઉ તે બીમારીને કારણે આશરે એક વર્ષ સુધી મેદાનથી બહાર રહી હતી અને તેની કારકિર્દી પુરી થઇ ગઇ હોવાનું મનાતું હતુ. જો કે તેણે જોરદાર પુનરાગમન કરીને સફળતા મેળવી હતી.
ન્યૂ યોર્કમાં ૧૭ વર્ષમાં પ્રથમ વખત વિમેન્સ સિંગલ્સની ફાઇનલ ત્રણ સેટ સુધી લંબાઇ હતી. છેલ્લા કેટલાક સમયમાં રમાયેલી વિમેન્સ સિંગલ્સની ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાંની આ એક યાદગાર મેચ હતી તેમ ટેનિસ વિવેચકો માની રહ્યા છે. ટાઇટલ જીત્યા બાદ સેરેનાએ કહ્યું કે, મારો આજનો વિજય યાદગાર રહ્યો હતો.
જીંદગીમાં ઘણી વખત મારી પડતી થઇ હતી પણ હું ફરી ઉભી થઇ હતી. જ્યારે જ્યારે તમે મોહમ્મદ અલી જેવા લેજન્ડસને જુઓ છો ત્યારે તમને તેમાંથી પ્રેરણા મળે છે. મને આસાન વિજય ગમત પણ જ્યારે મુકાબલો રોમાંચક બને છે અને તમને ખબર નથી હોતી કે કોણ જીતવાનું છે આવી પરિસ્થિતી બાદનો વિજય યાદગાર હોય છે.

વિમેન્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ

ક્રમ

      ખેલાડી

     દેશ  

ટાઇટલ

૧.

માર્ગારેટ કોર્ટ

ઓસ્ટ્રેલિયા

૨૪

૨.

સ્ટેફી ગ્રાફ

જર્મની

૨૨

૩.

હેલન વિલ્સ મૂડી

અમેરિકા

૧૯

૪.

ક્રિસ એવર્ટ

અમેરિકા

૧૮

૪.

માર્ટિના નવરાત્તીલોવા

અમેરિકા

૧૮

૬.

સેરેના વિલિયમ્સ

અમેરિકા

૧૫

૭.

બીલી જેન કિંગ

અમેરિકા

૧૨

૮.

મૌરિન કોનોલી બ્રિન્કેર

અમેરિકા

૦૯

૯.

મોનિકા સેલેસ

યુગોસ્લાવિયા

૦૯

૧૦.

સુઝાન લેન્ગલેન

ફ્રાન્સ

૦૮

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved