Last Update : 10-September-2012, Monday

 

ગુજરાતને વિશ્વના નકશા પર મુકનાર શ્વેત ક્રાંતિના પ્રણેતા
ગુજરાતના 'અમૂલ' પુરુષ ડો. કુરિયન અનંત યાત્રાએ

અંતિમ ઇચ્છા મુજબ નશ્વર દેહ પર સર્વધર્મ સંસ્કરણ બાદ ઔઅગ્નિસંસ્કાર ઃ ગુજરાતને કર્મભૂમિ બનાવી, આણંદને ઘર બનાવ્યું

(પીટીઆઇ) આણંદ, તા. ૯
દૂધની અછત ધરાવતા ભારત દેશને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવનારા, ગુજરાતને વિશ્વના નકશા પર મુકનારા અને શ્વેત ક્રાંતિના પ્રણેતા 'અમૂલ' પુરુષ ડો. વર્ગીસ કુરિયનનું ૯૦ વર્ષની વયે ટૂંકી બાંદગી બાદ નડીયાદની મુલજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૯૦ વર્ષના હતા. તેઓ તેમની પાછળ પત્ની મોલી કુરિયન અને પુત્રી નિર્મલાને છોડી ગયા છે.
શ્વેતક્રાંતિના પ્રણેતા ર્ડા.વી.કુરીયનનું ગઈકાલે રાત્રિના લગભગ ૧ઃ૧૫ કલાકે નિધન થયું હતું. છેલ્લા કેટલાય સમયથી તેઓ કીડનીની તકલીફથી પીડાતા હતા. તકલીફ વધતા તેઓને નડીયાદની કીડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રિના અંતિમ શ્વાસ લીધો હતો. તેઓના પાર્થીવ દેહને સવારના તેમના આણંદ સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમ-જેમ લોકોને જાણ થતી ગઈ તેમ તેમ લોકોની ભીડ વધી જવા પામી હતી.
૧૦ઃ૦૦ કલાકે તેમના દેહને અમૂલના સભાગૃહ ખાતે લવાયો હતો. ખેડા-આણંદ જિલ્લાના ખેડૂતોની સાથે સાથે રાજકીય અગ્રણીઓ પણ સભાગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ, કોંગ્રેસના નેતાઓએ તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અમૂલના પ્રાંગણમાં પશુપાલકો અને ખેડૂતોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સભાગૃહ ખાતે સર્વધર્મ પ્રાર્થના પણ યોજવામાં આવી હતી.
સાંજના ૪ઃ૪૫ કલાકે તેમના નશ્વર દેહને અમૂલ ડેરીના સભાગૃહથી તેમના નિવાસસ્થાને અને ત્યારબાદ આણંદના કૈલાસભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્મશાનયાત્રામાં કેટલાકની આંખો ભીની જોવા મળી હતી. વરસાદી માહોલ હોવા છતાં લોકોની ભીડ વધુ જોવા મળી હતી. પોતાના આ આગવા નેતાના દર્શન કરવા માટે પણ ખેડા-આણંદ જિલ્લાના પશુપાલકો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઇચ્છા અનુસાર અંતિમ સંસ્કાર વખતે તમામ ધર્મોના ધાર્મિક ગુરુઓ હાજર રહ્યા હતાં.
કૈલાસભૂમિમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તેમની ઇચ્છા અનુસાર તેમના નશ્વર દેહના ગેસ સંચાલિત સ્મશાનગૃહ કૈલાસભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના દોહિત્રે સ્વીચ પાડીને અગ્નિદાહ આપ્યો હતો. તે સમયે કેટલાયની આંખો ભીની થઈ ગઈ હતી. ભારતે એક સપૂત ગુમાવ્યો છે કારણ કે દૂધ ક્ષેત્રે એક ક્રાંતિ સર્જીને દેશ-વિદેશમાં ભારતનું નામ ઉજ્જવળ કર્યું હતું.
નેશનલ ડેરી ડેવ્લોપમેન્ટ બોર્ડ(એનડીડીબી)ના સ્થાપક કુરિયને 'ઓપરેશન ફ્લડ' દ્વારા ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવ્યો હતો. આ ઉપરાંત અમુલ બ્રાન્ડના વિકાસમાં પણ તેમનો અમૂલ્ય વિકાસ રહેલો છે.
તેમના મૃત્યુના સમાચાર સાંભળીને રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યુ હતુ અને તેમને શ્રંદ્ધાજલી આપી હતી.

૧૨ કલાક કોમામાં રહ્યા બાદ અંતિમ શ્વાસ લીધા
ડૉ. કુરિયનને નાદુરસ્ત તબિયતના કારણે ૧લી સપ્ટેમ્બરે નડિયાદની કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે એમનું બી. પી. ડાઉન હતું ને ૧૦૦ ડિગ્રીથી વધુ તાવ હતો. તેમને લાંબા સમયથી ડાયાબિટીસની બીમારી હતી ને આખા શરીરમાં ઇન્ફેક્શન હોવાથી છેલ્લા ૧૨ કલાક કોમામાં રહ્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ડૉ. કુરિયને ૨૦ વર્ષથી પગાર લેવાનું બંધ કર્યું હતું
૩૩ વર્ષ એનડીડીબીમાં, ૩૩ વર્ષ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને ૨૩ વર્ષ ઇરમામાં સેવાઓ આપી
નડીઆદ, તા. ૮
ડૉ. કુરિયનના જીવનની મહત્ત્વની વાત એ રહી છે કે ઇ.સ. ૧૯૯૮માં એમમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું ત્યારે તેઓ ૭૮ વર્ષના હતા અને છેલ્લા ૨૦ વર્ષથી એટલે કે જીવનના ૫૮મા વર્ષથી તેમણે એનડીડીબીમાંથી પગાર લેવાનું બંધ કરી દીધું હતું. કારણ કે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં ૫૮ વર્ષે વ્યક્તિ રીટાયર્ડ થઈ જાય તેથી તેમણે પણ ૫૮થી ૭૮ વર્ષ સુધી વગર પગારે માનદ ચેરમેન તરીકે સેવાઓ આપી હતી. ત્યાં સુધી કે પોતાના ગામમાં તેઓ પેટ્રોલ એલાઉન્સ પણ લેતા નહોતા. તેમણે ૩૩ વર્ષ NDDB ના, ૩૩ વર્ષ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને ૨૩ વર્ષ ઇરમાના અધ્યક્ષપદે સેવાઓ આપી હતી પરંતુ ૫૮ વર્ષ પછી તેમણે કોઈ પણ જાતનું વળતર લેવાનું સ્વીકાર્યું નહોતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved