Last Update : 10-September-2012, Monday

 

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ

 

શું તમે બિમાર છો? જલ્દી સાજા થવા માગો છો? તો બને તેટલો સમય તમારા પાલતૂૂ પ્રાણીઓ સાથે ગાળો. તમે પાળેલી બિલાડી કે કૂતરાને રમાડો. માછલી ઘરમાં રાખેલી માછલી જૂઓ.પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરવાથી જલ્દી સાજા થઈ જવાય છે. આ નવતર ચિકિત્સાને ‘પેટ થેરાપી’ નામ આપવામાં આવ્યું છે. બેંગલોરની એક તબીબી સંસ્થાએ ભારતમાં આ ચિકિત્સાનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું છે.
બેન્ગ્લોરમાં આવેલી સેઇન્ટ જોન્સ નેશનલ એકેડમી ઓફ હેલ્થ સાઇન્સીઝમાં દરદીઓને સાજા કરવા માટે પાલતૂ પ્રાણીઓની મદદ લેવાનું શરૂ કર્યું છે. પશ્ચિમમાં આ પ્રકારના પ્રયોગો બહુ થઈ ચૂક્યા છે, પરંતુ ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે. સેન્ટ જોન્સ નેશનલ એકેડમી ઓફ સાઇન્સીઝે વનવિભાગની પરવાનગી લઇને તેમના પેટ પાર્કમાં કૂતરાં, સસલાં, હરણ, બગલાં, ટર્કી, બગલા, સાબર વગેરેની સંખ્યા વધારી દીધી છે.
એકેડમીના ડિરેક્ટર ડો. થોમસ કલામે કહ્યું હતું કે ‘અકસ્માત અથવા માનસીક અસમતુલનનો ભોગ બનેલા લોકો હંમેશા તેઓ બિનજરૂરી બની ગયા છે તેવો અનુભવ કરતા હોય છે. પ્રાણીઓ તેમને બિનશરતી અને નિસ્વાર્થ પ્રેમ અને હુંફ આપે છે. પ્રાણીઓ દરદીઓની લાગણીને ડોક્ટર અથવા પરિવારજનો કરતા બહેતર રીતે સમજી શકે છે. તેઓ દરદીઓના ચ્હેરા પર સ્મિત લાવી શકે છે અને તેમને ફરીથી લોકાભિમુખ બનાવી શકે છે. લોકો સાથે વાત કરીને ગૂંચવાઈ જવાય છે જ્યારે પ્રાણીઓ સાથે વાતચીત કરવાથી રાહત મળે છે.’ પાલતૂ પ્રાણીઓ સાથે સમય ગાળવાને લીધે સાજા થયેલા૩૨ વર્ષના એક દરદીએ જણાવ્યું હતું કે ‘પ્રાણીઓનો પ્રેમ મારા માટે વિસરાઈ ગયેલા સ્વને પાછો મેળવવા માટેની રોજીંદી દવા હતી. તેઓ મને દરરોજ સાંજે મળતા હતા અને મારી સાથે રમતા હતા. મને કરોડરજ્જુની ઇજા થઈ છે અને હવે હું બીનઉપયોગી બની ચૂક્યો છું એ બાબતથી તેમને કોઇ ફરક પડતો નહોતો.’
ડો. સની ચુંકાપુરાએ કહ્યું હતું કે ‘અમે સાત વર્ષ પહેલા આ સારવાર શરૂ કરી હતી અને હવે તે આઘાત તથા માનસીક બિમારીઓનો ભોગ બનેલા દરદીઓની સારવારનું અવિભાજ્ય અંગ બની ચૂકી છે.તેમને રોજ સાંજે પેટ પાર્ક લાવવામાં આવે છે. ત્યાં તેઓ પકૃતિ અને પાલતૂ પ્રાણીઓ સાથે હળેમળે છે અને સમય ગાળે છે.’ એકેડમીની ૧૩૨ એકરમાંથી ૩૩ ટકા જમીન હરિયાળી રાખવામાં આવી છે. એમાં બે પેટ થેરાપી પાર્ક બનાવવામાં આવ્યા છે. પાર્કમાં તળાવ, પાણીના ફુવારા અને માછલી ઘર બનાવીને તેને વઘુ સુંદર બનાવવામાં આવ્યા છે. જેથી દરદીઓ ત્યાં વઘુ સારીરીતે સમય પસાર કરી શકે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved