Last Update : 10-September-2012, Monday

 

ઝવેરીબજારોમાં વેગ પકડતી રેકોર્ડ બ્રેક તેજી
સોનામાં નવો ઈતિહાસઃ દિલ્હીમાં રૃ.૩૨૪૫૦ જ્યારે અમદાવાદમાં રૃ.૩૨૪૦૦ની નવી ટોચ દેખાઈ

સોનાના બિસ્કીટ રૃ.૬૦૦૦ ઉછળ્યાઃ યુરોપ પછી હવે અમેરિકામાં પણ બોન્ડ બાઈંગ શરુ થવાની શક્યતાએ વિશ્વબજારમાં તોફાની તેજી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. સોનાના ભાવો મુંબઈ બજારમાં આજે ૧૦ ગ્રામના રૃ.૬૦૦થી ૬૦૫ ઉછળ્યા હતા અને નવી ઉંચી સપાટી દેખાઈ હતી. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ઉછળી રૃ.૩૨૪૫૦ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો જ્યારે અમદાવાદમાં ભાવો રૃ.૬૦૦ વધી રૃ.૩૨૪૦૦ બોલાતાં નવી ઉંચાઈ દેખાઈ હતી. મુંબઈમાં ભાવો ૯૯.૫૦ સોનાના રૃ.૩૧૩૫૦ વાળા આજે રૃ.૩૧૯૫૫ બોલાયા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૪૯૫ વાળા રૃ.૩૨૦૯૫ બોલાયા હતા. ચાંદીના ભાવો આજે મુંબઈમાં કિલોના રૃ.૧૮૨૫ ઉછળી રૃ.૬૩૦૦૦ની નજીક પહોંચી ગયા હતા. ચાંદી ૯૯૯ રૃ.૬૧૧૦૫ વાળી આજે ઉછળી રૃ.૬૨૯૩૦ બોલાઈ હતી. વિશ્વબજારમાં રાતોરાત ભાવો તીવ્ર ઉછાળા વચ્ચે છ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યાના સમાચારો વચ્ચે ઘરઆંગણે પણ ઉંચી ગયેલી આયાત પડતરો તથા ટાંચી આવકો વચ્ચે હાજરમાં નવી વેચવાલી નહિંવત્ રહી હતી. જોકે સામે માંગ પણ પાંખી રહી હતી. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના શુક્રવારે ઘટીને એક તબક્કે ૧૬૮૮થી ૧૬૮૯ ડોલર બોલાયા હતા તે પાછળથી ઝડપી ઉછળી શુક્રવારે મોડી રાત્રે ૧૭૪૧ થઈ છેલ્લે ૧૭૩૬.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવો જે શુક્રવારે નીચામાં ૩૧.૯૩થી ૩૧.૯૪ ડોલર બોલાયા હતા તે શુક્રવારે મોડી રાત્રે ઉછળી ૩૩.૬૮થી ૩૩.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સાંજે ચાંદીના ભાવો રૃ.૬૩૦૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવો આ ભાવથી રૃ.૧૪૦૦થી ૧૫૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૯૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૧૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો આજે રૃ.૬૦૦૦ વધી રૃ.૩ લાખ ૭૫ હજાર બોલાતાં નવો રેકોર્ડ થયો હતો. વિશ્વબજારમાં યુરોપની સેન્ટ્રલ બેન્કે યુરોપના વિવિધ સંકટગ્રસ્ત દેશોને થાળે પાડવા અનલિમિટેડ બોન્ડ બાઈંગ કરવાનો સંકેત આપતા તથા નીચા વ્યાજદરો જાળવી રાખતા તેમજ ત્યાર પછી શુક્રવારે અમેરિકામાં રોજગારીના આંકડા નબળા આવતાં ત્યાં ફેડરલ રિઝર્વની બુધવારે મળનારી મિટિંગમાં અર્થતંત્રને ઉંચો લાવવા નવા સ્ટીમ્યુલસ પેકેજ આપવામાં આવે એવી શક્યતા વચ્ચે વિશ્વબજારમાં શુક્રવારે સોનામાં હેજફંડોની વ્યાપક લેવાલી નિકળી હોવાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved