Last Update : 10-September-2012, Monday

 

ફ્રન્ટલાઇન, મેટલ, ફાર્મા શેરોસાથે સ્મોલ-મિડકેપમાં આકર્ષણ
ખાસ ટ્રેડીંગ સત્રમાં સેન્સેક્ષ ૬૬ પોઇન્ટ વધીને ૧૭૭૫૦, નિફટી ૫૩૫૯ની ઊંચાઇએ

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ , શનિવાર
મુંબઇ શેરબજારોમાં આજે એનએસઇ, બીએસઇ ખાતે ખાસ દોઢ કલાકનું ટ્રેડીંગ સત્ર યોજાયું હતું. આ ટ્રેડીંગ સત્ર ટૂંકુ છતાં ફ્રન્ટલાઇન શેરો સાથે સ્મોલ-મિડ કેપ શેરોમાં આકર્ષણનું રહ્યું હતું. યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીબી) ગુરૃવારે યુરો ઝોનના દેશોને સંભવિત કોઇપણ મુશ્કેલીમાંથી ઊગારી લેવા શરતી છતાં અમર્યાદ બોન્ડસ ખરીદીનો નવો પ્રોગ્રામ જાહેર કર્યાની પોઝિટીવ અસર બાદ ગઇકાલે અમેરિકાના બેરોજગારીના આંક ઓગસ્ટ મહિનામાં ૮.૩ ટકાથી ઘટીને ૮.૧ ટકા આવ્યા છતાં હજુ ૮ ટકા ઉપર રહ્યાની ચિંતામાં વૈશ્વિક બજારોમાં ગઇકાલે મોડી સાંજે ઉછાળે સાવચેતી જોવાયા છતાં સ્થાનિકમાં સંસદનું ચોમાસું સત્ર રાજકીય હૂંસાતૂંસી વચ્ચે વ્યર્થ બની જઇ આર્થિક સુધારા અટવાયેલા રહ્યા છતાં હવે સરકાર બજારના સેન્ટીમેન્ટને સુધારવા અન્ય વિકલ્પો અપનાવી એક પછી એક આર્થિક વૃધ્ધિને વેગ આપનારા પગલાં લેશે એવી અપેક્ષાએ એફઆઇઆઇ, લોકલ ફંડો લેવાલ રહ્યા હતા. ચોમાસાની ચિંતા પણ એકંદર દૂર થઇ ઘણા અછતવાળા વિસ્તારોમાં મેઘરાજાની મ્હેરની દુકાળનો ભય ટળતા કૃષિ ક્ષેત્ર સાથે ગ્રામીણ ક્ષેત્રે ઊંચી વૃધ્ધિ શક્ય બનવાની અપેક્ષાએ શેરોમાં ફંડો, હાઇનેટવર્થ ઇન્વેસ્ટરો લેવાલ બન્યા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૬૮૨.૭૩ સામે ૧૭૭૦૧.૦૭ મથાળે ખુલીને નીચામાં ૧૭૬૯૪.૮૩ થઇ સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબ., સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો. ઇન્ફોસીસ, સ્ટેટ બેંક, ઓએનજીસી, હિન્દુસ્તાન યુનીલીવરમાં લેવાલીએ એક તબક્કે ૮૯.૪૨ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૭૭૭૩.૧૫ સુધી જઇ અંતે ૬૫.૯૨ પોઇન્ટ વધીને ૧૭૭૪૯.૬૫ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઉપરમાં ૫૩૬૬ થઇ ૫૩૫૯ ઃ સિપ્લા, સેસાગોવા, સ્ટરલાઇર, ટાટા શેરોમાં તેજી
એનએસઇનો નિફટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૪૨.૧૦ સામે ૫૩૪૩.૬૫ ખુલી નીચામાં ૫૩૪૩.૪૫ થી ઉપરમાં ૫૩૬૬.૩૦ સુધી જઇને અંતે ૧૬.૬૦ પોઇન્ટ વધીને ૫૩૫૮.૭૦ બંધ રહ્યો હતો. નિફટી બેઝડ શેરોમાં સિપ્લા, સેસાગોવા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, જિન્દાલ સ્ટીલ, રેનબેકસી લેબ., ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, સેઇલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન, વિપ્રો, ટાટા પાવર, ઓેએનજીસી, હિન્દુસ્તાન યુનીલીવર, આઇસીઆઇસીઆઇ બેંકમાં આકર્ષણ કહ્યું.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ૫૨૮૫ સર્પોટ
ટેકનીકલ નજીકનો ટ્રેન્ડ અપ બતાવાઇ રહ્યો છે. નિફટી સ્પોટ ૫૨૮૫ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે.
નિફટી ૫૪૦૦નો કોલ ૪૬.૬૫ ાૃથી ઉછળીને ૫૪ ઃ સપ્ટેમ્બ ફ્યુચર ૫૩૯૦ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફટી સપ્ટેમ્બર ફ્યુચર ૨૨૪૧૦ કોન્ટ્રેકટસમાં રૃા.૬૦૨.૨૦ કરોડના ટર્નઓવરે ૫૩૫૯.૧૦ સામે ૫૩૬૯ ખુલી નીચામાં ૫૩૬૨.૦૫થી ઉપરમાં ૫૩૮૯.૬૦ સુધી જઇ અંતે ૫૩૮૯ હતો. નિફટી ૫૩૦૦નો પુટ ૫૩૩૫૫ કોન્ટ્રેકટસમાં રૃા.૧૪૨૩.૬૩ કરોડના ટર્નઓવરે ૪૩.૮૦ સામે ૩૮.૮૦ ખુલી ઉપરમાં ૪૧.૯૦ થી નીચામાં ૩૦.૧૫ સુધી જઇ અંતે ૩૦.૪૦ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૪૨૬૩૯ કોન્ટ્રેકટસમાં રૃા.૧૧૧૨.૦૭ કરોડના ટર્નઓવરે ૨૦.૫૫ સામે ૨૦.૫૫ ખુલી ઉપરમાં ૨૨ થી નીચામાં ૧૩.૨૫ સુધી ગબડી અંતે ૧૪ હતો. નિફટી ૫૪૦૦નો કોલ ૩૫૫૦૩ કોન્ટ્રેકટસમાં રૃા.૯૬૭.૩૩ કરોડના ટર્નઓવરે ૪૬.૬૫ સામે ૬૫.૩૦ ખુલી નીચામાં ૪૫.૨૦ થી ઉપરમાં ૫૪.૬૦ સુધી જઇ અંતે ૫૪ હતો.
મેટલ ઇન્ડેક્ષ ૯૫ પોઇન્ટ વાૃધીને ૯૮૩૭ ઃ સ્ટરલાઇટ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જિન્દાલમાં તેજી
યુરો ઝોનની કટોકટીની પરિસ્થિતિ યુરોપીય સેન્ટ્રલ બેંકના (ઇસીબી) બોન્ડસ પ્રોગ્રામે હળવી થવાના આકર્ષણ અને ચીન દ્વારા ૧૭૩ અબજ ડોલરની ઇન્ફ્રાસ્ટ્રકચર યોજનાને મંજૂરીને પગલે મેટલની માગ વધવાના અંદાજો વચ્ચે મેટલ શેરોમાં લેવાલી વધી હતી. સ્ટરલાઇટ રૃા.૧.૮૫ વધીને રૃા.૯૮.૩૦, હિન્દાલ્કો રૃા.૧.૭૦ વધીને રૃા.૧૦૬.૮૫, જિન્દાલ સ્ટીલ રૃા.૪.૭૦ વધીને રૃા.૩૫૨.૨૦, ટાટા સ્ટીલ રૃા.૩.૧૦ વધીને રૃા.૩૭૩.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૃા.૩.૨૦ વધીને રૃા.૧૩૧.૮૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૯૪.૬૧ પોઇન્ટ વધીને ૯૮૩૭.૧૫ રહ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વડા પ્રધાનપદ માટે બાળ ઠાકરેએ ભાજપનાં મહિલાનેતા સુષ્મા સ્વરાજ પર કળશ ઢોળ્યો
ગુજરાતના કુટુંબે સાઈબાબાને ઔરૃા. ૪૦ લાખના બે હાર ભેટ ધર્યા

આગામી ચૂંટણીઓ પૂર્વે ઉધ્ધવ- રાજ એક મંચ પર આવશે

કિંગફિશર એરલાઈન્સના પાઈલટોની આજથી હડતાળ પર જવાની ધમકી
૧૩ કરોડનું સ્પીડ ડ્રગ મુંબઈ, ગોવા અને બેંગલોરના ટ્રાન્સ કોન્સર્ટ્સ માટે લવાયું હતું
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

BCCIની પસંદગી સમિતિમાંથી અમરનાથની હકાલપટ્ટીની શક્યતા

નેહવાલે પોતાની કમાણીમાંથી રૃ.બે લાખ પેરાલિમ્પિક મેડલ વિજેતાને આપ્યા
કેપ્ટન વૉને મને સાવ એકલો પાડી દીધો હતો ઃ એન્ડરસન
બર્ડિચ સામેના વિજય સાથે મરેનો યુએસ ઓપનની ફાઇનલમાં પ્રવેશ
ઘરઆંગણે સ્પિનરોને મદદગાર પીચ તૈયાર કરાવવી જોઇએ

સેન્સેક્ષ ૩૩૭ પોઇન્ટ ઉછળી ૧૭૬૮૪

પ્રથમ પાંચ મહિનામાં સીડીઆર સમક્ષ ૩૦,૦૦૦ કરોડની દરખાસ્ત
 
 

Gujarat Samachar Plus

પેટસ સાથે સમય ગાળો અને ઝડપથી સાજા થાઓ
ખૂબસૂરત યુવતીને જોતાં જ પુરુષ થાપ ખાય છે !
હરખઘેલી ગુજરાતી કન્યાઓ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે
ટેન્શન છોડો, તમારો મૂડ સુધારો
સામાન્ય ડેનિમને આપો સેલિબ્રિટી લૂક
 

Gujarat Samachar glamour

બિપાશા - શાહિદ મોજ-મસ્તી માટે ખંડાલા ગયા
અજય અને સતિશે નાણાં બચાવવા નાની કારો ખરીદી
અજય - શાહરૂખની જોરદાર ટક્કર નવેમ્બરમાં
સંજય દત્ત તમિલ ફિલ્મની રિમેકમાં ચમકશે
વિદ્યા સાથે કામ નહીં કરવાની સૂચના સંજયે આપી
 
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved