Last Update : 11-September-2012, Tuesday

 
 

ટી-૨૦ વર્લ્ડ કપ અગાઉ ભારતને મેચ-પ્રેક્ટિસની આખરી તક
આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

સાંજે ૭ વાગ્યાથી મેચ શરૃ થશે

 

ચેન્નઇમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતા ન્યુઝીલેન્ડને આશ્વાસનરૃપ વિજયની આશા

 

ચેન્નઇ,તા.૧૦
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે બીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-૨૦ રમાશે, જેમાં ચાહકોની સાથે ક્રિકેટ વિવેચકો અને દિગ્ગજોની નજર યુવરાજ સિંઘના પુનરાગમન પર રહેશે. કેન્સર સામેની જંગ જીત્યા બાદ યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી રહ્યો છે. બે દિવસ અગાઉ વિશાખાપટ્ટનમ ખાતે રમાનારી મેચ વરસાદને કારણે પડતી મુકવામાં આવી હતી, જે પછી આવતીકાલની મેચ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ અગાઉની ભારતની આખરી આંતરરાષ્ટ્રીય મેચ છે.
ચેન્નઇમાં રમાનારી ટ્વેન્ટી-૨૦ આવતીકાલે સાંજે ૭ વાગ્યાથી શરૃ થશે. જો કે વિશાખાપટ્ટનમની જેમ ચેન્નઇમાં પણ ભારે વરસાદ ક્રિકેટરો અને ચાહકોની મજા બગાડી શકે છે. ભારતીય ટીમ તો મેદાન પર વિજયી દેખાવ કરવા માટે તૈયાર છે. જ્યારે હરિફ ન્યુઝીલેન્ડની ટીમ પણ જીત મેળવીને ભારતના પ્રવાસનો પોઝિટીવ અંત આણવા માટે તૈયારી કરી રહી છે.
ન્યુઝીલેન્ડને બંને ટેસ્ટમેચ ગુમાવવી પડી હતી, જ્યારે પ્રથમ ટ્વેન્ટી-૨૦ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. હવે તેઓ ભારત પ્રવાસમાં એક વિજય નોંધાવીને ટી-૨૦ વર્લ્ડ કપ અગાઉ તેમનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે.
યુવરાજને રમતો જોવા માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતને વર્લ્ડ કપમાં વિજય અપાવવામાં નિર્ણાયક ભુમિકા ભજવનારો યુવરાજ પણ પોતાના પુનરાગમન માટે આતુર છે. તેની સાથે સાથે ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંઘની કારકિર્દીની નવી લાઇફલાઇન મળી છે.
લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવેલા હરભજનને આશ્ચર્યજનક રીતે પાછો બોલાવવામાં આવ્યો છે. તે પણ પોતાનો દેખાવ સુધારીને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે અશ્વિન સાથે સ્પર્ધા કરવા તૈયાર છે.
ટ્વેન્ટી-૨૦ના રેકોર્ડને જોઇએ તો ન્યુઝીલેન્ડ ભારત કરતાં ચડિયાતું છે. પ્રવાસી ટીમ ભારત સામેની ત્રણેય ટ્વેન્ટી-૨૦ મેચ જીતી ચુકી છે. જો કે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ સાથે મળેલા પરાજય બાદ ન્યુઝીલેન્ડને આવતીકાલની મેચમાં જીતવા માટે ફેવરિટ ગણાવી શકાય નહીં.
કેપ્ટન ધોની આવતીકાલની મેચમાં યુવરાજ અને હરભજનને અજમાવશે તે લગભગ નિશ્ચિત લાગે છે. જ્યારે ઇનફોર્મ કોહલીને વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ અગાઉ મેચ પ્રેક્ટિસની વધુ એક તક મળશે. રૈનાના દેખાવ પર પણ બધાની નજર રહેશે.
સેહવાગ અને ગંભીરની ઓપનીંગ જોડી છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ છે અને તેઓને પણ આવતીકાલની મેચમાં મોટો સ્કોર કરવાની તક છે. ઓલરાઉન્ડર પઠાણે શ્રીલંકાના પ્રવાસમાં જોરદાર દેખાવ કરતાં ફોર્મ મેળવ્યું હતુ. એલ.બાલાજી પણ લાબા બ્રેક બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
જો કે આવતીકાલની મેચમાં તેને તક અપાય તેવી શક્યતા ખુબ જ ઓછી છે.
બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ વેટોરી અને ઓરમની હાજરીને કારણે વધુ મજબુત બની છે. કેપ્ટન રોસ ટેલરે કહ્યું કે, બંને સિનિયરોના આગમનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. ન્યુઝીલેન્ડની બોલિંગ મજબુત છે પણ તેમના બેટ્સમેનોએ સ્કોર કરવા માટે મહેનત કરવી પડશે. ખાસ કરીને ભારતીય સ્પિનરો સામે તેઓ લાચાર લાગતા હતા.
પ્રવાસી ટીમને તેમના વિસ્ફોટક ઓપનર બ્રેન્ડન મેક્યુલમ પાસેથી પણ લડાયક દેખાવની આશા છે. ગપ્ટિલ, વિલિયમસન તેમજ ઓલરાઉન્ડર ફ્રેન્કલીન પર પણ ટીમનો મદાર રહેશે.
ભારત (સંભવિત) ઃ સેહવાગ, ગંભીર, કોહલી, રૈના, યુવરાજ, રોહિત શર્મા, ધોની (કેપ્ટન), ઇરફાન, હરભજન, ઝહીર, ડિન્ડા.
ન્યુઝીલેન્ડ (સંભવિત) ઃ ગપ્ટિલ, બી.મેકુલમ, ટેલર (કેપ્ટન), વિલિયમસન, નિકોલ, ઓરમ, વેટોરી, ફ્રેન્કલીન, બ્રેસવેલ, સાઉથી, મિલ્સ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved