Last Update : 10-September-2012, Monday

 

વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો

'એનડીએ પાસે આજે વાજપેયી જેવો કોઈ નેતા નથી'

(પી.ટી.આઈ.) મુંબઇ, તા. ૯
લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ ભાજપના એક માત્ર એવા નેતા છે જેઓ 'યોગ્ય' વડા પ્રધાન બની શકે એમ શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેએ જણાવ્યું છે.
સેનાના મુખપત્ર 'સામના'માં આજે પ્રસિદ્ધ થયેલા પોતાના મેરેથોન ઇન્ટરવ્યુના ત્રીજા ભાગમાં ઠાકરેએ એવી ટીપ્પણ કરી હતી કે 'હાલ એક માત્ર એવી વ્યક્તિ છે જે બુદ્ધિશાળી છે, તેજસ્વી છે, અને એ છે સુષ્મા સ્વરાજ.'
ભાજપમાં હવે કોણ એવા નેતા છે જે વડા પ્રધાન બની શકે એવા પ્રશ્નના જવાબમાં સેના પ્રમુખે ઉક્ત ટીપ્પણ કરી હતી.
'મેં (અગાઉ) ઘણી વાર કહ્યું છે કે તેઓ વડા પ્રધાનના હોદ્દા માટે શ્રેષ્ઠ પસદંગી પુરવાર થશે. તેઓ એક લાયક અને મેધાવી મહિલા છે,' એમ જણાવતા ઠાકરેએ ઉમેર્યું હતું કે 'તેઓ (વડા પ્રધાન તરીકે) ઉત્તમ કામગિરી બજાવશે.'
કેન્દ્રમાં હવે પછીની સરકાર એનડીએ અને યુપીએ સિવાયના (ત્રીજા) મોરચા દ્વારા રચાઈ શકે છે એવી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તાજેતરની આગાહી બાબતમાં ઠાકરેએ ખેદ દર્શાવ્યો હતો. 'મારા માટે (એમણે જે કહ્યું) એની આગળ કાંઈ બોલવું મુશ્કેલ છે. આ લોકો પાસેથી શું અપેક્ષા રાખવી? તેઓ આવું શા માટે બોલ્યા હશે? એમ સેનાપ્રમુખે વધુમાં કહ્યું હતું.
ભાજપ અને શિવસેના વચ્ચેનું ગઠબંધન 'મજબૂત' છે કે કેમ એવા એક સવાલના જવાબમાં ઠાકરેએ જણાવ્યું હતું કે 'હવે હું મજબૂત શબ્દનો ઉપયોગ તો ન કરી શકું. વિચારસરણી બદલાઈ છે. લોકોમાં અગંત રાગદ્વેષ વધ્યા છે. પક્ષો વચ્ચે પણ દુશ્મનાવટ છે. ભૂતકાળમાં એનડીએ પાસે વાજપેયી જેવા નેતા હતા. હવે એવું નેતૃત્વ રહ્યું નથી. પરંતુ હું એનડીએ વિશે વાત કરી રહ્યો છું, ભાજપ વિશે નહીં,' એવી માર્મિક ટકોર એમણે કરી હતી.
દરમિયાન કોંગ્રેસ મહાસમિતિ (એઆઈસીસી)ના મહામંત્રી દિગ્વિજયિસંહે આજે જણાવ્યું હતું કે સુષ્મા સ્વરાજનું નામ શિવ સેનાએ એનડીએના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સૂચવ્યું હોવાથી હવે એમણે (સ્વરાજે) મહારાષ્ટ્રમાં સેના અને મનસે દ્વારા બિહાર અને યુપીના લોકો પર થતા હુમલા બાબતમાં પોતાના પક્ષનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
કોલગેટના પ્રશ્ને સ્વરાજ તાજેતરમાં પોતાની મુંબઈ મુલાકાત દરમ્યાન ઠાકરેને માતોશ્રીમાં મળ્યા એ પશ્ચાદભૂમા સેનાપ્રમુખનું આવું નિવેદન આવી પડયું છે. એનેડીએના કોઈ ઘટક પક્ષે ભાજપના કોઈ નેતાનું નામ વડા પ્રધાપદ માટેના શકય ઉમેદવાર તરીકે આપ્યું હોય એવું પહેલીવાર બન્યું છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનું નામ વડા પ્રધાનપદના શક્ય ઉમેદવાર તરીકે ચર્ચાવાનું શરૃ થયું ત્યારે એનડીએના ઘટક જનતા દળ (યુ)એ ચોખવટ કરી હતી કે મોદી અમને સ્વીકાર્ય નહીં હોય. બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારનું નામ પણ આવ્યું હતું. પરંતુ એમણે પોેતાની ઉમેદવારી પર પાણી રેડતા કહ્યુ ંહતું કે મારી એવી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી અને હું બિહારના લોકોની સેવા કરવાનું ચાલુ રાખીશ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved