Last Update : 10-September-2012, Monday

 

ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો

 

અમદાવાદીઓ કાયમ હાય વૉય કરતાં હોય છે. તેમાંય બહેનો તો પાણીની ટંચાઈ, મોંઘવારીનો માર, કરકસરની વાતો વગેરે બાબતોની ચોવટો ડોળવામાંથી ઊંચી નથી આવતી. આમ છતાં અમદાવાદના ભદ્ર વિસ્તારમાં તમને હવે થોડો ફરક જણાશે. ગ્લોબલાઈઝેશનના તબક્કામાં મહિલાઓના વિચારોમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. વર્કંિગ વુમન હોય કે હાઉસ વાઈફ, બધાં જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા લાગ્યા છે. ઘરનું કામકાજ કરનારી મહિલા પણ હવે એવું સમજવા લાગી છે કે પોતાની જાતને ચુસ્ત રાખીને જ એ પરિવારનું કેન્દ્રબંિદુ બની શકે છે, પરંતુ સ્ત્રી તો જ ચુસ્ત રહી શકે છે જો એ સમતોલ આહાર લે, પોતાની જાતને ટેન્શનફ્રી રાખે, નિયમિત રીતે વ્યાયામ કરે.
ફિટ એન્ડ ફાઈન રહેવા માટે જરૂરી છે કે તમે તમારો ડાયેટ અને લાઈફસ્ટાઈલને બદલો. કોઈ પણ પર્સનાલિટીને વઘુ નિખારવા માટે આ બન્ને બાબતો મહત્વપૂર્ણ રોલ નિભાવે છે. સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે તમે તમારી ટેવમાં સુધારો કરવાનો સંકલ્પ કરો. નિષ્ણાતોનું માનવંુ છે કે પોતાને ખુશ અને સ્વસ્થ રાખવા માટે દરરોજ કંઈ ને કંઈ કરતા રહેવંુ જોઈએ. અહીં કેટલાંક સૂચનો જણાવ્યાં છે, જે અપનાવીને તમે ફિટ એન્ડ ફાઈન રહી શકો છો.
સમતોલ આહાર
રાખે મૂડ ફ્રેશ
સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે હંમેશાં તાજો અને સમતોલ આહાર લો. એવો સમતોલ આહાર લો જેમાં પ્રોટીન, વિટામિન, આયર્ન, ફોલિક એસિડ, કાર્બોહાઈડ્રેટ્‌સ વગેરેનો સમાવેશ થતો હોય. વર્કંિગવુમન હોય કે હાઉસવાઈફ બધાં માટે બ્રેકફાસ્ટ જરૂરી હોય છે, પરંતુ બપોરના ભોજનમાં બધાં પોષકતત્વો હોવાં જરૂરી છે. સમતોલ અને શુઘ્ધ આહારનું સેવન મન, મગજ અને શરીરને સ્ફૂર્તિ આપે છે. જ્યારે વાસી અને દૂષિત ભોજન અનેક રોગને આમંત્રણ આપે છે.
બદલાતી જીવનશૈલીમાં જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એનું એક કારણ માનસિક તાણ છે, જે ૯૦ ટકા રોગને આમંત્રણ આપે છે. મગજ, શારીરિક અને ભાવનાત્મક તાણ ઘટાડવા માટે, મનને શાંત રાખવા માટે વ્યાયામ કરો અને બીજી વાતોમાં મન લગાવો.
સમતોલ આહાર અને પૂરતી ઊંઘ લઈને તેમજ નિયમિત વ્યાયામ કરીને તમે તમારી જાતને ફિટ રાખી શકો છો. વ્યાયામ કરવાથી જ આપણા શરીરને સ્ફૂર્તિ મળે છે અને લોહીનું પરિભ્રમણ પણ વ્યવસ્થિત થાય છે.
હર્બલ પ્રોડક્ટ અથવા ઘરેલું ઉબટનનો ઉપયોગ કરીને ત્વચા સ્વસ્થ તથા ચમકદાર બનાવો. કુદરતી પ્રોડકટના નિયમિત ઉપયોગથી ખીલ, ફોડલીઓ અને ડાઘ દૂર કરી શકાય છે.
શરીરને આરામ આપવા માટે પૂરતી ઊંઘ આવશ્યક છે. કારણ વિના મોડે સુધી ન જાગો. બેડ પર જતાંની સાથે જ મુશ્કેલીઓને વિદાય કરવાનું ન ભૂલો. જો તમે તમારા રોજંિદા જીવનથી કંટાળી ગયો હો તો તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન કરવામાં સંકોચ રાખશો નહીં.
હાઉસવાઈફ હોવાનો મતલબ એ નથી કે તમારી દુનિયા માત્ર પરિવાર અને બાળકો પૂરતી જ મર્યાદિત છે. થોડો સમય તમારા માટે ફાળવવાનું ના ભૂલો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved