Last Update : 10-September-2012, Monday

 

પીએમઓની વેબસાઈટ પર અપડેટ આંકડા મુજબ,
વડાપ્રધાન મનમોહનસિંહની સંપત્તિ એક જ વર્ષમાં બમણી થઈ ગઈ

જોકે સાથી મંત્રીઓ વડાપ્રધાન કરતાં વધુ ધનવાન ઃ સૌથી વધુ સંપત્તિ પ્રફુલ પટેલ પાસે

નવી દિલ્હી, તા. ૯
વડાપ્રધાન મનમોહનસિંહ આશરે રૃા. ૧૦.૭૩ કરોડની અસ્કયામતો ધરાવે છે જે ગત વર્ષની સરખામણીમાં બમણી થઈ ગઈ છે. જોકે તેમના મંત્રીમંડળના ઘણા પ્રધાનો તેમના કરતા વધારે શ્રીમંત છે. વડાપ્રધાન કાર્યાલયની વેબસાઈટ પર મંત્રીઓની સંપત્તિની વિગતો નવી સુધારેલી વિગતો જાહેર કરવામાં આવી હતી.
મનમોહનસિંહની અસ્કયામતોમાં ચંડીગઢ અને દિલ્હી ખાતેના બે ફલેટો જેમની કિંમત આશરે રૃા. ૭.૨૭ કરોડ છે, અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જુદા જુદા ખાતાઓમાં રૃા. ૩.૪૬ કરોડની ડિપોઝિટો અને રોકાણોનો સમાવેશ થાય છે. ગયા વર્ષે વડાપ્રધાને આશરે રૃા. ૫.૧૧ કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. એ વખતે તેમના ચંડીગઢ અને દિલ્હીના વસતકુંજ ખાતેના ફલેટોની કિંમત રૃા. ૧.૭૮ કરોડ આંકવામાં આવી હતી અને તેમની પાસે રૃા. ૨.૭૫ લાખના મૂલ્યના ૧૫૦.૮૦ ગ્રામ સોનાનાં ઘરેણાં હતાં. આ અંગે વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે મનમોહનસિંહની અસ્કયામતો એટલી જ રહી હતી પરંતુ એનું મૂલ્ય વધ્યું હતું. આ મૂલ્યાંકન સરકાર માન્ય મૂલ્યાંકનકારે કર્યું હતું. મનમોહનસિંહની માલિકીની મારૃતિ ૮૦૦ કારનું મૂલ્ય ૨૧,૦૩૩નું આંકવામાં આવ્યું હતું.
મંત્રીમંડળના અન્ય શ્રીમંત પ્રધાનોમાં પ્રફૂલ પટેલની સંપત્તિ આશરે રૃા. ૫૨ કરોડ, શરદ પવારની સંપત્તિ આશરે રૃા. ૨૨ કરોડ અને એમ.કે. અલાગિરીની સંપત્તિ આશરે રૃા. ૯.૫૦ કરોડની નોંધવામાં આવી હતી. મંત્રીમંડળમાં સૌથી ઓછી અસ્કયામતો રક્ષામંત્રી એ.કે. એન્ટનીની આશરે રૃા. ૫૫ લાખની જણાઈ હતી.
માનવ સંસાધનમંત્રી કપિલ સિબલ અને તેમના પત્ની પ્રોમિલાની કુલ અસ્કયામતો રૃા. ૪૫.૩૩ કરોડનું મૂલ્ય ધરાવે છે. ગૃહમંત્રી સુશિલકુમાર શિંદે રૃા. ૫૦ લાખના મૂલ્યનું એક ઘર, રૃા. ૧.૯૯ કરોડ અને રૃા. ૧.૨૫ કરોડની કિંમતના બે ફલેટ, રૃા. ૧૯.૭૬ લાખની ખેતીવાડી લાયક જમીન અને રૃા. ૧.૧૧ કરોડના મૂલ્યની અન્ય જમીન ધરાવે છે. તેમના પત્ની ઉજ્જ્વલા શિંદે રૃા. ૨.૧૫ કરોડના મૂલ્યનો એક ફલેટ અને રૃા. ૧૫.૩૮ કરોડ તેમજ રૃા. ૮૪ લાખના મૂલ્યનાં બે જમીનના ટુકડાની માલિકી ધરાવે છે.
વિદેશમંત્રી એસ.એમ. કૃષ્ણા રૃા. ૩૧.૪૪ લાખની સ્થાવર મિલકત સહિત રૃા. ૧.૮૯ કરોડની કુલ અસ્કયામતો ધરાવે છે. નાણામંત્રી પી. ચિદમ્બરમની બેંક ખાતાઓ અને વર્તમાન સંપત્તિ સહિતની કુલ અસ્કયામતો રૃા. ૧૧.૯૬ કરોડનું મૂલ્ય ધરાવે છે. ઉપરાંત ચિદમ્બરમ સંયુક્ત હિન્દુ કુટુંબ હેઠળ રૃા. ૯૪.૦૪ લાખની અસ્કયામતો અને રૃા. ૭૫.૫૨ લાખની જવાબદારીઓ પણ ધરાવે છે. આમ ચિદમ્બરમની કુલ અસ્કયામતોમાં રૃા. ૧૮.૫૨ લાખ ઉમેરાય છે.
પેટ્રોલિયમ મંત્રી એસ. જયપાલ રેડ્ડી હૈદરાબાદ ખાતે એક મકાન અને આંધ્રપ્રદેશમાં ૪૩ એકર ખેતીવાડી લાયક જમીન ધરાવે છે. વિદેશી બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન વ્યાલાર રવિ એમાકુલમ ખાતે રૃા. ૨૦ લાખના મૂલ્યનો એક ફલેટ ધરાવે છે. ઉપરાંત તેમને વારસામાં રૃા. ૯૦ લાખના મૂલ્યની જમીન મળેલી છે. નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન અજિતસિંહ દુર્ગ (છત્તીસગઢ) અને ઉત્તરપ્રદેશ ખાતે આશરે રૃા. ૧૩ કરોડના મૂલ્યની જમીન ધરાવે છે. ગ્રામવિકાસમંત્રી જયરામ રમેશ આશરે રૃા. ૫૬ લાખની અસ્કયામતો ધરાવે છે. વર્ષ ૨૦૧૧-૧૨માં જયરામ રમેશની માતાએ તેમની રૃા. ૩ કરોડ ઉપરની ડિપોઝિટના વારસ તરીકે તેમનું નામ જાહેર કરતા રમેશની કુલ સંપત્તિ રૃા. ૪.૧૬ કરોડે પહોંચી હતી.
બિનપરંપરાગત ઊર્જા પ્રધાન ફારૃખ અબ્દૂલ્લા બેંક ડિપોઝિટો અને શેરોમાં રોકાણ મળીને રૃા. ૯૮ લાખની સંપત્તિ ધરાવે છે. અબ્દૂલ્લાની ભાગીદારી હેઠળની અમુક જમીનનું મૂલ્ય આશરે રૃા. ૨.૨૫ કરોડનું અંકાયું છે. પ્રવાસનમંત્રી સુબોધકાંત સહાયે રૃા. ૭૦.૭૪ લાખ અને તેમના પત્ની રેખા સહાયે રૃા. ૧.૨૪ કરોડની અસ્કયામતો જાહેર કરી હતી.
યૂપીએ સરકારના
મંત્રીઓની સંપત્તિના આંકડા
મનમોહનસિંહ રૃા. ૧૦.૭૩ કરોડ
પ્રફૂલ પટેલ રૃા. ૫૨ કરોડ
શરદ પવાર રૃા. ૨૨ કરોડ
એમ.કે. અલાગિરિ રૃા. ૯.૫૦ કરોડ
કપિલ સિબલ રૃા. ૪૫.૩૩ કરોડ
પી. ચિદમ્બરમ્ રૃા. ૧૧.૯૬ કરોડ
અજિતસિંહ રૃા. ૧૩ કરોડ
પવનકુમાર બંસલ રૃા. ૬.૬૫ કરોડ
ગુલામનબી આઝાદ રૃા. ૩.૪૨ કરોડ
કુમારી સેલ્જા રૃા. ૧૨.૨૫ કરોડ
કમલનાથ રૃા. ૧૩.૩૩ કરોડ
એ.કે. એન્ટની રૃા. ૫૫ લાખ
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved