Last Update : 08-September-2012, Saturday

 

સડેલા અનાજ અંગે પ્રજા ખુલાસો માગે છે
અર્થતંત્ર કૃષિ આધારિત નથી ઃ મોન્સૂન પ્રૂફ પ્લાન

 

- પાછોસરનો વરસાદ સંતોષકારક ઃ અનાજનું મબલક ઉત્પાદન

 

વરસાદ ઓછો પડયો છે અને તેના કારણે કૃષિ ઉત્પાદનને ફટકો પડશે એ વાત સ્વીકાર્ય છે પરંતુ વરસાદની અછતના કારણે પડનાર સંભવિત દુકાળ અંગે સરકાર કોઇ રીતે ભયભીત નથી. ૨૦૦૨ થી ભારતના અર્થતંત્રને 'મોન્સૂન પ્રૂફ' અર્થાત વરસાદની અસર આધારતી નહીં રાખવા પ્રયાસ કર્યા હતા. આ વખતે વરસાદની ૩૫ થી ૪૦ ટકા ખાધ છતાં સરકારને દુકાળનો બહુ ડર નથી તે બતાવી આપે છે કે ભારતનું અર્થતંત્ર કૃષિ આધારીત રહ્યું નથી. દાયકા પહેલાંની વાત જુદી હતી. વરસાદની અછત સત્તાધારી પક્ષની ઊંઘ હરામ કરી નાખતો હતો.

 

પરંતુ આજે સ્થિતિ એ છે કે ગામડાનો મોટો વર્ગ આવક મેળવવા બીન-ખેતીના કામમાં જોડાયેલા છે માટે તેમના કુટુંબને કૃષિની આવક પર ભરોસો રાખવો પડતો નથી.

 

ભારતમાં ઘટતો વરસાદ હવે ઘટતા કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલો નથી. વરસાદના પાણી સિવાયના પાણીના સોર્સથી અનાજનું ઉત્પાદન થાય છે. વધુ ઉત્પાદન આપતા કારણોમાં બીયારણ અને અસરકારક ખાતર તેમજ ખેતીની વૈજ્ઞાાનિક પદ્ધતિનો સમાવેશ થાય છે.

 

ભારતમાં દુકાળ શબ્દનો ડર રહ્યો નથી. છેલ્લા સાડા છ દાયકામાં ભારતે ૬૦ દુકાળ જોયા છે. એક સમય એવો હતો કે દુકાળમાં લોકો ટપો ટપ મરતા હતા હવે અન્ય સવલતો અને જાગૃત સમાચાર વ્યવસ્થાના કારણે દુકાળની સ્થિતિ સરકાર સુધી પહોંચે છે અને સમાજ સેવાભાવી સંસ્થા સુધી પહોંચે છે. તે અંગે તાત્કાલીક પગલાં લેવાય છે.

 

પ્રજાને આઘાત તો ત્યારે લાગે છે કે જયારે તે ટન બંધ સડતા અનાજ અંગેના અહેવાલો વાંચે છે કે ટીવી માધ્યમો પર સડતા અનાજના ઢગલા જુવે છે. દરેકની નજરે આ દેખીતું કૌભાડં છે પરંતુ તેની સામે કડક પગલાં લેવાતા નથી. બધું ખાતાકીય ઇન્કવાયરી હેઠળ દબાઈ જાય છે. જયાં સખત મોંઘવારી હોય ત્યાં જયારે સરકારની અનાજ જાળવણીમાં ધાંધીયા હોય ત્યારે એમ થાય કે વહિવટમાં મોટી ખામી છે. અનાજનું ઉત્પાદન મબલક થઇ રહ્યું છે. પરંતુ તેની જાળવણી માટેનું પ્લાનીંગ નજરે નથી પડતું. સડતું અનાજ એ સડેલા વહિવટની ચાડી ખાય છે.

 

એક તરફ પ્રજા મોંઘવારીમાં પીસાય છે અને અનાજ મેળવી શકતી નથી ત્યારે બીજી તરફ અનાજ ઉંદરો ખાય છે કે જાળવણીના અભાવે સડી જાય છે. કિસાનોને છેલ્લા એક દાયકાથી ઘણી રાહત થઇ ગઇ છે. કોઇ રાજય સરકાર કિસાનોને સસ્તી વીજળી આપે છે, કોઇ બીયારણ અને ખાતર સસ્તાં આપે છે. નહેરો દ્વારા પુરા પડતા પાણીની વ્યવસ્થા પણ મોટા પાયે થતા હવે વરસાદ આધારીત ખેતીનું પ્રાધાન્ય નથી રહ્યું તે પણ દેખાઈ આવે છે. કૃષિ પેદાશોનું વધતું ત્પાદન ભારત માટે આશિર્વાદરૃપ છે પરંતુ અનાજ ઉત્પાદન પછીનું મેનેજમેન્ટ ખાડે ગયેલું છે.

 

કિસાનોને રાહત એ વાતની છે કે તેમના ઉત્પાદનને ટેકાના ભાવ મળી રહ્યા છે અને ગમે તેટલા જંગી ઉત્પાદનને માર્કેટ યાર્ડ ખરીદી લે છે.

 

આ સ્થિતિમાં કિસાનોને ત્યાં માલનો ભરાવો નથી થતો પણ સરકારી ગોદામોમાં કે રેલવે સ્ટેશનો પર માલનો ભરાવો થાય છે. જયાં વરસાદ જીવાત કે ઉંદરોના કારણે તે બગડે છે. ખુલ્લામાં મુકાતો વધારાનો જથ્થો અચાનક બદલાતા હવામાન કે કમોસમી વરસાદની ઝપટમાં આવી જાય છે.

 

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદની અછત કાયમી બનતી જાય છે. અહીં કિસાનોની આતમહત્યાના કિસ્સા પણ વધે છે.

 

સરકારે એક તરફ સિંચાઇની સ્થિતિને મજબૂત બનાવી છે તો બીજી તરફ બાગાયત ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે કિસાનો કાયમ એક જ કૃષિ ઉત્પાદન લેતા હતા તેમના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઇ છે.

 

અનાજનો જથ્થો અને વપરાશ બંને સમતોલ કરવાના પ્રયાસ પણ સફળ થતા દેખાઇ રહ્યા છે. પરંતુ સરકારી યોજના હેઠળ ગરીબ વર્ગને વિતરણ કરાતા અનાજમાં ધાંધીયા નજરે પડે છે અને સમયસર વિતરણ થતું નથી.

 

આગળ જણાવ્યું છે એમ ભારતમાં વરસાદ આધારીત ખેતીની જગ્યાએ બોરવેલ અને પંપથી પણ સિંચાઇ થાય છે. સિંચાઇની નવી સવલતોના કારણે અનાજનું ઉત્પાદન પણ મોટા પાયે થવા લાગ્યું છે.

 

આ ઉપરાંત સરકારની છ વર્ષ પહેલાં શરૃ થયેલી રોજગારી યોજનાએ પણ કિસાન તેમજ ગામડાના ચોક્કસ વર્ગને નિશ્ચિત રોજગારીની સવલત આપી છે. કેટલાક રાજ્યોમાં તો સરકારની સહાયને રોકડમાં અપાતા તે સહાયની સિસ્ટમ વધુ અસરકારક નીવડી છે.

 

આ લખાઈ રહ્યું છે ત્યારે પાછોસરનો વરસાદ પડી રહ્યો છે. શરૃઆતના પાર્ટમાં વરસાદના ધાંધીયા હતા પરંતુ હવે પાછોસરનો વરસાદ સંતોષકારક છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડયો છે જે રાહતભર્યો કહી શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 

 

 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved