Last Update : 10-September-2012, Monday

 
દિલ્હીની વાત
 

સંસદ લકવાગ્રસ્ત ઃ ભાજપને દેખાય છે લાભ
નવી દિલ્હી,તા.૮
ગઈકાલે પૂરા થયેલા સંસદના ચોમાસુ સત્રના નવ દિવસ કોલગેટ કૌભાંડમાં ગુમાવાયા. કોંગ્રેસ અને ભાજપ બંને આક્ષેપ - પ્રતિઆક્ષેપના પકડદાવમાં સંડોવાયા છે. વડાપ્રધાને સંસદને હાસ્યાસ્પદ બનાવી દેવા બદલ ભાજપ પર દોષારોપણ કર્યું છે.
લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ નેતાઓ અનુક્રમે સુષમા સ્વરાજ અને અરુણ જેટલીએ પોતાના કાર્યને દેશહિતનું ગણાવીને એમના વલણને વ્યાજબી ઠરાવ્યું છે. કેટલાક કોંગ્રેસ પ્રદાનો ભણી અંગુલિનિર્દેશ કરતી સીબીઆઈ તપાસના ઘટસ્ફોટથી ભાજપ નેતાઓનું નૈતિક બળ વધ્યું છે. એમને લાગે છે કે યુપીએ સરકાર ભ્રષ્ટાચારની હોવાનો સંદેશો સામાન્ય માણસ સુધી પહોંચ્યો છે. સીબીઆઈની તપાસ આગળ વધતાં કોંગ્રેસ કેટલાક વધુ ઉચ્ચ સ્તરીય નેતાઓ ઉઘાડા પડશે એવી એમને અપેક્ષા છે. કોલગેટ મુદ્દે એનડીએ એકસંપ રહ્યું એનાથી ભાજપની નૈતિક તાકાતમાં વધારો થયો છે.
રોજનો રૃા. નવ કરોડનો ફટકો
કોંગ્રેસ અને ભાજપ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પોતે કરેલા વ્યવહારને વ્યાજબી ઠેરવી રહ્યા છે. ત્યારે સંસદના સુત્રો અનુસાર સંસદમાં ખોરવાતો એક દિવસ રૃા. નવ કરોડમાં પડયો છે. ૧૯ દિવસના સત્ર પૈકી સંસદ છ જ દિવસ કાર્ય કરી શકી. માત્ર ચાર જ ખરડા પસાર થઇ શક્યા અને તે પણ કોઇ જાતની ચર્ચા વિના ૧૦૦ જેટલા ખરડા પડતર છે. લોકસભાએ કામકાજમાં ૭૭ ટકા નુકસાન સહ્યું, જ્યારે રાજ્યસભાને એવુ નુકસાન ૭૨ ટકા થયું છે.
ક્યાં છૂપાયા છે ગડકરી?
કોલગેટ વિવાદ એની પરાકાષ્ઠાએ હતો ત્યારે ભાજપ પ્રમુખની ગેરહાજરી આશ્ચર્યપ્રેરક હતી. સુત્રોએ કહ્યું કે ગડકરી સપરિવાર કેનેડામાં છે અને તા.૧૩ સપ્ટેમ્બરે પાછા આવશે, પરંતુ ગડકરીના નજીકના બિઝનેસ પાર્ટનર અજય સાંચેટીને પણ કોલબ્લોક ફાળવાયો હોવાથી કોંગ્રેસ એમને ઘેરવા માટે કમર કસી રહી છે. સાંચેટી વિષેના અહેવાલો હેડલાઇનમાં ચમકી રહ્યા છે.
અનપેક્ષિત લાભાર્થીઓ
ત્રણ અખબારી જુથોની ઉપકંપનીઓને કોલબ્લોક ફાળવાયા હોવાથી તેઓ લાભાર્થી હોવાથી કોલગેટે એ ત્રણ માધ્યમસમુહો તરફ ધ્યાન દોર્યુ છે. આ ત્રણ જુથ છે ભાસ્કર, લોકમત અને પ્રભાત ખબર. ભાસ્કર જુથને છત્તીસગઢ સ્થિત એની કંપની ડી.બી. પાવર માટે, જ્યારે મરાઠી દૈનિક લોકમતને છત્તીસગઢ સ્થિત જ જેએલડી યવતમલના નામે કોલ બ્લોકની ફાળવમી થઇ છે. ઝાટખંડ સ્થિત દૈનિક પ્રભાત ખબરને એજ રાજયમાં આવેલી ઉષા માર્ટિન લિ.ના નામે કોલ બ્લોક મળ્યો છે. અખબારી જુથો કોલસાના ધંધામાં કેમ પ્રવેશ્યા? એવા દેખિતા પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ કહે છે કે જો દેશના કુદરતી સ્ત્રોતોમાં હિસ્સો હોય તો કંપનીને અનેકગણો આર્થિક લાભ થાય છે. અને વીજોત્પાદનમાં વપરાતા કોલ સાથે આ લાભ ઘણો બધો વધે છે.
ડેન્યર અને P.M.O : પોતાના વલણમાં મક્કમ
વડાપ્રધાન સામેના જેમના લેખે કોંગ્રેસને બેચેન બનાવી છે. એ અમેરિકી દૈનિક વોશિગ્ટન પોસ્ટના ભારત સ્થિત બ્યુરોના વડા સાયમન ડેન્ચર પોતાના અહેવાલને વળગી રહ્યાં છે. એમણે વડાપ્રધાનના કાર્યાલય દ્વારા એમને પાઠવાયેલા પત્રમાંના પ્રત્યેક મુદ્દાનો જવાબ આપ્યો હોવાના અહેવાલ છે. વડાપ્રધાનના કાર્યાલયે ધ્યાન દોર્યું છે કે સાયમને કેરેવાન સામયિકમાથી સ્ટોરી ઉઠાવી છે. વડા પ્રધાનના પૂર્વ અખબારી સલાહકાર સંજય બરુ અને રામચંદ્ર ગુહાના વિધાનો છાપવા બદલ વોશિંગ્ટન પોસ્ટએ ક્ષમાયાચના પ્રસિધ્ધ કરી છે. પીએમઓનો સાયમન સામે આક્ષેપ છે કે પોતાનો લેખ લખતા અગાઉ સાયમન જયારે વડાપ્રધાનને મળ્યા નથી. સાયમન કહે છે કે એમને જણાવાયું હતું કે વડાપ્રધાને સંસદનું ચોમાસું સત્ર પતે ત્યાં સુધી મુલાકાત માટેની વિનંતીને નકારી કાઢી છે. સાયમન કહે છે કે એમણે વડાપ્રધાનની મુલાકાત માટેની વિનંતી તા.૩૦ જુલાઇએ કરી હતી, જયારે ચોમાસુ સત્ર શરૃ થયું નહોતું. અને એ પછી મુલાકાતની શક્યતા વિષે કોઇ ઉલ્લેખ નહોતો.
ખોરવાયેલું ગૃહલેખનું પ્રેરકબળ
સાયમને વડાપ્રધાન કાર્યાલયને જણાવ્યું હતું કે કોલસાના કૌભાંડના મુદ્દે સંસદના બંને ગૃહો સતત વિખરાયેલા રહ્યા અને સ્થિતિને નિયંત્રણાં લેવા માટે વડા પ્રધાન નિષ્ફળ રહ્યા એ બનાવોથી પોતે મુલાકાત વિના લેખ લખવા માટે પ્રેરાયા હતા. ગમે એમ, એમણે પોતે વડા પ્રધાનની મુલાકાત માટે અત્યારે પણ ઉત્સુક હોવાનું જણાવ્યું છે. વડાપ્રધાન કાર્યાલયે આ મુદ્દે જવાબ આપ્યો નથી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved