Last Update : 11-September-2012, Tuesday

 

યુપીના ચંદોથી શહેરમાં ૮,૦૦૦ ગાય છે, એક પણ રોડ પર રખડતી નથી

દરેક ઘરના આંગણામાં ગાય ખૂંટે બાંધેલી, ભૂરાંટા સાંઢ પશુ દવાખાનામાં, ભેંસો તબેલામાં હોય છેઃ ડેરીનુ દૂધ કોઈ ખરીદતું નથી

(પ્રતિનિધિ દ્વારા) વડોદરા,સોમવાર
આપણા દેશમાં એક શહેર એવુ પણ છે,જયાં તમને કયાંય એક પણ ગાય રોડ પર રખડતી જોવા નહીં મળે અને આખા શહેરમાં મોટાભાગના મકાનોના આંગણાંમાં ગાય ખુંટે બાંધેલી ચોકકસ દેખાય છે. ગાય રોડ પર રખડતી નહી મળવાના કારણે એકતરફ અનેક ફાયદા પણ હોવાનુ શહેરીજનો જણાવે છે,ત્યારે બીજી તરફ શ્રધ્ધાળુઓને જેઓનો હિન્દુ ધર્મ પરંપરા મુજબ ભોજન ગ્રહણ કરતા અગાઉ ગાયને રોટલી ખવડાવવાનો શિરસ્તો છે,તેઓને રોજ ગાય શોધવા જવુ પડતું હોઈ હવે ગાય ખરીદીનેપોતાના ઘરઆંગણે બાંધી રાખવી પડે છે, અને આખા શહેરમાં રોડ પર માત્ર સાંઢીયા (આખલા અને પાડા) ભૂરાંટા થઈ રખડતા જોવા મળે છે.
ઉતરપ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લાના ચંદોથી શહેરના ચંદ્રમોહન શર્મા કહે છે કે અમારા વતન ચંદોથી શહેરમાં લગભગ બે લાખથી વધુ પરિવારોના મકાનો આવેલા છે.તાલુકામાં કયાંય એપાર્ટમેન્ટ નથી. લગભગ ૮ હજારથી વધુ ગાય શહેરભરમા છે. સમગ્ર ભારતમાં ઈજમેટ (મેન્થોલ) ના ફુલની ખેતી ચંદોથી તાલુકાની સીમમાં થાય છે. અને ત્યાંથી પ્રોસેસ કરેલી ઈજમેટ દેશ-વિદેશમાં સપ્લાય કરાય છે. ચંદોથી શહેરમાં રહેતા લોકો સ્વયંસ્ફુરણાથી રોડ પર ગાય રખડવા માટે છુટી મુકતા નથી. આશ્ચર્યની વાત એ છે કે ઉતરપ્રદેશ રાજ્યની પરાગ ડેરીનું દૂધ છેક આગ્રા બરેલી અને મુરાદાબાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પહોચાડાય છે. પરંતુ માત્ર ચંદોથી શહેર એક એવુ શહેર છે, જયાં રહેનારો વર્ગે ડેરીનું દૂધ ખરીદતો નથી. આ શહેરમાં ભૂતકાળમાં એક વેપારીએ દૂધનું કેન્દ્ર શરૃ કરવાનુ સાહસ કર્યુ હતુ. પણ પ્રથમ દિવસે જ સમેટી લેવુ પડયુ હતું.
મુળ ચંદોથીના હાલ વડોદરાના મદનઝાંપા વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય મનમોહન શર્મા કહે છે કે ચંદોથી રેલવે સ્ટેશન સામે ૧૯૩૨ના વર્ષમા તેઓના દાદાએ નિર્માણ કરેલુ સત્યનારાયણ ભગવાનનુ મંદિર આવેલુ છે. લગભગ દોઢ દાયકા બાદ પ્રથમવાર તેઓ તાજેતરમાં વતન ગયા હતા. ત્યારે તેઓએ નોંધ્યુ કે મંદિરમાં દર્શન કરવા આવતા ભકતોને ગૌ માતાને ભોજન કરાવવા માટે ગાય શોધવા ઠેર-ઠેર ભટકવુ પડતુ હતું, આ વાત જાણી ને આશ્ચર્ય અનુભવતા મનમોહનભાઈએ નોંધ્યુ કે મોટાભાગના ઘરોના આંગણે ગાય બાંધેલી હતી. ગાય શોધવા છતાં પણ નહી મળતા લોકો ગાય ખરીદતા થયા છે.મનમોહનભાઈએ પણ મંદીર માટે ગાય ખરીદવી પડી હતી.
ચંદોથી શહેરમાં એકતરફ ગાય કે ભેંસ રોડ પર રખડતા મુકવામાં આવતા નથી અનેે તે કારણે સાંઢ પણ ભૂરાંટા બને છે,તેથી તેને પશુ દવાખાને રાખવામાં આવે છે, જયાં ગાયને ગર્ભાધાન માટે તબીબોની સેવા અને માર્ગદર્શનનો આગ્રહ ગાય ના માલિકો રાખતા થયા છે. ચંદોથી શહેરમાં વધુ ફેટનું ભેંસનુ દૂધ મેળવવા માટે વેપારીઓ અને ગૃહિણીઓએ તબેલાવાળાને ત્યાં જવુ પડે છે.
ચંદોથી શહેરમાં ભેંસો પણ તબેલામાં બાંધેલી રખાય છે. કોઈ પશુપાલક દૂધ મંડળી ને આપતા નથી. વેપારી હોય કે ગૃહિણી ભેંસનુ દૂધ ખરીદવા માટે જાતે તબેલા પર વાસણ લઈ જવુ પડે છે અને દૂધ માત્ર સવાર અને સાંજે જ મળે છે. તબેલા ધારકો બપોરે દૂધ વેચતા નથી.દૂધની કિંમત લીટરે ૩૦ રૃપિયા છે. અને ગાય સારી ઓલાદની ૨૭ હજારમા વેચાય છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved