Last Update : 10-September-2012, Monday

 

અનેક રાષ્ટ્રોના એક માત્ર ભારતીય વિજેતા સાવ ભૂલાઈ ગયા!
ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવવાનો પ્રયત્ન કરનાર મહાન અશોકનો પૌત્ર સમ્રાટ સંપ્રતિ

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

આજની વાત

 

બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે?
બીરબલ ઃ જહાંપનાહ, ભારતના એક નેતા એક લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા!
બાદશાહ ઃ ક્યા ખૂબ?
બીરબલ ઃ જહાંપનાહ, ભ્રષ્ટાચારીઓ એના પર ગુસ્સે થયા અને કહ્યું કે આટલી ઓછી લાંચ તે લેવાતી હશે! એમના માનવા પ્રમાણે ભારતમાં ભ્રષ્ટાચાર અંતરિક્ષ યુગમાં પહોંચી ગયો છે અને આ નેતા બિચારા હજી અતિ પ્રાચીન પથ્થર યુગમાં જીવે છે!

 

તેરે બિના મૈં રાહ મેં ખડા હૂં ઐસે,
મંઝિલ હૈ ફિર ભી કુછ પતા નહીં.
મેરે હમરાહ તુમ સાથમેં નહીં તો,
યે સફર અભી બન ગઈ હૈ સજા.

 

જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, એની ભૂગોળ બદલાઈ જાય છે અને એનું ભવિષ્ય અંઘકારમય બની જાય છે.
આજે વિશ્વના પ્રગતિશીલ દેશો અને શિક્ષિત પ્રજા પણ પોતાના ઇતિહાસની પરંપરામાંથી પ્રેરણા પામીને વર્તમાન સમસ્યાઓનો ઉકેલ શોધે છે. ‘ઇતિહાસ સર્વત્ર છે’ (હિસ્ટ્રી ઈઝ એવરીવેર)એ સૂત્ર અનુસાર ઇતિહાસ આજે તો વર્તમાન જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે અનુસ્યૂત હોય છે. ઇતિહાસ તરફ પ્રમાણમાં ઉપેક્ષા સેવતો ભારતીય સમાજ જે ભવ્ય યશોગાથાઓ વિસરી ગયો છે, તેમાંથી એક ભવ્ય યશોગાથા છે મૌર્ય વંશના છેલ્લી અખંડ જ્યોત સમા સમ્રાટ સંપ્રતિની. એમનું સમગ્ર જીવનકાર્ય એ વિરાટ પ્રતિભાશાળી રાજવી અને ધર્મના પરમ ઉપાસકનું આદર્શ દૃષ્ટાંત છે.
સમ્રાટ અશોક ભારતની બહાર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીને એને સમગ્ર વિશ્વનો ધર્મ બનાવ્યો, એ જ રીતે એ જ સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ મહારાજાએ જૈન ધર્મનો દેશ અને વિદેશમાં પ્રસાર કરીને એને વિશ્વધર્મ બનાવવાનો પ્રયાસ કર્યો.
અશોકના કાર્યો એનાં કીર્તિસ્તંભો, શિલાલેખો, આજ્ઞાપત્રો અને તામ્રપત્રોમાં જળવાયેલાં છે, જ્યારે એમના જેવા જ પ્રતિભાવાન રાજવી સંપ્રતિ મહારાજાની એટલી સ્મૃતિઓ સચવાઈ નથી. એમના ભવ્ય જીવનની ગાથાનું વર્ણન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ‘પરિશિષ્ટ પર્વ’ નામના ગ્રંથમાં મળે છે. ‘સંપ્રતિ કથા’ અને ‘પ્રભાવક ચરિત્ર’ જેવાં ચરિત્રગ્રંથોમાં સમ્રાટ સંપ્રતિનું જીવન વર્ણવાયેલું છે. એથી યે વિશેષ બૌદ્ધ ગ્રંથોમાં પણ મહારાજ સંપ્રતિને ‘સંપઈ’ તરીકે ઓળખાવ્યા છે. પ્રખ્યાત ઇતિહાસવિદ્‌ વિન્સૅન્ટ સ્મિથ કહે છે કે મહારાજ સંપ્રતિએ છેેક ઈરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિનાં કેન્દ્રો સ્થાપિત કર્યાં હતાં.
સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સમ્રાટ અશોક અને એમના પૌત્ર સંપ્રતિ બંનેએ ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યા. ઈન્દ્રપાલિત, સંગત અને વિગતાશોક જેવા અન્ય ઉપનામ ધરાવતા સમ્રાટ સંપ્રતિ મૌર્ય ઈ.સ. પૂર્વ ૨૩૦માં રાજસંિહાસન પર બિરાજમાન થયા, પરંતુ એ પૂર્વે એક દાયકાથી તેઓ રાજ્યનો કારોબાર સંભાળતા હતા.
વિદેશની ધરતી પરથી આવીને ભારત પર આક્રમણ કરનારા સંિકદર, બાબર, તૈમુર લંગ કે નાદિરશાહની વાતો આપણા ઇતિહાસમાં આવે છે, પણ ઇતિહાસ ક્યારેય સમ્રાટ સંપ્રતિએ મેળવેલાં ભવ્ય વિજયની યશોગાથા કહેતો નથી. સમ્રાટ અશોકના કલંિગના યુદ્ધની ઘટનાઓ ઇતિહાસનાં પૃષ્ઠો પર આલેખાઈ છે, પરંતુ અફઘાનિસ્તાન, ઈરાન, અરબસ્તાન, બૅબિલોન, સિરિયા, ગ્રીસ, મિસર (ઈજિપ્ત) જેવા દેશો પર વિજય મેળવનાર મહારાજા સંપ્રતિની વિજયયાત્રા વિશે ક્યાં કોઈ કશું જાણે છે? વળી એમની વિજયયાત્રા એ સત્તા, સુંદરી, સમૃદ્ધિ કે સામ્રાજ્યપ્રાપ્તિના હેતુથી થયેલી વિજયયાત્રા નહોતી, બલ્કે ભારતીય સંસ્કૃતિ, અહંિસા અને જૈનધર્મની જીવનશૈલીનો પ્રસાર કરવા માટેની વિજયયાત્રા હતી.
ઈ.સ. પૂર્વે ૩૩૨માં સમ્રાટ સંપ્રતિએ નેપાળ જેવા પહાડી પ્રદેશ પર વિજય મેળવીને પોતાની વિજયયાત્રાનો પ્રારંભ કર્યો. એ સમયે નેપાળનો રાજ્યખજાનો કુબેર ભંડારી જેવો ધન, રત્ન અને સુવર્ણથી ભરપુર હતો. સમ્રાટ સંપ્રતિએ નેપાળની રાજગાદી પર શાસન કરનારા સૂર્યાપાસક રાજા સ્થૂકોને પરાજ્ય આપ્યો. પરાધીન સ્થૂકોને એમણે માનપૂર્વક જીવન ગાળી શકે તે માટે યોગ્ય વર્ષાસન બાંધી આપ્યું અને કુટુંબસહિત રાજધાનીમાં રહેવાની પરવાનગી આપી.
સમ્રાટ સંપ્રતિનું ઘ્યેય ધર્મપ્રસારનું હોવાથી એમણે સુરક્ષિત સ્થળે નવી રાજધાની બંધાવી. નેપાળ પર વિજય મેળવ્યો હોવા છતાં એની સમૃદ્ધિ લૂંટવાને બદલે એમણે દાનશાળાઓ, ગૌશાળાઓ, મંદિરો અને ઉપાશ્રયો બનાવ્યાં. કોઈ વિજેતા રાજવી પરાજિત પ્રજાના કલ્યાણનો આટલો વ્યાપક વિચાર કરે, તેવું ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળ છે.
નેપાળના પહાડી સૈન્યના સાથથી સમ્રાટ સંપ્રતિએ તિબેટ અને ખોતાનના પહાડી પ્રદેશો પર ચડાઈ કરી અને એના પર વિજય હાંસલ કર્યો. એ પછી સમ્રાટ સંપ્રતિએ ચીન તરફ નજર દોડવી. ચીનના શહેનશાહ સી-હ્યુ-વાંગને આનો ખ્યાલ આવી જતાં એમણે તિબેટની સરહદથી ચીનની સરહદ સુધીના પ્રદેશમાં એક મજબૂત દિવાલ બાંધવાનું કામ હાથ પર લીઘું. ચાર લાખ જેટલા કાગીગરો રાત-દિવસ આ દિવાલ ચણવાના કામમાં લાગી ગયા. આ કામ એટલી સખ્તાઈથી કરાયું કે જે કોઈ મજૂર આને માટે નબળો સાબિત થતો, તેને દાખલો બેસડાવા માટે ત્યાંને ત્યાં જ દેહાંત દંડની સજા કરવામાં આવતી.
આ રીતે ચીનની દિવાલ રચાવાને કારણે સમ્રાટ સંપ્રતિને માટે ચીન પર જમીન માર્ગે આક્રમણ કરવાનું અશક્ય બન્યું, તેથી પોતાના પહાડી વિજયી લશ્કરની મદદથી સમ્રાટ સંપ્રતિએ તુર્કસ્તાનની મઘ્યમાં આવેલા તાસ્કંદ, સમરકંદ અને મર્વ જેવાં શહેરો પર વિજય મેળવ્યો અને આ ક્ષેત્રમાં ભારતના વાણિજ્ય-ઉદ્યોગના પ્રારંભની સાથોસાથ ધર્મપ્રસાર પણ કર્યો. આમ એમની વિજયયાત્રા ઈરાનથી આજના ઈજિપ્ત સુધી અણનમ રહી અને એ પછી અવન્તિમાં પાછા આવ્યા બાદ એમણે દક્ષિણ ભારતનાં પ્રદેશો પર જીત મેળવી.
સમ્રાટ અશોકે શ્રીલંકા અને અન્ય દેશોમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કરેલાં પ્રયત્નો જાણીતા છે. સમ્રાટ સંપ્રતિએ એમના સમયમાં અરબસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈરાન, તિબેટ, ચીન, બ્રહ્મદેશ, આસામ, શ્રીલંકા જેવા દેશોમાં જૈન ધર્મનો પ્રસાર કર્યો. કેટલેક સ્થળે જૈનમંદિરો પણ બંધાવ્યા અને એ સમયે આ પ્રદેશોમાં ઈસ્લામ ધર્મ નહોતો, તેથી એ પ્રજા જે જુદા જુદા ધર્મો પાળતી, તેના પર જૈન ધર્મની જીવનપદ્ધતિનો પ્રબળ પ્રભાવ પડ્યો.
હંગેરીના બુડાપૅસ્ટ શહેરની નજીક એક બગીચામાં ખોદકામ કરતાં એક ખેડૂતને પ્રાપ્ત થયેલી પ્રાચીન જૈન પ્રતિમા સમ્રાટ સંપ્રતિના સમયની હોવાનું માનવામાં આવે છે. મોંગોલિયામાંથી પણ મૂર્તિપૂજા પ્રચારના પૂરાવા મળ્યાં છે અને આ રીતે જુદા જુદા દેશોમાં જૈન મૂર્તિઓ મળી આવી છે.
સમ્રાટ સંપ્રતિએ આર્ય દેશના જે પ્રદેશો પર વિજય મેળવ્યો હતો, તેના રાજાઓને બોલાવ્યા. આર્ય મહાગિરિસૂરિ મહારાજ અને આર્ય સુહસ્તિસૂરિ મહારાજ જેવા પ્રખર જ્ઞાની સાઘુ મહારાજોએ આ રાજાઓને જૈન ધર્મની ભાવનાઓ વિગતે સમજાવી અને એ રાજાઓ પોતાના રાજ્યમાં પાછા ગયા, ત્યારે એમણે પોતાના દેશમાં જૈન ધર્મ પ્રવર્તનનું કાર્ય કર્યું. એમણે પોતાનાં રાજ્યમાં નવાં જિનમંદિરો બનાવ્યાં. મહોત્સવો યોજ્યા. અહંિસાની ઘોષણા કરાવી.
સમ્રાટ સંપ્રતિને લગભગ આઠ હજાર જેટલા ખંડિયા રાજા હતા. વીર નિર્વાણના ૨૯૮ વર્ષ લગભગ સતત ચોત્રીસ વર્ષ સુધી રોજ નૂતન જિનાલયના ખાતમૂર્હૂતના સમાચાર મળે, તે પછી જ દાતણ-પાણી કરતા હતા. ધર્મગ્રંથો નોંધે છે કે, એમણે સવા કરોડ જિનપ્રતિમા અને સવા લાખ જિનચૈત્યો ઊભા કર્યા હતાં. એક બાજુ ‘સંપ્રતિ મૌર્ય’ અને બીજી બાજુ ‘સ્વસ્તિક’ છાપવાળા સિક્કા ચલણમાં મૂક્યા હતા.
સમ્રાટ સંપ્રતિ પાસે પ્રચંડ લશ્કરી તાકાત હતી અને એના પરિણામે એમણે મહાન વિજયો પ્રાપ્ત કર્યા હતા. પચાસ હજારનું હસ્તીદળ, નવ લાખ રથદળ, એક કરોડ અશ્વદળ અને સાત કરોડનું પાયદળ હતું.
એ સમયના ગ્રંથો મુજબ ભારતમાં માત્ર જૈનોની વસ્તી ચાલીસ કરોડ હતી. સમ્રાટ સંપ્રતિએ તેર હજાર જેટલાં જળાશયો, અનેક દાનશાળાઓ, ધર્મશાળાઓ, આરામગૃહો પાંજરાપોળો, રાજમાર્ગો, આંબાવાડી વગેરે પ્રજાકલ્યાણનાં કાર્યો કર્યા. પ્રભુની વિરાટ પ્રતિમાઓ બનાવી હતી.
વિદેશોમાં પણ સમ્રાટ સંપ્રતિએ સાઘુ વેશધારી શ્રાવકોને મોકલ્યા અને આ યતિ વેશધારી સાઘુઓએ હંિદની બહાર કંબોજ, ગંધાર, ઈરાન, અરબસ્તાન, સિરિયા, ઈજિપ્ત, ગ્રીસ જેવાં દેશોમાં ધર્મવિચાર ફેલાવ્યો હતો. જોકે એ પછી રાજકીય કારણોસર થયેલા સંઘર્ષને લીધે તથા સાઘુઓના સંસર્ગના અભાવને લીધે આ ધર્મનો પ્રભાવ ક્રમશઃ ઓછો થતો ગયો, ત્યારબાદ આ દેશમાં ખ્રિસ્તી, મુસ્લિમ જેવા ધર્મનો ફેલાવો થતાં જૈન ધર્મ નામશેષ બની રહ્યો.
સમ્રાટ સંપ્રતિએ પ્રજાકલ્યાણનાં અનેક કાર્યો કર્યા. પોતાનાં રાજ્યોમાંથી હંિસા બંધ કરાવી. શિકાર પર પ્રતિબંધ મૂકાવ્યો. પોતાના દાદા અશોકની જેમ સ્તંભો અને સ્તૂપો ઊભા કર્યા. એમણે અનેક મંદિરોની રચના કરી અને મૂર્તિઓ બનાવી, પરંતુ એમની વિશેષતા એ રહી કે મંદિર તો શું, મૂર્તિઓમાં પણ ક્યાંય પોતાનો નામોલેખ કર્યો નથી.
એમણે લોકકલ્યાણનાં કાર્યો કર્યા, પણ તેને એ પોતાની યશ અને કીર્તિ માટે મહત્ત્વના ગણતા નહોતા. શિલાલેખો નોંધે છે કે, ‘પ્રિયદર્શી જે કંઈ પ્રયત્ન કરે છે તે પરલોકને માટે છે કે જેથી દરેકનાં પાપો ઓછાં થાય.’
એકવાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતાં સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તેઓ આ મહાન પ્રભાવક સાઘુ મહાત્માને વર્ષોથી ઓળખે છે. ધીરે ધીરે પૂર્વજન્મનાં સ્મરણો સંપ્રતિ મહારાજના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. તેમણે ગુરુ મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજા સંપ્રતિએ સવાલ પૂછ્‌યો કે આપનાં દર્શન આજે કરું છું, પણ મને એમ લાગે છે કે જાણે આપની સાથે કેટલાંય વર્ષોથી ગાઢરૂપે પરિચિત છું. આવું કેમ થતું હશે?
આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તમે પૂર્વજન્મમાં મારા શિષ્ય હતા. એકવાર કૌશાંબી નગરીમાં ભીષણ દુકાળ પડ્યો હતો, તેમ છતાં શ્રાવકો સાઘુઓની ઉત્સાહભેર વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા તમને બટકું રોટલોય મળતો નહોતો. પેટની આગ ઠારવા તમે સાઘુઓ પાસે ભિક્ષા માગી, ત્યારે ખ્યાલ આવ્યો કે જો દીક્ષા લે તો જ આ સાઘુઓ તમને એમને ગોચરીમાં મળેલું ભોજન આપી શકે. એથી તમે દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્યું. એ પછી અંતિમ સમયે સાઘુ બનેલા તમારું સમાધિમરણ થયું, ત્યારે ગુરુદેવ તમને નવકાર મહામંત્ર સંભળાવ્યો હતો. આ છે તમારા ગયા ભવની વાત! એને કારણે અમારા દર્શન તમને પરિચિત લાગે છે.
આ સાંભળીને મહારાજા સંપ્રતિએ પોતાનું રાજ્ય આચાર્ય સુહસ્તિસૂરિને ચરણે ધર્યું, પરંતુ અકંિચન વૈરાગી મુનિ વળી રાજને શું કરે? આચાર્યશ્રીએ એમને ધર્મોપદેશ આપ્યો. સમ્રાટ સંપ્રતિ ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા.
(આવતે અંકે પૂર્ણ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 

 

 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved