Last Update : 10-September-2012, Monday

 

સેમિ ફાઇનલમાં બર્ડિચનો ૫-૭, ૬-૨, ૬-૧, ૭-૬થી પરાજય
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ

મેચ અટકી ત્યારે ફેરર ૫-૨થી આગળ હતો વિમેન્સની ફાઇનલ એક દિવસ પાછળ ખસેડાઇ

ટોર્નેડોની વોર્નિંગને કારણે યોકોવિચ અને ફેરરની સેમિ ફાઇનલ અટકાવવી પડી

ન્યૂ યોર્ક ,તા.૯
બ્રિટનના એન્ડી મરેએ ચેક રિપબ્લિકના બર્ડિચ સામે ૫-૭, ૬-૨, ૬-૧, ૭-૬થી વિજય મેળવીને યુએસ ઓપન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરને હરાવીને મેજર અપસેટ સર્જનારો બર્ડિચ અત્યંત તનાવવાળી મેચમાં ખાસ કોઇ પ્રભાવ પાડી શક્યો નહતો અને મરેએ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તેની રમત સુધારી હતી અને ચાર કલાકના સંઘર્ષ બાદ વિજય મેળવ્યો હતો. હવે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મરેનો સામનો વર્લ્ડ નંબર ટુ સર્બિયન સ્ટાર યોકોવિચ અથવા તો સ્પેનના ચોથો ક્રમાંક ધરાવતા ફેરર સામે થશે.
ન્યૂ યોર્ક સહિત યુએસએના કેટલાક વિસ્તારોમાં ટોર્નેર્ડો ત્રાટકવાની ચેતવણીના કારણે યોકોવિચ અને ફેરર વચ્ચેની સેમિ ફાઇનલ અટકાવવી પડી હતી. આ નિર્ણય લેવાયો ત્યારે ફેરર ૫-૨થી આગળ હતો. તીવ્ર પવન અને પ્રતિકુળ પરિસ્થિતીઓના કારણે યોકોવિચે રેફરી સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. યોકોવિચની સર્વિસ બે વખત બ્રેક થઇ હતી અને તે ૧-૪થી પાછળ હતો ત્યારે તેણે મેચ અટકાવવા વિનંતી કરી હતી, જેને ઠુકરાવી દેવામાં આવી હતી. જો કે ટોર્નેર્ડો ત્રાટકવાની ચેતવણીને પગલે પોલીસે સ્ટેડિયમ ખાલી કરવા જણાવ્યુ હતુ, જે પછી મેચ અટકાવાઇ હતી. વિમેન્સ સિંગલ્સમાં સેરેના અને એઝારેન્કા વચ્ચેની ફાઇનલ પણ ટોર્નેર્ડોને કારણે એક દિવસ પાછળ ધકેલવામાં આવી હતી.
દરમિયાનમાં તીવ્ર પવન વચ્ચે રમાયેલી મરે અને બર્ડિચ વચ્ચેની મેચ બંને ખેલાડીઓના ટકરાવને કારણે ઉગ્ર પણ બની હતી. એક તબક્કે બંને ખેલાડીઓ સામ-સામે આવીને દલીલ બાજી પણ ઉતરી ગયા હતા અને રેફરીએ દરમિયાનગીરી કરીને તેઓને શાંત પાડયા હતા. મરેને કારકિર્દીના પ્રથમ ગ્રાન્ડ સ્લેમની તલાશ છે અને તે ૧૯૩૬માં ફ્રેડ પેરીએ મેળવેલી યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ જીતવાની સિધ્ધિ બાદ ગ્રાન્ડ સ્લેમ જીતનારો પ્રથમ બ્રિટિશ ખેલાડી બનવા થનગની રહ્યો છે.
બ્રિટનનો એન્ડી મરે અગાઉ ચાર વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપની ફાઇનલ રમી ચુક્યો છે જો કે તે એક પણ ટાઇટલ જીતી શક્યો નથી.
વર્ષ ૨૦૦૮માં યુએસ ઓપન, ૨૦૧૦-૨૦૧૧માં ઓસ્ટ્રેલિયન ઓપન અને ૨૦૧૨માં વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશવામાં મરે સફળ રહ્યો હતો.
આજની મેચમાં જોરદાર પવનને કારણે બંને ખેલાડીઓ પરેશાન રહ્યા હતા. ખાસ કરીને બોલને સર્વિસ માટે ટોસ કર્યા બાદ પણ તેઓને મુશ્કેલી પડતી હતી. બોલને કોટમાં જ રાખવા માટે બંને ખેલાડીઓને પોતાની સર્વિસ ધીમી કરી દેવી પડી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved