Last Update : 10-September-2012, Monday

 

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૧૧૧થી ૧૭૫૪૪, નિફ્ટી ૫૪૬૬થી ૫૨૮૮ની રેન્જમાં ઘૂમરાશે

વર્ધમાન ટેક્સટાઇલ્સ ત્રણ બોનસ થકી ૫૫.૬૫% બોનસ ઇક્વિટી ધરાવતી, નેટ ઓપરેટીંગ આવક શેરદીઠ રૃા. ૬૧૫, અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૩૫૩, ઇપીએસ રૃા. ૪૦ અપેક્ષીત સામે માત્ર ૫.૬૩ના પી/ઇએ રૃા. ૨૨૯ ભાવે ઉપલબ્ધ

માર્કેટ વિઝન
જર્મનીની કોર્ટના ચૂકાદા, ફુગાવા, યુ.એસ. ફંડ મીટિંગ, એડવાન્સ ટેક્ષના આંકડા પર નજરે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
સંસદનું ચોમાસું સત્ર રાજકીય હૂંસાતૂંસી વચ્ચે વેડફાઇ જઇને પૂરું થઇ ગયું. આર્થિક સુધારાને આગળ વધારવા ઇચ્છતી યુપીએ સરકારના કોલસાની ખાણોએ હાથ કાળા કરી દેતાં રહી સહી શાખને પણ વિપક્ષોએ ખરડાવી દેવાનો મોકો ઝડપી લઇને ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી સમયે જ પોતાનું પાસુ મજબૂત કરવામાં સફળતા મેળવી છે. સંસદને નહીં ચાલવા દેવા મામલે વડા પ્રધાન મનમોહન સિંહના વિપક્ષો પર વળતા પ્રહારો એકંદર બુઠા નીવડયા છે. આર્થિક સુધારાના પ્રણેતા પૈકી માનતા મનમોહન સિંહ માટે નાણા પ્રધાન પી. ચિદમ્બરમના સથવારે અર્થતંત્રને પુનઃ ઝડપી વૃદ્ધિના પંથે લાવવાના પ્રયાસો શરૃ કરે એ પહેલાં જ કોલસા કૌભાંડે ઘેરી લેતા અને આ કૌભાંડમાં રોજબરોજ નવા પ્રધાનોના બહાર આવી રહેલા નામોએ મુશ્કેલી વધારી દીધી છે. રહી બજારના સેન્ટીમેન્ટની વાત તો યુપીએ સરકારે મનમોહન સિંહ રાજીનામું નહીં આપે, એના છાપે ચડેલા પ્રધાનો પણ રાજીનામું નહી આપે એવી નફટાઇ બતાવી હવે જાણે કે એફઆઇઆઇ- વિદેશી ફંડોને માટે જનરલ એન્ટિ- અવોઇડન્સ રૃલ્સ (જીએએઆર) અભરાઇ પર મૂકાવી દઇ ફરી ખેલો ઇન્ડિયા ખેલો કરવા છૂટ્ટો દોર આપી દીધાનું અને તોફાની તેજી થકી સરકારની છબી બદલવાના છેલ્લી ઘડીના પ્રયાસો શરૃ કરી દીધાનું જણાય છે.
ચોમાસું પોઝિટીવ પરિબળ બન્યું ઃ વિધાનસભા ચૂંટણીઓ નજીક હોઇ ફુગાવા પગલાંથી સરકાર દૂર રહેશે
યુપીએ સરકારની તળીયે ગયેલી શાખ છતાં અત્યારે રાષ્ટ્રીય પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય પરિબળો યુપીએ સરકારની વહારે આવી એફઆઇઆઇને આકર્ષક વેલ્યુએશને મળતા સેન્સેક્ષ- નિફ્ટીના શેરોમાં મોટાપાયે રોકાણ કરવા અને સાઇડ માર્કેટમાં નીચા ભાવોએ ઉપલબ્ધ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરો કોર્નર કરવા પ્રેરતા બજારમાં તેજીનો નવો રાઉન્ડ શરૃ થયો છે. ઓગસ્ટ મહિના ચોમાસાનો નબળો નીવડી દેશમાં દુકાળની ચિંતા કરાવી ગયા બાદ સપ્ટેમ્બરમાં અછતવાળા ઘણા વિસ્તદારો - પ્રદેશોને રસતરબોળ કરી દઇ દુકાળનો ભય દૂર થયો છે. હવે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે ઉંચી વૃદ્ધિ હાંસલ થવાની અપેક્ષાએ બજારના સેન્ટીમેન્ટને જરૃરી વેગ મળ્યો છે. યુરો ઝોનના દેશોને કોઇપણ કટોકટીમાંથી ઉગારવા અને યુરો ઝોનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીબી) બોન્ડસ પ્રોગ્રામ જાહેર કર્યાની વૈશ્વિક બજારો પર પોઝિટીવ અસર થઇ છે.
ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ, ઓગસ્ટના ફુગાવાના આંક, એડવાન્સ ટેક્ષના આંકડા પર નજર
અલબદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મોરચે આગામી પખવાડિયું મહત્વનું છે. ભારતમાં જૂન ત્રિમાસિકના કોર્પોરેટ ઇન્ડિયાના સાધારણથી નબળા પરિણામો બાદ હવે ૧૫, સપ્ટેમ્બરના કંપનીઓના એડવાન્સ ટેક્ષના આંકડા બીજા ત્રિમાસિકના પરિણામોનો સંકેત આપશે. આ પૂર્વે ભારતમાં બુધવારના ૧૨, સપ્ટેમ્બર, ૨૦૧૨ના જુલાઇના ઔદ્યોગિક ઉત્પાદનના ૧૨-૧૩ સપ્ટે.ના યુએસફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગ અને ૧૪,સપ્ટેમ્બર શુક્રવારે ઓગસ્ટ મહિનાના હોલસેલ ભાવાંક- ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૭, સપ્ટેમ્બરના ધિરાણ નીતિની સમીક્ષામાં સીઆરઆરમાં અડધાથી એક ટકાનો ઘટાડો અપેક્ષીત છે, પરંતુ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ નજીક હોઇ સરકાર રિઝર્વ બેંકને કેટલી મોકળાશ આપશે એ મોટો પ્રશ્ન છે. આ સાથે ડીઝલના ભાવોમાં પણ લાંબો સમયથી તોળાતો વધારો અનિવાર્ય હોઇ મોંઘવારી વધુ ભડકવાનું જોખમ સરકાર ચોક્કસ નહીં ઉઠાવે. મોંઘવારીના જોખમ સાથે કંપનીઓના એડવાન્સ ટેક્ષના આંકડા સપ્તાહના અંતે નબળા નીવડવાની સ્થિતિમાં રિઝર્વ બેંક ૧૭, સપ્ટેમ્બરના સીઆરઆર ઘટાડો શક્ય બનશે.
જર્મનીની કોન્સ્ટીટયુશનલ કોર્ટના બુધવારે ચૂકાદા પર નજર ઃ વૈશ્વિક બજારો પછડાશે કે વધુ તોફાને ચડશે?
આંતરરાષ્ટ્રીય મોરચે યુરોપીય સેન્ટ્રલ બેંકે ગત અઠવાડિયે બોન્ડસ ખરીદીનો પ્રોગ્રામનું પગલું લીધાની પોઝિટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઇ. પરંતુ હજુ યુરો ઝોનમાં અલગ ચોકો પાડવા પંકાયેલા જર્મની પર વૈશ્વિક બજારોની નજર આગામી સપ્તાહમાં બુધવાર પર રહેશે. જર્મનીની કોન્સ્ટીટયુશનલ કોર્ટ દ્વારા બુધવાર ૧૨, સપ્ટેમ્બરના રોજ યુરો ઝોનના બે બેઇલઆઉટ વ્હીકલ ધ ટેમ્પરરી યુરોપીયન ફાઇનાન્શિયલ સ્ટેબિલીટી ફેસેલિટી (ઇએફએસએફ) અને પરમેનન્ટ યુરોપીયન સ્ટેબિલિટી મેકેનીઝમ (ઇએસએમ) જર્મનીના કાયદા અને માસ્ટ્રીચ્ય ટ્રીટીના 'નો બેઇલઆઉટ ક્લોઝનું ઉલ્લંઘન છે કે નહીં એ મામલે અપાનારા ચુકાદા પર વૈશ્વિક બજારો તોફાને ચડશે. નેગેટીવ ચૂકાદો વિશ્વના બજારોમાં ધબડકો અને પોઝિટીવ ચૂકાદો તેજીનું તોફાન બતાવી શકે છે.
ડાર્ક હોર્સ ઃ વર્ધમાન ટેક્સટાઇલ્સ
રૃા. ૧૦ પેઇડ અપ, એનએસઇ (VTL), બીએસઇ (૫૦૨૯૮૬) લિસ્ટેડ વર્ધમાન ટેક્સટાઇલ્સ લિમિટેડ ૧.૧ અબજ ડોલરના વર્ધમાન ગુ્રપ દ્વારા પ્રમોટેડ છે. વર્ધમાન હોલ્ડિંગ, જે વર્ધમાન ટેક્સટાઇલ્સમાં ૨૬.૬૬ ટકા હોલ્ડિંગ ધરાવે છે. વર્ધમાન ટેક્સટાઇલ્સની સબસીડીયરીઓમાં (૧) વીટીએલ ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ ૧૦૦ ટકા હોલ્ડિંગની એનબીએફસી બિઝનેસ કરતી સબસીડીયરી (૨) વીએમટી સ્પિનિંગ કંપની લિમિટેડ વાર્ષિક રૃા. ૧૦૧ કરોડની આવક કરતી ૪૫૮૭૨ સ્પિન્ડલની ક્ષમતા ધરાવતું ૭૩ ટકા વર્ધમાન અને મારૃબેની કોર્પોરેશન હોંગકોંગ અને ચાઇના બિલ્ડિંગ સાથે ૧૦૦ ટકા કોટન યાનના ઉત્પાદનનું સંયુક્ત સાહસમાં (૩) વીએએલ વર્ધમાન એક્રેલીક્સ લિમિટેડ ૫૯ ટકા હોલ્ડિંગની કંપની જે એક્રેલીક સ્ટેપલ ફાઇબરનું ઉત્પાદન કરતી વાર્ષિક ૬૦૪૦૦ ટનની ઉત્પાદન ક્ષમતા અને રૃા. ૨૫૩.૯૦ કરોડની આવક કરતી એનએસઇ લિસ્ટેડ સબસીડીયરી છે. (૪) વર્ધમાન યાર્નસ એન્ડ થ્રેડસ લિમિટેડ (વીવાયટીએલ) ૫૧ ટકા હોલ્ડિંગની આરએમજી, ઇન્ડસ્ટ્રીયલ, સ્પેશ્યાલિટી પ્રેડસનું ઉત્પાદન કરતી દૈનિક ૩૩ ટન થ્રેડસની ૬૦૦૦૦ સ્પિન્ડલ્સ- સ્વવપરાશી ક્ષમતા ધરાવતી એએન્ડઇ, યુએસએ સાથે સહયોગમાં સંયુક્ત સાહસ રૃા. ૩૩૨.૪૦ કરોડની વાર્ષિક આવક કરતી સબસીડીયરી છે. (૫) વર્ધમાન સ્પેશ્યલ સ્ટીલ લિમિટેડ ૩૧.૩૯ ટકા પ્રમોટર હોલ્ડિંગની સ્પેશ્યલ સ્ટીલ્સ ઉત્પાદન કરતી વાર્ષિક એક લાખ ટનની ક્ષમતા ધરાવતી સબસીડીયરી છે. (૬) વીએનજી કંપની લિમિટેડ ૫૧ ટકા હોલ્ડિંગની નિશહીનો, જાપાન સાથે કોલોબ્રેશન્સમાં ગાર્મેન્ટસ ક્ષેત્રે સક્રીય ૮.૭૦ લાખ નંગ ગાર્મેન્ટસની ઉત્પાદન ક્ષમતા ધરાવતી સબસીડીયરી છે.
સર્ટિફિકેશન ઃ (૧) સુપીમા વર્લ્ડસ ફાઇનેસ્ટ કોટન દ્વારા કેલીફોર્નિયા, અરીઝોના, ટેક્સાસ, ન્યુ મેક્સીકો જેવા યુ.એસ.એના રાજ્યો માટે બ્રાન્ડ લાઇસન્સ (૨) કોટન કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા કોટન યુએસએ લાઇસન્સ (૩) એઇડ બાય ટ્રેડ, આફ્રિકા દ્વારા સર્ટિફાઇડ (૪) નિહોન સાન્મો જાપાન, ક્યોન્ગ બેંગ- દક્ષિણ આફ્રિકા સાથે બિઝનેસ સહયોગ, એક્સલાન અને મારૃબેની- જાપાન, ટોકાઇ સેન્હો- જાપાન, અમેરિકન એન્ડ ઇફ્રીડ- ઇન્ક. યુએસએ તથા નિશીહીનબો- જાપાન સાથે સહયોગ.
ભારતમાં અગ્રણી ટેક્સટાઇલ જાયન્ટ વર્ધમાન ગુ્રપ દેશમાં પાંચ રાજ્યોમાં ૨૪ મેન્યુફેક્ચરીંગ સવલતો થકી યાર્ન, ગ્રે અને પ્રોસેસ્ડ ફેબ્રિક્સ, સીવીંગ થ્રેડ, એક્રેલિક ફાઇબર અને એલોય સ્ટીલના બિઝનેસમાં સક્રીય ૧.૧ અબજ ડોલરનું ટર્નઓવર સ્પિરીટ ટોમી હીલ ફિગર, લુઇસ ફીલીપ્સ, મીટ, એરો, ગેપ, જેસીપેન્ની જેવી બ્રાન્ડ અને સપ્લાયર ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, કોરિયા, મલેશીયા, સિંગાપુર, યુ.કે.,યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, યુરોપીય દેશો, ઇજીપ્ત, મોરિશીયસ, હોંગકોંગ, ઇન્ફોનેશીયામાં નિકાસ કરતી ૮ લાખ સ્પિન્ડલથી વધુ ક્ષમતા, દૈનિક ૬૫ ટન યાર્ન અને ફાઇબર ડાઇંગ ક્ષમતા, ૯૦૦ સટલલેસ યાર્ન, વાર્ષિક ૯૦૦ લાખ મીટર પ્રોસેસ્ડ ફેબ્રિક, દૈનિક ૩૩ ટન સીવિંગ થ્રેડ, વાર્ષિક ૧૮૦૦૦ મેટ્રીક ટન એક્રેલિક ફાઇબર, એક લાખ ટન સ્પેશ્યલ અને એલોય સ્ટીલની ક્ષમતા ધરાવે છે. દેશના એક પ્રતિષ્ઠિત રીસર્ચ હાઉસ દ્વારા ટીવી મુલાકાતમાં વર્ધમાન ટેક્સટાઇલ્સ રૃા. ૫૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીએ રૃા. ૧૦૦૦ કરોડના ખર્ચે બદીમાં વિસ્તરણ હાથધર્યું છે, તેનું ઉત્પાદન જાન્યુઆરી ૨૦૧૩થી ચાલુ થઇ જવાનો અંદાજ બતાવેલ છે. કંપની હાલ રૃા. ૧૫૦૦ માર્કેટ કેપિટલાઇઝેશનથી ટ્રેડ થઇ રહી છે. જ્યારે લુધિયાણામાં કંપની પાસે ૬૦ એકર જમીન છે, જેનું મૂલ્ય રૃા. ૧૫૦૦ કરોડ જેટલું થાય છે.
વેચાણ ઃ માર્ચ ૨૦૦૮માં રૃા. ૨૨૯૫ કરોડ, માર્ચ ૨૦૦૯માં રૃા. ૨૪૭૨ કરોડ, માર્ચ ૨૦૧૦માં રૃા. ૨૭૬૫ કરોડ, માર્ચ ૨૦૧૧માં રૃા. ૩૬૫૧ કરોડ, માર્ચ ૨૦૧૨માં રૃા. ૩૯૭૦ કરોડ.
ઇપીએસ ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૨૧.૨૧, વર્ષ ૨૦૦૯માં રૃા. ૨૪.૩૭, વર્ષ ૨૦૧૦માં રૃા. ૩૭, વર્ષ ૨૦૧૧માં રૃા. ૭૩.૮૦, વર્ષ ૨૦૧૨માં રૃા. ૧૭.૨૩ (વર્ષ ૨૦૧૨ ટેક્સટાઇલ ઉદ્યોગનું સૌથી ખરાબ વર્ષ હતું.)
બોનસ ઃ વર્ષ ૧૯૯૧માં ૨ઃ૫, વર્ષ ૧૯૯૪માં ૧ઃ૧, વર્ષ ૨૦૦૫માં ૧ઃ૨ આમ ત્રણ બોનસ ઇસ્યુ થકી ૫૫.૬૫ ટકા ઇક્વિટી બોનસ શેરોની છે.
રીઝલ્ટ ઃ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન ૨૦૧૨માં વેચાણ રૃા. ૯૪૦ કરોડ થકી, જે ગત સમાનગાળામાં રૃા. ૯૬૦ કરોડ હતું. વર્ષ ૨૦૧૧માં એ જ સમાનગાળામાં રૃા. ૪૩ કરોડની નુકસાની સામે ચાલુ વર્ષે પ્રથમ ત્રણ મહિનામાં ચોખ્ખો નફો રૃા. ૫૪.૮૯ કરોડ નોંધાવી ઇપીએસ શેરદીઠ આવક ત્રણ મહિનાની રૃા. ૮.૬૨ મેળવી છે. પૂર્ણ વર્ષમાં કંપનીનું વેચાણ રૃા. ૪૦૦૦ કરોડ (સબસીડીયરીઓનું અલગ) તથા એનપીએમ ૬ ટકા અપેક્ષાએ ચોખ્ખો નફો રૃા. ૨૪૦ કરોડ અપેક્ષીત છે. જે મુજબ પૂર્ણ વર્ષની સ્ટેન્ડએલોન ઇપીએસ રૃા. ૩૭.૭૧ અને કોન્સોલિટેડેડ ઇપીએસ રૃા. ૪૦ અપેક્ષીત છે.
ઇક્વિટી ઃ પ્રમોટર્સ પાસે ૬૧ ટકા, આઇસીઆઇસીઆઇ ગુ્રપ હસ્તક ૭.૦૨ ટકા, આઇડીએફસી પાસે ૩.૧૪ ટકા, એસબીઆઇ ગુ્રપ પાસે ૬ ટકા, નાણા સંસ્થાઓ, એફઆઇઆઇ, એચએનઆઇ પાસે ૮.૩૮ ટકા, આમ જનતા પાસે માત્ર ૭.૪૩ ટકા છે.
બુક વેલ્યુ ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૨૦૨.૯૦, વર્ષ ૨૦૦૯માં રૃા. ૨૨૦.૩૨, વર્ષ ૨૦૧૦માં રૃા. ૨૫૨.૦૧, વર્ષ ૨૦૧૧માં રૃા. ૩૦૧.૩૭, વર્ષ ૨૦૧૨માં રૃા. ૩૧૩.૫૮ અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૩માં અપેક્ષીત રૃા. ૩૫૩.
શેરદીઠ નેટ ઓપરેટીંગ આવક ઃ વર્ષ ૨૦૦૮માં રૃા. ૩૯૭.૨૩, વર્ષ ૨૦૦૯માં રૃા. ૪૨૫.૧૩, વર્ષ ૨૦૧૦માં રૃા. ૪૭૪.૮૮, વર્ષ ૨૦૧૧માં રૃા. ૫૬૬.૬૦, વર્ષ ૨૦૧૨માં રૃા. ૬૧૫.૫૪ છે.
શારાંશ ઃ આમ ભારતની ટેક્સટાઇલ ઉદ્યોગની પ્રતિષ્ઠિત કંપની વર્ધમાન ટેક્સટાઇલ્સ લિમિટેડ (૧) સબસીડીયરીઓ સાથે રૃા. ૫૦૦૦ કરોડથી વધુ વેચાણ (૨) જાપાન, આફ્રિકા અને યુએસએ ક્વૉલિટી સર્ટિફાઇડ (૩) વિશ્વની પ્રતિષ્ઠિત કંપની સાથે સંયુક્ત સાહસ (૪) ચાલુ વર્ષમાં મોટું વિસ્તરણ (૫) ત્રણ બોનસ આપતાં ૫૫.૬૫ ટકા બોનસ ઇક્વિટી ધરાવતી (૬) અપેક્ષીત શેરદીઠ આવક રૃા. ૪૦ (૭) અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૩૫૩ (૮) રૃા. ૧૫૦૦ કરોડની લુધિયાણામાં ૬૦ એકર જમીન ધરાવતી (૯) નેટ ઓપરેટીંગ આવક શેરદીઠ રૃા. ૬૧૫.૫૪ (૧૦) મજબૂત બોનસ ઉમેદવારને માત્ર ૧૦ નો પી/ઇ આપીએ તો પણ ભાવ રૃા. ૪૦૦ને આંબી શકનાર હાલ એનએસઇ, બીએસઇ પર રૃા. ૨૨૯ ભાવે માત્ર ૫.૬૩ના પી/ઇએ ઉપલબ્ધ છે.
નિફ્ટી ૫૪૬૬થી ૫૨૮૮, સેન્સેક્ષ ૧૮૧૧૧ થી ૧૭૫૪૪ રેન્જમાં ફંગોળાતા જોવાશે
આગામી સપ્તાહમાં ઔદ્યોગિક ઉત્પાદન, ઓગસ્ટના ફુગાવાના આંક અને જર્મનીની કોન્સ્ટીટયુશનલ કોર્ટના ચૂકાદા અને કોર્પોરેટ એડવાન્સ ટેક્ષના આંકડા પર નજરે સાથે બુધવાર- ગુરુવારે યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટિની (એફઓએમસી) મીટિંગ પર નજરે સેન્સેક્ષ ઉપરમાં ૧૮૧૧૧થી નીચામાં ૧૭૫૪૪ અને નિફ્ટી ઉપરમાં ૫૪૬૬થી નીચામાં ૫૨૮૮ વચ્ચે ફંગોળાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved