Last Update : 11-September-2012, Tuesday

 

ગુજરાતની આગામી ચૂંટણી રસાકસીપૂર્ણ રહેશે
ગુજરાતમાં નીતીશનો પક્ષ- શિવસેના ચૂંટણી લડશે

વિધાનસભાની ૧૮૨ પૈકી ૧૦૦ બેઠકો પર જદ(યૂ) લડવા વકી નીતીશકુમાર તથા શરદ યાદવ ગુજરાતમાં પ્રચાર કરશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦
બિહારમાં ભાજપ સાથે મળી સરકાર ચલાવતા જનતા દળ(યૂ)એ નરેન્દ્ર મોદી સાથેના મતભેદને આગળ વધારતા એકલા હાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર કે જેમના મોદી સાથેના મતભેદો જાણીતા છે તેઓ ગુજરાતમાં જદ(યૂ) ઉમેદવારો માટે પ્રચાર કરશે. જદ(યૂ) પ્રમુખ શરદ યાદવ પણ પ્રચાર માટે ગુજરાત આવશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. શિવસેનાઅ પણ આજે જણાવ્યું હતું કે ભાજપ શાસિત ગુજરાત રાજયની વિધાનસભા ચૂંટણીમાં તે પોતાના ઉમેદવારો ઉભા રાખશે. કેન્દ્ર સ્તરે એનડીએ નામના મોરચામાં ભાજપના વડપણ હેઠળના સાથી પક્ષો જનતા દળ (યુ) અને શિવસેના સામાન્ય રીતે ગુજરાતમાં ચૂંટણી લડે જ છે પરંતુ નરેન્દ્ર મોદી અને નીતીશકુમારને ભાવી વડાપ્રધાનના હરીફ તરીકે જોવામાં આવે છે. તેમજ નીતીશકુમાર પોતે ગુજરાતમાં પ્રવાસ કરવા આવવાના છે તથા શિવસેનાના બાલ ઠાકરેએ ભાવી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના બદલે સુષમા સ્વરાજનું નામ સૂચવ્યું છે. વળી કેશુભાઇ પટેલ પણ સભાઓ ગજવી રહ્યા છે તથા કોંગ્રેસ પણ આ વખતે આકર્ષક વચનો સાથે આક્રમક મિજાજમાં છેતે જોતાં ગુજરાતની આગામી ચૂંટણી રસપ્રદ અને રસાકસી પૂર્ણ રહેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ સંબધમાં તૈયારીઓ કરા રહ્યા છે. જો કે તેમણે કેટલી બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવામાં આવશે તેની સ્પષ્ટતા કરી ન હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ પર નિશાન સાધતા રાઉતે જણાવ્યું હતું કે જયારે કોલ બ્લોક ફાળવણીની ફાઇલો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં રાજય કક્ષાના પ્રધાન હતા.
પક્ષની યોજના અંગે પત્રકારોને માહિતી આપતા જદ(યૂ) પ્રમુખ શરદ યાદવે જણાવ્યું હતું કે એનડીએમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. અમે ગુજરાત સિવાય ગમે તે રાજયમાં ભાજપ સાથે જોડાણ કરવાનો નિર્ણય કરી શકીએ છીએ.
ભાજપ શાસિત રાજયમાં જદ(યૂ) દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાથી એનડીએમાં મતભેદ હોવાની છાપ ઉભી થવા અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ શરદ યાદવ આપી રહ્યા હતા. ગુજરાતમાં જદ(યૂ) પ્રમુખ શરદ યાદવ અને બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમારના પ્રચારથી મોદી અને કુમાર વચ્ચેના સંબધો વધુ ખરાબ થશે.
શરદ યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં જદ(યૂ)એ ક્યારેય ભાજપ સાથે જોડાણ કર્યુ નથી. જ્યારે પત્રકારોએ શરદ યાદવને પૂછ્યુ કે અન્ય રાજ્યોેમાં ભાજપ સાથે જોડાણ કરવા તૈયાર જદ(યૂ) ગુજરાતમાં એકલા હાથે શા માટે ચૂંટણી લડશે? તો શરદ યાદવે આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી દીધુ હતું.
ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડવામાં આવશે તેની સ્પષ્ટતા શરદ યાદવ દ્વારા કરવામાં આવી ન હતી પરંતુ એવો અનુમાન છે કે પક્ષ ગુજરાતની કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડશે. જો કે યાદવે જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી ગુજરાતમાં ભાજપથી અલગ રહીને ચૂંટણી લડી રહ્યા છે. ઘણા રાજ્યોમાં અમે ભાજપ સાથે જોડાણ ધરાવીએ છીએ પરંતુ ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં એકલા હાથે લડીએ છીએ. ગુજરાતમાં અમે ભાજપ સાથે ક્યારેય જોડાણ કર્યુ નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved