Last Update : 10-September-2012, Monday

 

પ્રાદેશિક શેરબજારોનો ભોગ લઈને સેબીની નવા એકસચેન્જને મંજૂરી

અગાઉ સેબીએ MCX- SXને મંજૂરી આપવા સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો અને ત્યારબાદ અચાનક જ નિયમો બદલી નાખ્યા અને લીલી ઝંડી

અમદાવાદ, શનિવાર
શેરબજાર નિયામક તરીકે કાર્યરત સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા લેવાતા નિર્ણયને કારણે તે વારંવાર વિવાદમાં મૂકાતી હોય છે. તાજેતરમાં તેણે પ્રાદેશિક શેરબજારો માટેના રૃા. ૧૦૦૦ કરોડના વાર્ષિક ટર્નઓવરનો નિયમ અમલી બનાવતા તેની કાર્યશૈલી પર ફરી એકવાર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
આ બાબતે થોડા ભૂતકાળમાં ઉતરીને જોઈએ તો કોમોડિટી વાયદા ક્ષેત્રે કાર્યરત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) દ્વારા શેરબજાર ચાલુ કરવા સેબી સમક્ષ અરજી કરાઈ હતી. આ મુદ્દાને લઈને ઘણી બેઠક- ઉઠક થયા બાદ આખરે સેબીએ નવું એક્સચેન્જ- શેરબજાર ઉભું કરવાની આ અરજી ફગાવી દીધી હતી અને ત્યારબાદ એમસીએક્સે આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો.
કોઈ પણ મામલો કોર્ટમાં જાય એટલે સ્વાભાવિક રીતે જ તેમાં સમય જતો જ હોય છે. બંને પક્ષે દલીલો થાય અને પછી તેમાં શક્ય હોય તો સમાધાનની નીતિ અપનાવીને આ કેસ પર પૂર્ણવિરામ મુકાતું હોય છે. આવા ઘણા બનાવો આપણે જોયેલા અને જાણેલા પણ છે.
સેબી અને એમસીએક્સના મામલે પણ કંઈ આવું જ થયું હોય તેમ લાગે છે. કારણ કે જે મુદ્દાને લઈને સેબીએ સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો તે બબતને સેબીએ લીલી ઝંડી આપે તે અજુગતું તો લાગે જ છે.
શેરબજારમાં રૃટિન કામકાજ થતા હતું બધુ સમુસૂતરું ચાલતું હતું ત્યાં જ વળી સેબીને અચાનક જ યાદ આવ્યું કે આપણે હવે કંઈક કરવું જોઈએ. બીએસઇ અને એનએસઇ આ બે શેરબજારો તો વ્યવસ્થિત રીતે સેટ થયેલા છે એટલે ત્યાં તો ખાસ કંઈ કરવું એ વધુ પડતું થઈ જાય તેમ હતું તો હવે શું ?
તરત જ સેબીની નજર પ્રાદેશિક શેરબજારો પર ગઈ આમ પણ થોડા વર્ષો પહેલાં સેબીએ ડીમ્યુચ્યુલાઇઝેશનનો નિર્ણય અમલી બનાવ્યો ત્યારથી પ્રાદેશિક શેરબજારોની હાલત કથળી ગઈ હતી અને તેમનું અસ્તિત્વ નામશેષ બની જ ગયું હતું તેથી આ લાઇન તરફ સેબી આગળ વધી હતી અને રાતોરાત પ્રાદેશિક શેરબજારો માટે નવા નિયમો ઘડી દીધા. આ નવા નિયમો મુજબ પ્રાદેશિક શેરબજારોએ રૃા. ૧૦૦ કરોડની નેટવર્થ ધરાવવી પડશે આ ઉપરાંત જે શેરબજાર રૃા. ૧૦૦૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર કરતું હશે તેનું જ અસ્તિત્વ જળવાશે અન્યથા તેને બંધ કરી દેવામાં આવશે.
તે વેળાએ તો જાણે એમ હતું કે આ તો સેબીની રૃટિન કામગીરી હશે પરંતુ આ નવા નિયમોની સાથોસાથ તેણે નવા શેરબજાર માટેની ગાઇડલાઇન્સ પણ રજૂ કરી અને તે સાથે જ MCX- SX દ્વારા નવા જ શેરબજાર સ્થાપવાની કામગીરીની શરુઆત જોરશોરથી ચાલુ કરી દેવાઈ. જે તાજેતરમાં તેના સભ્યપદ માટે રોડ શૉનું આયોજન કરવામાં વ્યસ્ત છે.
બજાર સાથે સંકળાયેલા વર્તુળોનું માનવું છે કે સેબીએ એક વ્યક્તિના દબાણ હેઠળ આવીને આ સમગ્ર કામગીરી હાથ ધરી છે. કારણ કે પ્રાદેશિક શેરબજારના મુદ્દો તો ઘણા લાંબા સમયનો છે. આ મુદ્દે તાત્કાલીક નિર્ણય લેવા પાછળ કયું પરિબળ કામ કરી ગયું ? જે માટે એટલે MCX- SX ને શેરબજાર ઉભું કરવા માટે સેબીએ અગાઉ ના પાડી હતી તેના માટે 'રેડ કાર્પેટ' પાથરવા પાછળનું કારણ શું છે ?
આમ, સેબી દ્વારા લેવાયેલ આ નિર્ણયથી એ સ્પષ્ટ થાય છે કે, સેબીએ પ્રાદેશિક શેરબજારોનો ભોગ લઈને MCX- SX ની સ્થાપના માટે લીલી ઝંડી આપી છે.
સેબીના આ તઘલખી નિર્ણય બાદ માત્ર અમદાવાદ, વડોદરા, રાજકોટ દિલ્હી, કોલકાતા, બેંગાલુરૃ, હૈદરાબાદ, જયપુર સહિતના અન્ય પ્રાદેશિક શેરબજારોના વહીવટકર્તાઓ અન કેટલાક દલાલોએ તેનો વિરોધ કર્યો છે અને આ મુદ્દે લડી લેવા માટે ચાલુ માસના અંત સમયે એક ખાસ બેઠક બોલાવી છે. અહીં, મહત્ત્વનો મુદ્દો એ છે કે આ મુદ્દે અન્ય કોઈએ પણ વિરોધ તો બાજુએ રહ્યો - આ મુદ્દે માહિતી મેળવવાની, વાત કરવાની તસ્દી લીધી નથી.
આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ત્રણ પ્રાદેશિક શેરબજારો સેબીના આ ફતવાના કારણે તેમના અસ્તિત્વ માટે ઝઝુમી રહ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈ ગુજરાતના મુખ્યમંત્રી અથવા તો ગુજરાતના કોઈ પણ સાંસદે આ મુદ્દે બોલવાની કે આગળ આવવાની તસ્દી લીધી નથી. આમ, આ બધી પ્રતિક્રિયા દર્શાવે છે કે આ સમગ્ર ઘટનામાં 'સેટિંગ' મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય તેમ જણાય છે.
આમ, પ્રાદેશિક શેરબજારોને તાળા મારવા માટે માત્ર સેબી જ નહિ બલ્કે સરકારે પણ આ મુદ્દે નિષ્ક્રિય રહીને મોટો ભાગ ભજવ્યો હોય તેમ જણાય છે.

૫૦,૦૦૦ લોકો બેકારીના ખપ્પરમાં હોમાશે
અમદાવાદ, શનિવાર
સેબી દ્વારા પ્રાદેશિક શેરબજારો માટે અમલી બનાવાયેલા નવા નિયમોના કારણે આવા શેરબજારના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થયો હોવા છતાં ભાજપ અથવા કોંગ્રેસના એક પણ રાજકારણી આ મુદ્દે એક હરફ સુધ્ધાં પણ ઉચ્ચાર્યો નથી. આ નવા નિયમોના કારણે દેશના પ્રાદેશિક શેરબજારો બંધ થતા અંદાજે ૫૦,૦૦૦થી પણ વધુ લોકો બેકાર થઈ જશે. આમ, દેશમાં બેરોજગારીનો પ્રશ્ન વધુ વકરશે. આમ, માત્ર ને માત્ર પૈસાના કારણે જ હયાત વસ્તુનું અસ્તિત્વ મિટાવીને નવા એક્સચેન્જના મંજૂરી આપવી એ બાબત કેટલી ઉચિત છે ?

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved