Last Update : 10-September-2012, Monday

 

અઠવાડિક ભવિષ્ય તા.૯-૯-૨૦૧૨ રવિવારથી તા.૧૫-૯-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ. લ. ઈ)

 

અધિક ભાદરવા મહિનાનો ઉત્તરાર્ધ, જૈન પર્યુષણ પર્વનો પ્રારંભ આ સપ્તાહમાં આપને ભક્તિ-પૂજા, આરાધનાથી, દાન-પુણ્ય કાર્યથી આનંદ રહે. નિકટના સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી- ધંધાના કામમાં હળવાશ રાહત રહે. શાંતિથી આપનું કામકાજ કરી શકો. અન્યને મદદરૃપ થઈ શકો બજારોની વધઘટમાં અનાજ, રસકસના ઘંધામાં સાવચેતીપૂર્વક ધંધો કરવો તા. ૯ સપ્ટેમ્બર રવિ- વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપી શકો, ૧૦ સોમ- નોકરી-ધંધાના કામમાં સાનુૂકળતા, ૧૧ મંગળ- વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે, ૧૨ બુધ - જૈન પર્યુષણ પર્વનો પ્રારંભ, અધિક ભાદરવા માસની અગિયારસ ધર્મકાર્યથી આનંદમય રહે, ૧૩ ગુરૃ- બજારોની વધઘટમાં ધ્યાન રાખવું પડે, ૧૪ શુક્ર - રોજીંદા કામમાં ધ્યાન આપી શકો, ૧૫ શનિ- પુત્ર- પૌત્રાદિકના કામની ચિંતા રહે.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

આપના આનંદ ઉત્સાહમાં હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. અધિક ભાદરવા મહિનાના અંતમાં તેમજ જૈન મહા પર્યુષણ પર્વના પ્રારંભમાં ધર્મકાર્ય થાય. રોજીંદા કામમાંથી મુક્ત રહી અધ્યાત્મિકતામાં સમય ફાળવી શકો. આત્મસ્ફૂરણા થાય, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, ધંધો આવક થાય જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય પરંતુ ઘર- પરિવાર- કુટુંબના પ્રશ્ને આપને શાંતિ જણાય નહિ. વાતવાતમાં વિવાદ- મતભેદ થઈ જાય. તા. ૯ સપ્ટેમ્બર રવિ- કામકાજમાં સફળતા, પ્રગતિ, ૧૦ સોમ- નોકરી- ધંધાના કામમાં આનંદ ઉત્સાહ રહે, ૧૧ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૨ બુધ - જૈન મહા પર્યુષણ પર્વનો પ્રારંભ, એકાદશી પર્વે હૃદય-મનની પ્રસન્નતા રહે, ધર્મકાર્ય થાય. ૧૩ ગુરૃ- આકસ્મિક કોઈને મળવાનું થાય, કામ ઉકેલાય, ૧૪ શુક્ર- સગા- સંબંધી મિત્રવર્ગથી ચિંતા- ઉચાટ, ૧૫ શનિ- શાંતિથી દિવસ પસાર કરવો.

 

મિથુન (ક. છ. ઘ.)

 

આપની ભક્તિ-પૂજા આધ્યાત્મિકતામાં આ સપ્તાહ દરમ્યાન વધારો થાય. નોકરી, ધંધાના કામમાં વધારો થાય, જૂના સંબંધો તાજા થાય પરંતુ રસકસની વેપાર ધંધામાં ખાંડ, સાકર, ગોળ, તેલના વેપારમાં, અનાજ કરિયાણાના વેપારમાં, ખરીદીમાં લોભ-લાલચ કે કોઈના દોરવાયા દોરવાઈ જઈને જોખમી ધંધો કરવો નહીં. માલનો ભરાવો કરવો નહીં નોકરીમાં ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગથી રાહત રહે. તા. ૯ સપ્ટેમ્બર રવિ માનસિક પરિતાપ છતાં કામને ઉકેલી શકો, તા. ૧૦ સોમ- નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપી શકો, ૧૧ મંગળ - વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૨ બુધ - જૈન મહાપર્યુષણ પર્વનો પ્રારંભ, કમલા એકાદશીએ ધર્મકાર્યથી આનંદ રહે, ૧૩ ગુરૃ- કામકાજમં સફળતા, લાભ, ૧૪ શુક્ર- વિલંબમાં પડેલ કામ અંગે કોઈને મળવાનું થાય, ૧૫ શનિ- શાંતિથી, ધીરજથી કામકાજ કરવું.

 

કર્ક (ડ. હ.)

 

અધિક ભાદ્રપદ માસના ઉત્તરાર્ધમાં તેમજ જૈન મહા પર્યુષણ પર્વના પ્રારંભમાં ધર્મકાર્ય કરવામાં, દાનપુણ્ય કરવામાં તમારી ચિંતા, આર્થિક મુશ્કેલી હળવી થાય તે સિવાય ગ્રહોની પ્રતિકૂળતામાં તમારા હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં. એક ચિંતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચિંતા- ઉપાધિમાં અટવાતા જાવ. નિકટના સગા- સંબંધી, મિત્રવર્ગમાં બીમારી- ચિંતાનું આવરણ આવી જાય. આપે બી.પી.ની વધઘટ, છાતીમાં દર્દપીડા, શરદી, કફ, શ્વાસની તકલીફથી સંભાળવું તા. ૯ સપ્ટેમ્બર રવિ- ચિંતા- ખર્ચ, ૧૦ સોમ- નોકરી-ધંધાના કામકાજમાં, બેંકના કામમાં જાગૃતિ સાવધાની રાખવી, ૧૧ મંગળ - હૃદય-મન ઉચાટ- ઉદ્વેગમાં રહે, ૧૨ બુધ - કમલા એકાદશી અને જૈન મહા પર્યુષણ પર્વ ભક્તિપૂજાથી, દાનપુણ્યથી શાંતિ અપાવે, તા. ૧૩ ગુરૃ- નોકરી- ધંધાના કામમાં વિચારોની દ્વિધા રહે, ૧૪ શુક્ર - શાંતિથી પોતાના કામમાં ધ્યાન આપી શકો, ૧૫ શનિ- રાહત રહે.

 

સિંહ (મ. ટ.)

 

જૈન મહા પર્યુષણ પર્વનો પ્રારંભ અને અધિક ભાદ્રપદનો ઉત્તરાર્ધ ભક્તિ-પૂજા, દાન-પુણ્યથી હૃદય-મનની પ્રસન્નતા, શાંતિ, આનંદમાં વધારો કરે. નોકરી- ધંધાના રોજીંદા કામમાં ધ્યાન આપી શકો પરંતુ સગા- સંબંધી મિત્રવર્ગના કારણે, પરિવારના પ્રશ્નના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. વધારાનું કામ આવી જાય, ચિંતા ખર્ચ આવી જાય, બહાર જવાનું થાય, ભાગીદારીવાળા ધંધામાં ભાગીદારની ગેરહાજરી કે બીમારીના કારણે તમારા ધંધાકીય કામમાં, નિર્ણયમાં વિલંબ થાય, તા. ૯ સપ્ટેમ્બર રવિ- કામકાજમાં પ્રગતિ, પુત્ર- પૌત્રાદિકથી આનંદ, ૧૦ સોમ- નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે, પ્રગતિ જણાય, ૧૧ મંગળ- આનંદ ઉત્સાહ રહે, ૧૨ બુધ - જૈન મહા પર્યુષણ પર્વના પ્રારંભ, કમલા એકાદશીએ ધર્મકાર્ય, દાન-પુણ્યથી હૃદય-મનની પ્રસન્નતા આનંદ રહે, ૧૩ ગુરૃ- બજારોની વધઘટમાં જોખમ કરવું નહિ, ૧૪ શુક્ર- શાંતિથી કામકાજ કરવું, ૧૫ શનિ- માનસિક પરિતાપ રહે.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

નોકરી- ધંધાના કામમાં આરોહ- અવરોહની પરિસ્થિતિ રહે પરંતુ પિતૃપક્ષના તેમજ અન્ય સગા- સંબંધી મિત્રવર્ગના કારણે આપને ચિંતા- ખર્ચ, દોડધામ અનુભવાય, તમારા રોજીંદા કામમાં વિલંબ થાય, રૃકાવટ મુશ્કેલી અનુભવો, ગ્રહોની પ્રતિકૂળતાના કારણે નસીબ યારી આપે નહીં એક ચિંતા ઉપાધિમાં હોવ ત્યાં અન્ય ચિંતા ઉપાધિના આગમનના કારણે ચિંતા- વિચારો, નિરાશા- ઉદાસીનતામાં અટવાયેલા રહો. પરદેશ કે બહારગામ રહેતા પુત્ર- પૌત્રાદિકની ચિંતા હળવી થાય, આનંદ રહે, તા. ૯ સપ્ટેમ્બર રવિ સગા- સંબંધી મિત્રવર્ગથી ચિંતા ઉચાટ, ૧૦ સોમ- નોકરી ધંધાના કામમાં જાગૃતિ સાવધાની રાખવી, ૧૧ મંગળ- પિતૃપક્ષ- સગાસંબંધી વર્ગ, મિત્રવર્ગથી ચિતા, ૧૨ બુધ - કમલા એકાદશી, જૈન મહા પર્યુષણ પર્વે, ભક્તિપૂજા, હળવાશ, રાહત- શાંતિ અનુભવાય, ૧૩ ગુરૃ- રોજીંદા કામમાં ધ્યાન આપી શકો, ૧૪ શુક્ર- ચિંતા વધારાની કામગીરી- ખર્ચ, ૧૫ શનિ- શાંતિ રાહત જણાય નહીં.

 

તુલા (ર. ત.)

 

અધિક ભાદ્ર કૃષ્ણ પક્ષની કમલા એકાદશી, જૈન મહા પર્યુષણ પર્વથી આ સપ્તાહ ધર્મકાર્ય, દાનપુણ્ય, હૃદય-મનની પ્રસન્નતાવાળું, આનંદ, ઉત્સાહનું રહે, અધ્યાત્મિકતા, આત્મસ્ફૂરણામાં વધારો થાય, સત્યનિષ્ઠા, પ્રમાણિકતાથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે, યશ- સફળતા માન, સન્માન મળે તમારા કામની કદર થાય પરંતુ સોના- ચાંદીના, ચા- પત્થર, કાચ, અનાજ કરિયાણાના વેપાર-ધંધામાં જોખમ વધારવું નહીં. ટ્રાવેલ્સના ધંધામાં ચોકસાઈ- સાવધાની રાખવી. તા. ૯ સપ્ટેમ્બર રવિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૦ સોમ- નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા કામ ઉકેલાય, ૧૧ મંગળ- આનંદ ઉત્સાહ રહે, ૧૨ બુધ - જૈન મહા પર્યુષણ પર્વ, કમલા એકાદશી ધર્મકાર્ય, દાનપુણ્યથી આનંદમય રહે, ૧૩ ગુરૃ- વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે, ૧૪ શુક્ર- આકસ્મિક ફાયદો- લાભ, ૧૫ શનિ- પુત્ર-પૌત્રાદિકથી ફાયદો.

 

વૃશ્ચિક (ન. ય.)

 

ધર્મકાર્યમાં, વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક કામમાં ગ્રહોની પ્રતિકૂળતાના કારણે એકાગ્રતા, શાંતિ જણાય નહીં, જે કામ હાથ પર હોય કે પૂરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવ તેમ લાગ્યા કરે. નોકરી- ધંધામાં તમારી ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. આવક થાય પરંતુ ખર્ચાથી બચત જણાય નહીં. પેટ, કમર, ગુદા, પેશાબની તકલીફમા, પગમાં દર્દપીડામાં આપે આળસ બેકાળજી રાખવી નહીં. પરદેશમાં રહેતા સગા- સંબંધી મિત્રવર્ગમાં ચિંતા જણાય, તા. ૯ સપ્ટેમ્બર રવિ- વિવાદ ચિતા ઉચાટ, શરીરથી અસ્વસ્થ, ૧૦ સોમ- નોકરી- ધંધામાં જોખમ કરવું નહિ, ૧૧ મંગળ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું, ૧૨ બુધ - કમલા એકાદશી, જૈન મહા પર્યુષણ પર્વનો પ્રારંભ, ભક્તિ પૂજા આરાધનાનો રહે, ૧૩ ગુરૃ- વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો, ૧૪ શુક્ર - નોકરી ધંધાની મુલાકાતમાં ચર્ચા વિચારણા, નિર્ણયમાં સંભાળવું પડે, ૧૫ શનિ- સગા- સંબંધી મિત્રવર્ગની બીમારી, ચિંતા, ખર્ચથી બેચેની.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

આપને કમલા એકાદશી તેમજ જૈન મહાપર્યુષણ પર્વના પ્રારંભે તન-મન- ધન વાહનથી સંભાળવું પડે. ઉતાવળે કોઈ કામ કરવા જાવ તો તમારું કામ અટકે તેમજ મુશ્કેલીમાં મુકાવ તે સિવાય નોકરી- ધંધામાં જાગૃતિ- સાવધાની રાખવી. બજારોની વધઘટમાં નુકસાન થાય નહી તેની સાવધાની રાખવી પત્ની- સંતાનના સહકારથી આપ હળવાશ, રાહત અનુભવો પરદેશના બહારગામના કામમાં ધ્યાન આપવું પડે તા. ૯ સપ્ટેમ્બર રવિ પત્ની- સંતાન પરિવારથી સાનુકૂળતા, ૧૦ સોમ- નોકર- ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૧ મંગળ- વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે, ૧૨ બુધ - કમલા એકાદશી, જૈન મહા પર્યુષણ પર્વે તન-મન-ધનથી વાહનથી સંભાળવું, ૧૩ ગુરૃ- નોકરી- ધંધામાં ચિંતા- નુકસાન, વિવાદથી સંભાળવું, ૧૪ શુક્ર- હળવાશ રાહત રહે, ૧૫ શનિ- રોજીંદા કામમાં ધ્યાન આપી શકો.

 

મકર (ખ. જ.)

 

આપને એક દિવસ કામની વ્યસ્તતા રહે અને એક દિવસ ચિંતા- સુસ્તી બેચેનીમાં પસાર કરવો પડે. અધિક ભાદરવાના ઉત્તરાર્ધમાં, તેમજ જૈન મહા પર્યુષણના પ્રારંભમાં સગા- સંબંધી મિત્રવર્ગના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં, આકસ્મિક ચિંતા, વધારાનો ખર્ચ આવી જાય બહાર કે બહારગામ જવાનું થાય કમરમાં ખભામાં દર્દ-પીડા, તકલીફ, બેચેની રહે, કાનુની કાર્યવાહીમાં ચિંતા- ભય- ડર રહ્યા કરે. તા. ૯ સપ્ટેમ્બર રવિ- કામકાજમાં સફળતા, સાનુકૂળતા, ૧૦ સોમ- નોકરી-ધંધાના કામની ચિંતા રહે, ૧૧ મંગળ- સાંસારિક પ્રશ્નમાં વિવાદ- ચિંતા, બીમારી, ૧૨ બુધ- કમલા એકાદશી જૈન મહાપર્યુષણ પર્વે ધાર્મિક પૂજા, આધ્યાત્મિકતાથી આનંદ, ૧૩ ગુરૃ- વધારાના કામ અંગે ચિંતા રહે, ૧૪ શુક્ર- તન- મન- ધન વાહનથી સંભાળવું, ૧૫ શનિ- સગા- સંબંધી મિત્રવર્ગથી ચિંતા- ખર્ચ ઉદ્વેગ.

 

કુંભ (ગ. શ. સ. ષ.)

 

જૈન મહા પર્યુષણ પર્વે તેમજ અધિક ભાદ્રપદ માસની કમલા એકાદશીએ ધર્મકાર્ય, આધ્યાત્મિકતા, ભક્તિ-પૂજાથી હૃદય-મનની પ્રસન્નતા, આનંદ શાંતિની અનુભૂતિ અનુભવો, પ્રતિકૂળ સંજોગો- રૃકાવટ છતાં તમારા રોજીંદા કામમાં ભક્તિપૂજામાં સ્વસ્થતાપૂર્વક ધ્યાન આપી શકો. પ્રમાણિકતા- સત્યનિષ્ઠા- દાન-પુણ્યથી નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, પરંતુ નિકટના સગા- સંબંધી મિત્રવર્ગની બીમારી- ચિંતા વિવાદના કારણે સમય- શ્રમ- નાણાનો વ્યય થાય, તા. ૯ સપ્ટેમ્બર રવિ- પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો, ૧૦ સોમ- નોકરી-ધંધાનું કામ થાય, ૧૧ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૨ બુધ- જૈન મહાપર્યુષણ પર્વ અને કમલા એકાદશીએ ધર્મકાર્યથી આનંદ રહે, ૧૩ ગુરૃ- નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપવું પડે, ૧૪ શુક્ર- આરોગ્યની કાળજી રાખવી, ૧૫ શનિ- કામકાજમાં સાનુકૂળતા.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

સગા- સંબંધી મિત્રવર્ગના કારણે, ઘર, પરિવારના પ્રશ્ને, આરોગ્યના પ્રશ્ને આપને નાની- મોટી કોઈને કોઈ પીડા મુશ્કેલી ચિંતા વિવાદના કારણે શાંતિ, રાહત જણાય નહીં. બજારોની વધઘટમાં વેપાર- ધંધો કર્યા વગર શાંતિથી બેસી રહેવું હિતાવહ રહેશે. નોકરીમાં વાણીની મીઠાશ ને વ્યવહારની નમ્રતા રાખી ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગના પ્રશ્ને, ખાતાકીય પ્રશ્ને, કાનુની પ્રશ્ને શાંતિથી સમય પસાર કરવો, કોઈના પ્રશ્ને એકદમ ગુસ્સો- આક્રોશ- ઉતાવળ કરી કોઈ નિર્ણય કરવો નહીં. તા. ૯ સપ્ટેમ્બર રવિ- પરિવારના પ્રશ્ને ચિંતા- ઉચાટ, ૧૦ સોમ- નોકરી- ધંધામાં જાગૃતિ- ધીરજ- શાંતિ રાખવી, ૧૧ મંગળ- સગા- સંબંધી મિત્રવર્ગથી અશાંતિ ઉદ્વેગ, ૧૨ બુધ - જૈન મહા પર્યુષણ પર્વ અને કમલા એકાદશીએ ધર્મકાર્ય થાય, ૧૩ ગુરૃ- નોકરી- ધંધામાં જોખમ કરવું નહીં, ૧૪ શુક્ર- ઉતાવળિયો નિર્ણય કરવો નહિ, ૧૫ શનિ- આરોગ્ય સાચવવું.

[Top]
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved