Last Update : 10-September-2012, Monday

 

ભારતે ૧૦૦મા અંતરિક્ષ અભિયાનની શરૃઆત કરી ઇતિહાસ રચ્યો

પીએસએલવી-સી૨૧ દ્વારા બે વિદેશી ઉપગ્રહ તેમની કક્ષામાં સ્થાપિત કરાયા

(પીટીઆઇ) શ્રીહરિકોટા, તા. ૯
અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચતા ભારતે આજે સફળતાપૂર્વક સ્વદેશી પીએસએલવી-સી૨૧ રોકેટનું પ્રક્ષેપણ કર્યુ હતું. પીએસએલવી-સી૨૧ ભારતનો ૧૦૦મું અવકાશ અભિયાન હતું. આ રોકેટે બે વિદેશી ઉપગ્રહોને તેમની કક્ષામાં સ્થાપિત કર્યા હતા. ચેન્નાઇથી ૧૧૦ કિલોમીટર દૂર આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી જ્યારે પીએસએલવી-સી૨૧ પોતાની સાથે બે વિદેશી ઉપગ્રહને લઇને રવાના થયું તો ત્યારે વડાપ્રધાન આ ઐતહાસિક સફળતાને જોવા માટે ત્યાં હાજર હતાં.
આ પ્રસંગે વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે હું અવકાશ વિભાગ તથા ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના તમામ સભ્યોને આ મહત્વપૂર્ણ સફળતા માટે અભિનંદન પાઠવું છું. આ રોકેટ પોતાની સાથે ફ્રાંસનાં ઉપગ્રહ સ્પોટ ૬ અને જાપાનના માઇક્રો સેટેલાઇટ પ્રોઇટેેરેસને લઇને રવાના થયું અને પ્રક્ષેપણના ૧૮ મિનિટ પછી તેમને તેમની કક્ષામાં સ્થાપિત કરી દીધા હતા.
આ પ્રક્ષેપણ સવારે ૯.૫૧ કલાકે કરવામાં આવનાર હતું પરંતુ અવકાશી ભંગાર સાથે અથડામણ અટકાવવા માટે કરવામાં આવેલ ૫૧ કલાકના કાઉન્ટડાઉનમાં ૨ મિનિટનો વિલંબ થતા આ રોકેેટ ૯.૫૩ પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. ૪૪ મીટર લાંબા પીએસએલવીની આજે બાવીસમી ફલાઇટ હતી. કુલ ૭૧૨ કિલોગ્રામ વજન ધરાવતા આ ફ્રાંસનો ઉપગ્રહ ભારત દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલ સૌથી વધુ વજન ધરાવતું વિદેશી ઉપગ્રહ છે.
ઇસરોએ ૧૯ એપ્રિલ, ૧૯૭૫માં દેશમાં નિર્મિત આર્યભટ્ટના પ્રક્ષેપણની સાથે પોતાના અવકાશ અભિયાનની શરૃઆત કરી હતી. આર્યભટ્ટને એક રશિયન રોકેટ દ્વારા મોકલવામાં આવ્યું હતું. પીએસએલવીએ ૧૯૯૩માં પોતાની પ્રથમ ઉડાન ભરી હતી પરંતુ આ ઉડાન નિષ્ફળ નિવડી હતી.
વડાપ્રધાન મનમોહનસિંહે આ સફળતાને શાનદાર ગણાવી હતી. પ્રક્ષેપણની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કર્યા પછી સિંહે બંને ઉપગ્રહોને તેમની કક્ષામાં સ્થાપિત કરવાના પ્રત્યેક તબક્કાની પ્રશંસા કરી હતી. આ પ્રક્ષેપણ ઇસરો માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
તેમણે એસ્ટ્રીઅમ ઓફ ફ્રાંસ અને ઓસાકા ઇન્સ્ટિયૂટ ઓફ ટેકનોલોજી ઓફ જાપાનને પણ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફ્રાંસનાં સ્પોટ ૬ અને જાપાનના પ્રોઇટેરેસ ઉપગ્રહ આજે પીએસએલવી-સી૨૧ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે.

ઇસરોના ચેરમેને અભિયાન અગાઉ વેંકેટેશ્વરા મંદિરમાં પ્રાર્થના કરી
(પીટીઆઇ) તિરુપતિ, તા. ૯
ભારતનાં ૧૦૦માં અવકાશ અભિયાન અગાઉ ઇસરોના ચેરમેને કે. રાધાક્રિશ્નને આજે પીએસએલવી-સી૨૧ના ં સફળ પ્રક્ષેપણ માટે ભગવાન વેંકેટેશ્વરા મંદિરમાં પ્રાર્થના કરી હતી. મંદિરનાં સુત્રોના જણાવ્યા અનુસાર દરેક મિશન અગાઉ રાધાક્રિશ્નન ૨૦૦૦ વર્ષ જૂના મંદિરની મુલાકાતે આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતે આજે પીએસએલવી-સી૨૧ રોકેટ દ્ધારા બે વિદેશી ઉપગ્રહોને તેની કક્ષામાં સ્થાપિત કર્યા હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved