Last Update : 11-September-2012, Tuesday

 
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ત્વચામાંથી શુક્રાણુઓ બનાવવાની શોધથી નપુંસકતા નિવારનારી ગોળી અને ગર્ભનિરોધકો શોધી શકવાની આશા

લંડન,તા.૧૦
પ્રજનન-ક્ષમતાથી વંચિત પુરુષો માટે અમેરિકાના વિજ્ઞાાનીઓએ માનવીની ત્વચામાંથી પ્રાથમિક તબક્કાના શુક્રાણુઓની શોધ કરીને સંતાન ઝંખતા પુરુષો માટે એક આશાસ્પદ રોશની રેલાવી છે. ઉપરાંત આ શોધ બાળપણમાં કેન્સરનો ભોગ બનેલાને પણ મદદરૃપ નીવડશે.
પુરુષની પ્રજનનક્ષમતાની જટિલ સમસ્યાઓ ઉકેલતી આ ક્રાંતિકારી શોધને પરિણામે નપુંસકતા(ઈન્ફર્ટિલિટી)ને નિવારનારી ચમત્કારિક ગોળી અને નવા ગર્ભનિરોધકો પણ શોધી શકાશે, એમ વિજ્ઞાાનીઓએ જણાવ્યું છે.
આ પ્રકારના શુક્રાણુઓના અભ્યાસ માટે વિજ્ઞાાનીઓએ ચામડીના કોષોની બાયોલોજિકલ ક્લોક(જૈવિક ઘડિયાળ)ને ઊંધી ગતિએ ચલાવવા માટે રસાયણોના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો અને ત્વચાકોષોને ગર્ભમાંના સ્ટેમ-સેલ્સના કાચીંડાની જેમ બદલાતા રંગો જેવા કોષોમાં પલટાવ્યા હતા. ત્યારપછી વિજ્ઞાાનીઓએ પોષક તત્ત્વોના મિશ્રણથી ત્વચાકોષોને ગોળ કોષોમાં વિકસાવ્યા હતા. જે પરિપક્વ શુક્રાણુઓથી થોડાક જ જુદા લાગતા હતા અને જિનેટિકલી નોર્મલ દેખાતા હતા. પિટ્સબર્ગ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનની ટીમનું નેતૃત્વ કરતા ડો.જેમ્સ ઈસ્લે કહે છે કે તેમણે શુક્રાણુનો વિકાસના એક સૌૈથી મુશ્કેલ મુકામનો પાર કર્યો છે. આનો અર્થ એ થાય કે કોષના વિકાસની પ્રક્રિયા બદલાવવાથી હવે પછીનો 'લાંબા કોષો'નો તબક્કો સહેલાઈથી હાંસલ કરી શકાશે, જેનાથી બીજાંડમાંથી પ્રજનન થઈ શકશે.
જોકે આ ટેકનિકનો દવાખાનાંમાં ઉપયોગ કરવામાં હજી ઘણાં વરસો લાગી જશે. ઉપરાંત વિજ્ઞાાન સામે હજી આ શોધના ઉપયોગના નૈતિક પડકારો પણ ઊભા છે. આવી શોધના ટીકાકારો એવી દલીલ કરે છે કે જીવનનું બંધારણ ઘડનારા કુદરતી કોષો સાથે ચેડાં કરવાં ખોટાં છે અને ભવિષ્યમાં સદંતર કૃત્રિમ સાધનોથી બાળકો પેદા કરવા સામે પણ તેમણે ચેતવણી આપી છે. વિજ્ઞાાનીઓએ ગર્ભમાંથી ચૂંટેલા તાજા સ્ટેમ-સેલ, જે માસ્ટર સેલ તરીકે ઓળખાય છે, તેમને ધીમે ધીમે ગોઠવીને શુક્રાણુઓમાં ફેરવવામાં ક્યારની સફળતા મેળવી લીધી છે. જોકે શરૃઆતરૃપે ચામડીનો ઉપયોગ કરવાનું નૈતિક દ્રષ્ટિએ વધુ સ્વીકાર્ય બની રહેશે, કેમકે તેનાથી શુક્રાણુઓમાં પુુરુષના જીન્સ હશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved