Last Update : 10-September-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૯-૨૦૧૨, સોમવાર
અધિક ભાદરવા વદ નોમ
વ્યતિયાત યોગ રાત્રે ૨૯ ક. ૪૨ મિ. સુધી
દિવસના ચોઘડિયાઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયાઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદયઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૪૭ મિ.
સૂરત સૂર્યોદયઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૪૭ મિ.
મુંબઈ સૂર્યોદયઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૪૪ મિ.
નવકારસી સમયઃ ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મરાશિઃ આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવશે.
નક્ષત્રઃ આદ્રો રાત્રે ૧ ક. ૫૯ મિ. સુધી પણ પુનર્વસુ
ગોચર ગ્રહઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરૃ-વૃષભ
શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન ચંદ્ર-મિથુન
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈન સંવતઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ. ભા/૧૯
માસ-તિથી-વારઃ- અધિક ભાદરવા વદ નોમને સોમવાર.
- વ્યાતિપાત યોગ રાત્રે ૨૯ ક. ૪૨ મિ. સુધી. વ્યતિયાત દાન.
- વિષ્ટી ૨૨-૪૬ થી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૨૪ રોજ દએપદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૧૦-૯-૨૦૧૨ સોમવાર
મેષઃ આપના નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય કે તમારા રોજીંદા કામમાં એકગ્રતાથી ધ્યાન આપી શકો.
વૃષભઃ નોકરી-ધંધાના કામમાં સનુકુળતા રહે. ધંધો થાય. કમિશન, દલાલી, એજન્સીનું કામ થાય. પરચુરણ ધંધો થઈ શકે.
મિથુનઃ ઉઘરાણીનાં નાણાં આવવાથી, બેંકનું કામ ઉકેલાય, આપ હળવાશ રાહત અનુભવો. નોકરીમાં યશ સફળતા મળે.
કર્કઃ મકાન, જમીન, વાહનના ધંધામાં, લોખંડના ધંધામાં સોના-ચાંદીના કામકાજમાં સાવધાની રાખવી. નોકરીમાં વિવાદથી સંભાળવું.
સિંહઃ આપના રોજીંદા નોકરી ધંધાના કામમાં આનંદ રહે. ધંધામાં ઉધરાણીના નાણાં છુટા થાય. અંગત ખરીદી થઈ શકે.
કન્યાઃ નોકરી-ધંધાના કામ અંગે ચિંતા-ઉચાટ રહે. ખર્ચ થાય. વ્યર્થ ધક્કો થાય. નાણાંકીય ખેંચ અનુભવાય.
તુલાઃ કામકાજની પ્રગતિ, સફળતાથી આનંદમાં રહો. દેશ-પરદેશના કામની ચિંતા હળવી થાય. નોકરી-ધંધાની કામગીરી થાય.
વૃશ્ચિકઃ આજે આપે તન-મન-ધન-વાહનથી સંભાળવું પડે. બેંકના કામમાં નાણાંકીય નિર્ણય જવાબદારીમાં ગાફેલ રહેવું નહીં.
ધનઃ આપના નોકરી-ધંધાના કામમાં સનુકુળતા રહે. ધંધાના કામ અંગેની ચર્ચા વિચારણા-મીટીંગમાં પ્રગતિ જણાય.
મકરઃ નોકરી-ધંધાના કે અન્ય રોજીંદા કામની વ્યસતામાં દિવસ પસાર થાય. પરંતુ શરીરમાં કમર દર્દમાં જણાય
કુંભઃ પુત્ર પૌત્રાદિકના સહકારથી, અન્યના સહકારથી તમારું કામ ઉકેલાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય.
મીનઃ અનાજ કરિયાણાના, કઠોળના વેપાર-ધંધામાં ચિંતા રહે. અન્ય ધંધામાં તેમજ નોકરીમાં જોખમ ઉતાવળ કરવી નહીં.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ સોમવાર
આજથી શરૃ થઈ રહેલા જન્મવર્ષના પ્રારંભે કૌટુંબિક ચિંતા, મકાન બાબતે ખર્ચ જણાય, સંતાનની ચિંતા રહે. પરંતુ જેમ જેમ વર્ષ પ્રસાર થાય તેમ તેમ આપના એક પછી એક કામ સરળ થતા જાય અને ચિંતામુક્ત થવાના કારણે નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો, પ્રગતિ કરી શકો.
* વર્ષની શરૃઆતમાં નાણાંકીય નુકસાન થાય, કાનૂની પ્રશ્ન થાય તેવા કોઈ નિર્ણય કરવા નહીં.
* ધર્મ કાર્ય, શુભ કાર્ય માટે, યાત્રા પ્રવાસ માટે, પરદેશના કામ અંગે વર્ષનો ઉતરાર્ધ સનુકૂળ રહે.
* વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ભાગ્યોદયની શરૃઆત થતી જણાય.
* સ્ત્રી વર્ગને પતિ, સંતાનની ચિંતા રહે. પરંતુ વર્ષનો ઉતરાર્ધ રાહતવાળો રહે.
* વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન આપવું પડે.

 

 

સુપ્રભાતમ્

રાજા જેને જેને પોતાની સભામાં પ્રેમથી સન્માન આપે છે તે તે માણસને દૂર કરવા રાજાના પ્રીતિપાત્રો પ્રયત્ન કરે છે !

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ, છગન અને મગન ત્રણે ભાઇ બંધ જૂહુ પરના એક બારમાં શરાબ પીને લથડતા બહાર નીકળ્યા અને ટેક્સીને રોકીને ટેક્સીમાં બેસી ગયા. છગન બોલ્યો, ''બોરીવલી લઇ લે.''
ટેક્સી ડ્રાઇવર સમજી ગયેલો. એણે ટેક્સી સ્ટાર્ટ કરીને બંધ કરી અને બોલ્યો, ''બોરીવલી આવી ગયા...''
એટલે છગને પૂછ્યું, ''કેટલા થયા?''
''બસ, આઠસો રૃપિયા..''
છગને હજારની નોટ આપતા કહ્યું, ''લે... અને બાકીના તું રાખજે...''
મગન નીચે ઉતરતા બોલ્યો, ''થેન્ક યુ!''
જ્યારે લલ્લુ બોલ્યો, ''એક થપ્પડ મારવી પડશે.''
ડ્રાઇવરને થયું કે... મારી લુચ્ચાઇ આ જાણી ગયો લાગે છે. ત્યાં તો લલ્લુ બોલ્યો, ''આટલી બધી ફાસ્ટ ચલાવાતી હશે! મરી જાત આજે તો!''

[Top]
 

આજ ની રેસીપી

ગણેશપ્રિય મોદક-મીઠાઈ વેરાયટી

મોહનથાળી દીવડા

 

 

સામગ્રી ઃ બે કપ મોહનથાળનો લોટ, અડધો કપ માવો, એક કપ ઘી, પોણો કપ સાકર , થોડું કેસર, થોડો એલચી પાઉડર, બદામ-પિસ્તા ઝીણા સમારેલા.

 

રીત ઃ ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો. બદામી કલર થાય પછી માવો અને એલચી પાઉડર નાખી ફરી ત્રણ-ચાર મિનિટ શેકો. નીચે ઉતારી હલાવતાં રહો. સાકરમાં થોડું પાણી અને કેસર નાખી બે તાર ઉપરની ચાસણી બનાવો. શેકેલો લોટ તેમાં નાખી ખૂબ હલાવો. અડધા કલાક બાદ તેને દીવડાનો આકાર આપી અંદર બદામ-પિસ્તા ભરી આરતીની થાળીમાં સજાવીએ તેવી રીતે ગોઠવીને દુંદાળા દેવ સામે મૂકો.

[Top]
.
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved