Last Update : 10-September-2012, Monday

 

સાહ્યબો ખિજામણીનો છોડ


'વૉશિંગ્ટન પોસ્ટ' અખબારે વડાપ્રધાન ડૉ.સિંઘની સ્થિતિ માટે 'ટ્રેજિક'- કરૃણનું વિશેષણ શું વાપરી નાખ્યું, વડાપ્રધાન અને સરકાર નારાજ થઇ ગયાં. એટલાં નારાજ કે પહેલાં તો અંબિકા સોની પ્રકારનાં મંત્રીઓએ થોડી ગડગડાટી કરી. એટલાથી ધરવ ન થતાં વડાપ્રધાનની કચેરી તરફથી સત્તાવાર રીતે અખબારને લાંબો અને આકરો ખુલાસો પાઠવવામાં આવ્યો. તેમાં જણાવાયું કે પત્રકારને અભિપ્રાય વ્યક્ત કરવાનું સ્વાતંત્ર્ય છે, પણ આ કિસ્સામાં 'વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકારની વર્તણૂંક અનૈતિક અને વ્યાવસાયિક ધારાધોરણોનો ભંગ કરનારી- અનએથિકલ એન્ડ અનપ્રોફેશનલ છે.

 

વિદેશી પ્રસાર માધ્યમોમાં થયેલી વડાપ્રધાનની આ પહેલી આકરી ટીકા નથી. અગાઉ 'ટાઇમ' સાપ્તાહિકના મુખપૃષ્ઠ પર અન્ડરએચીવર- ઊણા ઉતરેલા જણ- તરીકે તેમને અંજલિ આપવામાં આવી હતી. ત્યારે પણ સરકારપક્ષ એકદમ દુઃખી થઇ ગયો હતો. અલબત્ત, સૌથી આકરું વિશેષણ 'ધ ઇન્ડીપેન્ડન્ટ' અખબારે વાપર્યું હતું. વડાપ્રધાન 'ભારતના ઉદ્ધારક કે સોનિયાનું કુરકુરિયું (પૂડલ)?' એવું મથાળું જુલાઇ મહિનામાં આ અખબારની વેબસાઇટ પર ફટકારવામાં આવ્યું હતું. ત્યાર પછી તેમાં સુધારો કરીને 'પૂડલ'ની જગ્યાએ 'અન્ડરએચીવર' શબ્દ મૂકવામાં આવ્યો.

 

'ટાઇમ' અને 'વૉશિંગ્ટન પોસ્ટ' જેવાં અમેરિકાનાં હવે ઝઝૂમી રહેલાં અને ફક્ત આર્થિક સદ્ધરતા જ નહીં, વિશ્વસનીયતાના પણ ગંભીર પ્રશ્નો ધરાવતાં પ્રસાર માધ્યમોની ટીકાથી ભારતના વડાપ્રધાને શા માટે આટલા દુઃખી થવું જોઇએ એ સમજવું અઘરું છે. 'પૂડલ' જેવા વિશેષણની અશિષ્ટતા સામે વાંધો લઇ શકાય. અલબત્ત, કાર્ટૂનોમાં આનાથી વધારે હિંસક આલેખનો થતાં હોય છે. એવી જ રીતે, ડૉ.સિંઘ પર અંગત આરોપ મૂકવામાં આવે અને એમાં વિવેકભાન ભૂલવામાં આવે તો તેમની નારાજગી સમજાય એવી છે. પરંતુ તેમની ખાડે ગયેલી સરકારની ટીકા થાય અને એના મુખિયા તરીકે ડૉ.સિંઘને પણ લગે હાથ બે શબ્દો કહેવામાં આવે તો એમાં ઔચિત્યનો ભંગ શી રીતે થાય? વડાપ્રધાનના કાર્યાલયે દેખાડા પૂરતી પત્રકારત્વના વ્યવસાયની આણ આપીને કહ્યું છે કે 'વૉશિંગ્ટન પોસ્ટ'ના પત્રકારે આ અહેવાલ માટે વડાપ્રધાનના કાર્યાલયનો સંપર્ક કર્યો ન હતો અને તેમનો પક્ષ જાણવાની દરકાર લીધી ન હતી.

 

દલીલ ખાતર આ વાત સાચી માની લઇએ તો પણ, સરકારની હાલત અને વડાપ્રધાનની નબળાઇઓ જાહેર છે. એવું પણ બને કે વડાપ્રધાન સાથે મુલાકાત પછી પણ તેમના વિશેનો ટીકાનો ભાવ યથાવત્ રહે. પત્રકારત્વમાં સામેનો પક્ષ રજૂ કરવાની પરંપરા સાચી, પણ સામેનો પક્ષ આંકડાબાજી કરીને સચ્ચાઇને પોતાના ફાયદામાં ગુંચવી મારતો હોય ત્યારે એવો સામેનો પક્ષ રજૂ કરવાનું ફરજિયાત નથી. એ વખતે પત્રકાર સત્તાવાર નિવેદનો અને ખુલાસાથી દૂર રહેવાનું પસંદ કરી શકે છે. તેના અહેવાલમાં તથ્યાત્મક ભૂલ રહી જાય તો એની શરમ અને એની જવાબદારી પત્રકારના માથે છે.

 

વડાપ્રધાન બેશક એ તરફ ભૂલ ચીંધી શકે અને પત્રકાર કે પ્રકાશન પાસેથી માફી મંગાવી શકે. પરંતુ, વડાપ્રધાન જેવી હસ્તીના મુદ્દે, 'પત્રકારે એમને મળ્યા વિના એકપક્ષી અહેવાલ લખી નાખ્યો' એ આરોપ બહુ વજૂદવાળો લાગતો નથી. કારણ કે વડાપ્રધાન જાહેર હોદ્દો ધરાવતી વ્યક્તિ છે. તેમનાં (મોટા ભાગનાં) કામ, સિદ્ધિઓ અને નબળાઇઓ પણ જાહેર હોવાનાં. તેમના વિશે ટીપ્પણી કરવામાં અને ખાસ કરીને સરકાર અત્યારે જે ગાળામાંથી પસાર થઇ રહી છે એવે વખતે, વડાપ્રધાનને મળવું અનિવાર્ય ન હોઇ શકે.

 

'વૉશિંગ્ટન પોસ્ટ'ના લેખમાં એવો એક ખાંચો ચોક્કસ નીકળ્યો છે કે તેમાં ટાંકવામાં આવેલાં અવતરણો અગાઉ ભારતના 'કેરેવાન' માસિકમાં છપાઇ ચૂકેલાં છે અને 'વૉશિંગ્ટન પોસ્ટ'માં એ મતલબની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેમનાં અવતરણ વાપર્યાં છે તેમની પરવાનગી લેવામાં આવી હોય તો પણ, આ અવતરણ એક વર્ષ પહેલાંનાં છે એ છુપાવવાનું કોઇ રીતે યોગ્ય ન ગણાય. પરંતુ આ મુદ્દો પત્રકારત્વના ધોરણનો છે. ધારો કે જૂનાં અવતરણો વાપરીને 'વોશિંગ્ટન પોસ્ટ'ના પત્રકારે વડાપ્રધાનની પ્રશંસા કરી હોત, તો તેમને અને સરકારને પત્રકારત્વના સિદ્ધાંતો યાદ આવત?

 

ભારત જેવા વૈવિધ્યસભર અને વિરોધાભાસોથી ભરપૂર દેશના ચૂંટાયેલા વડાપ્રધાન માટે (લજામણીના છોડની જેમ) ખિજામણીના છોડ જેવું વર્તન શોભાસ્પદ નથી. એક પછી એક કૌભાંડોની હારમાળા ચાલી હોય અને ડૉ.સિંઘની વ્યક્તિગત પ્રામાણિકતા શંકાથી પર માની લેવામાં આવે તો પણ, આ બધાં કૌભાંડો વખતે સરકારના વડા તરીકે તેમની જવાબદારીમાંથી એ કેવી રીતે છટકી શકે? 'મેં તો ધ્યાન દોર્યું હતું પણ મંત્રીએ મારું સાંભળ્યું નહીં' એવો ટુ-જી કૌભાંડમાં આપેલો ખુલાસો કે વારે ઘડીએ 'કોએલિશન ધર્મ'નાં રોદણાં વડાપ્રધાનના મોઢેથી સાંભળવા મળતાં હોય, તો પછી તેમની સ્થિતિ માટે 'કરૃણ'નું વિશેષણ હકીકતમાં હળવું ન કહેવાય?

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved