Last Update : 10-September-2012, Monday

 

એરંડા વાયદામાં રૃ.૩૮૦૦ની સપાટી તૂટીઃ દેશી- આયાતી ખાદ્યતેલોમાં સાર્વત્રિક મંદી

પામતેલના ભાવો રૃ.૬૦૦ની અંદર જતા રહ્યાઃ અમેરિકામાં સોયાતેલના ઔભાવો તૂટયાઃ મુંબઈમાં રિફાઈનરીઓ તથા આયાતકારોએ ભાવો ઘટાડયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૮
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં મંદી આગળ વધી હતી. ભાવો તૂટી રૃ.૩૮૦૦ની અંદર જતા રહ્યા હતા. મુંબઈ એરંડા સપ્ટેમ્બરના ભાવો રૃ.૩૮૪૫ વાળા રૃ.૩૮૪૦ ખુલી ઉંચામાં રૃ.૩૮૪૭ થયા પછી નીચામાં રૃ.૩૭૫૮ થઈ છેલ્લે રૃ.૩૭૬૫ બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં તૂટતી બજારે માનસ વેંચવાનું રહ્યું હતું. મથકોએ વરસાદ સારો થતાં નવા પાક માટે આશાવાદ વધતાં તથા દરીયાપારની નવી માંગ પાંખી રહેતાં હાજર તથા વાયદા બજારમાં ભાવો દબાણ હેઠળ રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈમાં આજે હાજર એરંડાના ભાવો રૃ.૩૮૨૫ વાળા તૂટી રૃ.૩૭૦૦ બોલાયા હતા જ્યારે દિવેલના હાજર ભાવો રૃ.૨૫થી ૪૫ ગગડી કોમર્શિયલના રૃ.૭૭૦, એફએસજીના રૃ.૭૮૦ તથા એફએસજી કંડલાના રૃ.૭૫૫ બોલાઈ રહ્યા હતા. મથકોએ એરંડાની આવકો ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ મળીને ૧૪થી ૧૫ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ આજે હાજર એરંડાના ભાવો ઘટી ગામડાના રૃ.૭૪૫થી ૭૫૦ રહ્યાના સમાચારો હતા. હૈદ્રાબાદ બાજુ નવા એરંડાની આવકો નજીક આવતાં આજે જૂના એરંડામાં વેચવાલી વધી હતી અને ત્યાં જૂના એરંડાની આવકો આજે ૫૦૦થી ૭૦૦ ગુણી આવી હતી તથા ત્યાં ભાવો ઘટી હાજર એરંડાના રૃ.૩૩૦૦ તથા દિવેલના રૃ.૭૪૦ રહ્યાના સમાચારો હતા. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૭૦થી ૭૨ પોઈન્ટ તૂટયાના સમાચારો હતા. ઘરઆંગણે વિવિધ ઉત્પાદક મથકોએ સાર્વત્રિક સારો વરસાદ તથા વિશ્વબજારની નરમાઈ વચ્ચે ખાદ્યતેલોના ભાવો તૂટતા રહ્યા છે. ઈન્દોર બજારમાં આજે સોયાતેલનો ઓક્ટોબર વાયદો તૂટી રૃ.૭૮૦ જ્યારે બોલ્ટમાં ભાવો રૃ.૭૭૮.૫૦ રહ્યાના સમાચારો હતા. જ્યારે મથકોએ આજે હાજર બજારમાં સોયાતેલના ભાવો ઘટી રૃ.૭૩૦થી ૭૩૫ તથા રિફાઈન્ડના રૃ.૭૫૮થી ૭૬૨ રહ્યાના સમાચારો હતા. મથકોએ આજે સોયાબીનની આવકો ચાર હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર સોયાબીનના ભાવો ઘટી રૃ.૪૩૦૦થી ૪૪૦૦ રહ્યાના સમાચારો હતા. રાજકોટ બાજુ ભાવો ઘટી આજે સિંગતેલના રૃ.૧૨૧૫થી ૧૨૨૫ તથા ૧૫ કિલોના રૃ.૧૮૫૦થી ૧૮૮૦ બોલાયા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવો ઘટી રૃ.૭૦૭થી ૭૧૦ રહ્યા હતા. મુંબઈમાં આજે માંગ પાંખી રહી હતી. પામતેલના ભાવો તૂટી રૃ.૬૦૦ની અંદર જતા રહ્યા હતા. પામતેલના ભાવો હવાલા- રીસેલના ઘટી રૃ.૬૦૨ તથા જેએનપીટીના રૃ.૫૯૮ બોલાઈ રહ્યા હતા. મથકોએ તાજેતરના વરસાદ પછી ઉઘાડ નિકળતાં ખાદ્યતેલોના ભાવો તૂટતા રહ્યા છે. મુંબઈમાં આજે પામતેલમાં રિફાઈનરીઓ તથા આયાતકારોને પામતેલના ભાવો રૃ.૩થી ૫ ઘટાડયા હતા છતાં માંગ પાખી રહી હતી. મુંબઈ બજારમાં છેલ્લે મોડી સાંજે ભાવો ઘટી સિંગતેલના રૃ.૧૨૨૦, કપાસિયા તેલના રૃ.૭૫૫, સોયાતેલ ડિગમના રૃ.૭૨૫, રિફાઈન્ડના રૃ.૭૬૫, સનફલાવરના રૃ.૭૩૫, રિફાઈન્ડના રૃ.૭૯૦, ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ)ના રૃ.૫૩૮થી ૫૪૦, મસ્ટર્ડના રૃ.૮૩૦ બોલાઈ રહ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved