Last Update : 11-September-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૧-૦૯-૨૦૧૨, મંગળવાર
અધિક ભાદરવા વદ દસમ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૭ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૯ ક. ૧૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- પુનર્વસુ રાત્રે ૩ ક. ૩૩ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- સિંહ, મંગળ- તુલા, બુધ- સિંહ, ગુરૃ- વૃષભ, શુક્ર- કર્ક, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ચંદ્ર - રાત્રે ૯ ક. ૧૩ મિ. સુધી મિથુન પછી કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.ભા/૨૦
માસ-તિથિ-વાર ઃ- અધિક ભાદરવા વદ દસમને મંગળવાર.
- વિષ્ટી ૧૧.૨૪ સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ સવ્વાલ માસનો ૨૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૫ રોજ આશીશવંધ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના ઉપરીવર્ગ, સહકાર્યવર્ગના તેમજ ધંધાના વ્યવહાર, સંબંધમાં, કામકાજમાં આજનો દિવસ વ્યસ્તતાવાળો રહે.

 

વૃષભ ઃ આકસ્મિક નોકરી-ધંધાનું કામ થાય. સામેથી આપને બોલાવવામાં આવે કે ફોન આવી જાય. આનંદ ઉત્સાહ રહે.

 

મિથુન ઃ આપના વિશિષ્ટ કામ અંગેના વિચારો એક પછી એક આવ્યા કરે પરંતુ અન્યના સહકારથી જ તમારું કામ ઉકેલાય.

 

કર્ક ઃ બેંકના કામમાં, નાણાંની લેવડદેવડમાં, સરકારી, કાનૂની પ્રશ્નમાં ચિંતા રહે. તમારા રોજીંદા કામમાં એકાગ્રતા રહે નહીં.

 

સિંહ ઃ નોકરી-ધંધાના કામમાં વધારો થાય. ધંધો-આવક હોય પરંતુ તમારા અંગત કામથી કે અન્યના કામથી ધંધો-આવક થાય.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામ અંગે માનસિક પરિતાપ રહે. ચિંતા રહે. આરામ મળે નહીં. હરિફવર્ગના કારણે ચિંતા-ઉચાટ જણાય.

 

તુલા ઃ ધર્મકાર્ય અંગે ખર્ચ થાય, કોઇને મળવાનું થાય. ચર્ચા-વિચારણા થાય. નોકરી-ધંધાનું કામ ઉત્સાહથી કરી શકો.

 

વૃશ્ચિક ઃ પોતાની કામગીરીમાં અન્યની ડખલગીરી, આડાઇ, બિમારીના કારણે રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તબિયત સાચવવી.

 

ધન ઃ નુકસાન થાય તેવો કોઇ નિર્ણય કરવો નહીં. સરકારી, રાજકીય, કાનૂની કામમાં વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.

 

મકર ઃ નોકરી-ધંધાનું વિલંબમાં પડેલ કામ પ્રગતિવાળું થતું જાય. ઉપરી અધિકારી, સહકાર્યકરને કારણે કામ હળવું થાય.

 

કુંભ ઃ શેરોની લે વેચમાં, પુત્રપૌત્રાદિકના કામમાં ખર્ચ થાય, કોઇને મળવાનું થાય. પરંતુ કામ ઉકેલાતું જાય.

 

મીન ઃ હૃદય-મનને શાંતિ જણાય નહીં. શારિરીક- માનસિક શ્રમ-થાક પોતાના સગા સંબંધી- મિત્રવર્ગ, પરિવારથી જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૧-૦૯-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. તમારી મનુષ્યસર્જીત ભૂલ, ઉતાવળ, લોભ-લાલચ, જીદ્-મુમત, ગુસ્સો, ઉશ્કેરાટ તમને નાણાંકીય કે અન્ય કોઇ નુકસાન કરી જાય. સારા સંબંધોમાં મનદુઃખ થાય.

 

* નોકરી-ધંધામાં તમારી ધીરજ, શાંતિ, પ્રમાણિકતા, સત્યનિષ્ઠા, નિયમીતતા તમને વર્ષના ઉત્તરાર્ધમાં લાભદાયી બની રહે. તમારા યશ-પદ-ધનમાં, સુખસંપત્તિમાં વધારો થાય.

 

* અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પુત્રપૌત્રાદિકને પરદેશ જવાની તક પ્રાપ્ત થાય કે વિદ્યાભ્યાસ માટે સ્થળાંતર થાય.

 

* સ્ત્રીવર્ગને વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે સાંસારીક, કૌટુંબીક પ્રશ્ને ચિંતા રહે. પરંતુ વર્ષના મધ્યભાગ પછી રાહત થતી જાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળ રહે.

 

સુપ્રભાતમ્

બ્રાહ્મણ, ક્ષત્રિય અને કુટુંબીજન -આ ત્રણને રાજા દ્રવ્યનો અધિકાર આપે તે યોગ્ય નથી. કારણ બ્રાહ્મણને ઘણું ધન મળ્યું હોય તો પણ તે ઘણું કષ્ટ કરીને ય છોડતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ન્યાયાધિશ છગને ચોર લલ્લુને પૂછ્યુ, ''તું બબ્બેવાર ચોરી કરતા પકડાયો પછી હવે શીખ્યો ને કે ચોરી કદી કરવી નહીં ?''
''ના, સાહેબ !'' ચોર લલ્લુ બોલ્યો, ''એમાંથી એવું નથી શીખવાનું.''
''તો શું શીખવાનું છે ?'' ન્યાયાધિશ છગને પૂછ્યું.
''એ શીખવાનું છે કે જ્યાં સિક્યોરીટી કેમેરા લગાવેલા ન હોય ત્યાં જ ચોરી કરવી.'' લલ્લુએ કહ્યું.

[Top]
 

આજ ની રેસીપી

ગણેશપ્રિય મોદક-મીઠાઈ વેરાયટી

મોહનથાળી દીવડા

 

 

સામગ્રી ઃ બે કપ મોહનથાળનો લોટ, અડધો કપ માવો, એક કપ ઘી, પોણો કપ સાકર , થોડું કેસર, થોડો એલચી પાઉડર, બદામ-પિસ્તા ઝીણા સમારેલા.

 

રીત ઃ ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો. બદામી કલર થાય પછી માવો અને એલચી પાઉડર નાખી ફરી ત્રણ-ચાર મિનિટ શેકો. નીચે ઉતારી હલાવતાં રહો. સાકરમાં થોડું પાણી અને કેસર નાખી બે તાર ઉપરની ચાસણી બનાવો. શેકેલો લોટ તેમાં નાખી ખૂબ હલાવો. અડધા કલાક બાદ તેને દીવડાનો આકાર આપી અંદર બદામ-પિસ્તા ભરી આરતીની થાળીમાં સજાવીએ તેવી રીતે ગોઠવીને દુંદાળા દેવ સામે મૂકો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved