Last Update : 10-September-2012, Monday

 
 

ટેસ્ટમાં ધોનીને કેપ્ટન તરીકે ચાલુ રાખવાનો અમરનાથે વિરોધ કર્યો હતો
BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

૧૪મીએ મળનારી બોર્ડની એજીએમમાં નિર્ણય લેવાશે ચીફ સિલેક્ટર બનવા માટે રોજર બીન્ની ફેવરિટ

 

નવી દિલ્હી,તા.૯
ભારતીય ટીમને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીમાં નાલેશીભર્યા વ્હાઇટવોશ સાથેની હારનો સામનો કરવો પડયો તે પછી ધોનીને કેપ્ટન પદેથી દૂર કરવો જોઇએ તેવો સ્પષ્ટ મત ભૂતપૂર્વ ક્રિેકેટર અને સિલેક્ટર મોહિન્દર અમરનાથે વ્યક્ત કર્યો હતો. મીડિયામાં વહેતા થયેલા અહવાલમાં એમ પણ જણાવાયું છે કે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ધોનીને કેપ્ટન બનાવવા સામે અમરનાથે નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે હવે તેઓને ચીફ સિલેકટરની રેસમાંથી બહાર કરી દેવામાં આવ્યા હોવાનું મનાય છે.
ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક સાધારણ સભા (એજીએમ) ૧૪મી સપ્ટેમ્બરે યોજાવાની છે, જેમાં બોર્ડ પસંદગી સમિતિમાં મોટાપાયે ફેરફાર કરે તેવી શક્યતા છે. અત્યાર સુધી મનાતું હતુ કે, ૧૯૮૩માં ભારતને સૌપ્રથમ વર્લ્ડ કપ જીતાડવામાં નિર્ણાયક ભુમિકા ભજવનારા અમરનાથને શ્રીકાંતના અનુગામી તરીકે ચીફ સિલેક્ટર બનાવવામાં આવશે. જો કે ધોનીની કેપ્ટન્સી સામેના વિરોધ બાદ અમરનાથ હવે ચીફ સિલેક્ટર તરીકેની રેસમાંથી બહાર ફેંકાયા હોવાનું મનાય છે. તેમના સ્થાને રોજર બિન્નીને આ સ્થાન આપવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે.
ભારત તરફથી ૬૯ ટેસ્ટ અને ૮૫ વન-ડે રમી ચુકેલા અમરનાથને ગત વર્ષે જ પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા. બોર્ડના એક સૂત્રને ટાંકીને મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, શ્રીકાંત સહિતના પસંદગીકારોએ ટેસ્ટ કેપ્ટન તરીકે ધોનીને ચાલુ રાખવાનો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે અમરનાથે તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતુ કે, ભારતના આટલા નાલેશીભર્યા પરાજય બાદ ટેસ્ટ ટીમના કેપ્ટનને તો બદલવો જ જોઇએ.
અગાઉ પણ અમરનાથ અને પસંદગી સમિતિના અન્ય સભ્યો વચ્ચે મતભેદ હોવાની અટકળો ચાલી હતી.
જો કે અમરનાથે કોઇ વિવાદ ન હોવાની જાહેરાત કરતાં કહ્યું હતુ કે, પસંદગીની બાબતોમાં અમારી વચ્ચે કોઇ મતભેદ નથી. પસંદગી સમિતિમાં મારા ભવિષ્ય અંગે જુદી-જુદી અટકળો ચાલી રહી છે પણ મને તેની જાણ નથી. મારે તમને એટલું જ કહેવું છે કે કેટલીક એવી બાબતો છે કે જે ખાનગી હોય છે અને તેને ખાનગી જ રાખવી જોઇએ.
અમરનાથના પસંદગીકારો સાથેના મતભેદો અંગે બીસીસીઆઇએ કોઇ સ્પષ્ટ જાહેરાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. દિલ્હી અને ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશને પણ તેની સામે કોઇ વાંધો ઉઠાવ્યો નહતો.
એવી પણ અટકળો ચાલી રહી છે કે અમરનાથના સ્થાને ચેતન ચૌહાણને પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવશે. ઇસ્ટ ઝોનમાંથી સિલેક્ટર તરીકે સ્થાન મેળવવાની રેસમાં દિપ દાસગુપ્તા સૌથી આગળ હોવાનું મનાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved