Last Update : 11-September-2012, Tuesday

 

બ્રિટનના કિશોરે પેરાશૂટ ધરાવતા ફુગ્ગા દ્વારા અવકાશમાં કેમેરો મોકલ્યો

માત્ર ૨૦૦ પાઇન્ડના ખર્ચે ૧૯ વર્ષીય કુડવર્થે પૃથ્વીના અદ્ભૂત ફોટા મેળવ્યા

લંડન, તા. ૧૦
પૃથ્વીના ફોટા પાડવા માટે નાસા ભલે કરોડોનો ખર્ચ કરતી હોય પરંતુ બ્રિટનમાં એક કિશોરે પેરાશૂટ ધરાવતા ફુગ્ગા દ્વારા ૩૦ પાઉન્ડ(આશરે ૨૬૬૨ રૃપિયા)ની કીંમત ધરાવતું એક સેકન્ડ હેંડ કેમેરો અવકાશમાં છોડી પૃથ્વીના અદ્ભૂત ફોટા મેળવ્યા છે.
આ ફોટા જોઇને એવુ લાગેે છે કે આ ફોટા કરોડો રૃપિયાના નાસા સેટેલાઇટ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા ફોટા છે પરંતુ એડમ કુડવર્ડને ફક્ત એક ફુગ્ગા તથા પોતાના સેકન્ડ હેંડ કેમેરા દ્વારા આ અદ્ભૂત ફોટા મેળવવામાં સફળતા મળી છે.
ડેલી ટેલિગ્રાફમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર ૧૯ વર્ષીય કુડવર્થ પાસે ભૌતિકશાસ્ત્રનું એ લેવલનું જ જ્ઞાાન હોવા છતાં તેણે ૩૦૦ પાઉન્ડના બજેટમાં આ અદૂભૂત સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીએ પોતાના ઘરમાં બનાવેલા ડિવાઇસ પાછળ ૪૦ કલાકનો સમય આપ્યો હતો.
જીપીએસ, રેડિયો અને માઇક્રોપ્રોસેસર ધરાવતુ આ ડિવાઇસ ૧,૧૦,૨૧૦ ફૂટ(૩૩,૫૯૨ મીટર)ની ઉંચાઇ સુધી પહોંચી શક્યું હતું. આ ડિવાઇસને ગયા ગુરૃવારે ફુગ્ગાની મદદથી છોડવામાં આવ્યું હતું. ૨૦ માઇલની ઉંચાઇએ પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિઅરમાં પંહોચતા આ ડિવાઇસને અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો.
કુડવર્થે આ ડિવાઇસની પ્રગતિ જાણવા માટે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ કર્યો હતો તથા ૧૫૦એમપીએચની ઝડપ ધરાવતુ આ ડિવાઇસ પૃથ્વી પર ક્યારે પરત આવશે તે માટે રેડિયો ટ્રાન્સમિટરનો ઉપયોગ કર્યો હતો.
ઓમ્બર્સલે વોર્સેસ્ટરશાયરના રહેવાસી કુડવર્થે જણાવ્યું હતું કે મારો આ શોખ હતો. હું મારી જાત સામે પડકાર ફેંકવા માંગતો હતો. હું ફોટા જોઇને આશ્ચયચકિત થઇ ગયો હતો. મે બે વર્ષ અગાઉ એક છોકરાને આવો જ પ્રયોગ કરતા જોયો હતો. હું આ પ્રયોગ વધુ સારી રીતે કરવા માંગતો હતો. મારી પાસે એસ્ટ્રોફિઝિક્સનું કોઇ જ્ઞાાન નથી હું માત્ર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું.
કુડવર્થે ઇન્સ્યુલેટેડ બોક્સમાં સેકન્ડ હેંડ કેમેરા, નાનો વિડિયો કેમેરો, બે તાપમાન સેન્સર્સ, બે શકિતશાળી સોલર પેનલસ ટ્રેકિંગ ડિવાઇસ, માઇક્રોપ્રોસેસર અને રેડીયોે મૂક્યા હતાં. તેણે આ બોક્સને પેરાશૂટ સાથેના બે મીટરના લેટેક્ષ બલૂન સાથે જોડી દીધો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved