Last Update : 10-September-2012, Monday

 

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરે આશાવાદી

 

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.૮
આગામી ૨૦૧૪મા યોજાનારી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં શિવસેના તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે યુતિ થવાના સંકેતો શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ આપ્યા હતા. પક્ષના મુખપત્ર 'સામના'ને આપેલી મુલાકાતમાં સેના પ્રમુખ બાળ ઠાકરેએ સંકેતો આપ્યા હતા કે બંને ભાઇ કેટલાંક મુદ્દે સાથે આવે એમ છે.
દરમિયાન મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ શિવસેના સાથે સમજૂતીની શકયતા નકારી ન હતી અને ૨૦૦૫માં માતોશ્રી સાથે છેડો ફાડવાનો નિર્ણય અત્યંત દુઃખદાયી હોવાનું એક ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યુ ંહતું.
ઉધ્ધવ-રાજ વચ્ચે સુમેળભર્યા સંબંધો ન સ્થપાય તે માટે કેટલાંક પ્રસાર માધ્યમો પ્રયાસો કરી રહ્યાં હોવાની ટકોર સેના પ્રમુખે કરતાં પ્રશ્ન કર્યો હતો કે પ્રસાર માધ્યમોએ બંને ભાઇઓ વિશે કોઇ પ્રકારની ભવિષ્યવાણી કરવાની જરૃર કેમ પડે છે.
ઉધ્ધવ-રાજ વચ્ચે સમાધાન કરવા માટે ભા.જ. પ. પણ અંદરખાને ઇચ્છતો ન હોવાનું સેના પ્રમુખે ભા. જ. પ. નો ઉલ્લેખ કર્યાં વગર જણાવતાં ઉમેર્યું હતું.
ઉધ્ધવ ઠાકરેએ ૧૧ ઓગસ્ટનાં મુંબઇમાં થયેલાં હિંસાચાર અંગે નિવેદન બહાર પાડયું તેના આગલા દિવસે રાજે મોરચો કાઢયો એ સૂચવે છે કે ઠાકરે વંશજો એક મુદ્દે ભેગા થઇ રહ્યાં છે એમ સેના પ્રમુખે મુલાકાતમાં જણાવ્યું હતું.
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ ભૂતકાળને ફરી નહિ ઉખેળવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે અમારી વચ્ચે અનેકે મતભેદો હતા પરંતુ તે યાદ કરાવવાની જરૃપિયાત નથી તેમ છતાં ત્યારે પણ બાળા સાહેબ માટે માન હતું અને આજે પણ તેટલું જ માન છે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાઓથી શિવસેનાના કાર્યવાહક પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ એકમેક સામે આક્ષેપો કર્યા નથી અને તેને આધારે બંને ભાઇઓ એકમેકની નજીક સરકી રહ્યાં હોવાનું શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું.
ગત મહિને વિશસેનાના કાર્યવાહક પ્રમુખ ઉધ્ધવ ઠાકરેની તબિયત લથડતાં મનસે પ્રમુખ રાજ ઠાકરે તમામ કાર્યક્રમો પડતા મૂકી હોસ્ટિલમાં દોડી ગયા બાદ બંને પિતરાઇ ભાઇઓ વચ્ચેનો મનમેળ વધવા લાગ્યો છે અને ૨૦૦૫માં પક્ષ શિવસેના છોડાયા બાદે માત્ર એક વેળા 'માતોશ્રી' જનારા રાજે વારંવાર 'માતોશ્રી'ના મુલાકાત લીધી હતી.
તાજેતરમાં મીરા-ભાયંદરની ચૂંટણીમાં પણ બંને પક્ષોએ એકમેક સામે આક્ષેપો કર્યા ન હતા. શિવસેના-મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે આગામી ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે યુતિ થવાની શકયતા બંને પક્ષના નેતાઓ વ્યકત કરી રહ્યાં છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved