Last Update : 08-September-2012, Saturday

 

બોડો ઉગ્રવાદીઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે શસ્ત્ર ઉપાડવા કેમ મજબૂર બને છે?
આસામનો ભડકો દેશને દઝાડે ત્યારે જ ઠારવા દોડશો?

ચાણક્ય નીતિ કહે છે કે દુશ્મને ઊગતો જ ડામવો પરંતુ કેન્દ્ર સરકારની નિંભર નીતિ એવી વર્તાય છે કે દુશ્મનને ઔખાઈ-પીને અલમસ્ત થવા દો, આપણી સામે તેણે માંડેલા મોરચામાં સેટ થઈ જવા દો, તેના હાથમાં શસ્ત્રો સજાવા દો પછી કંઈક સામનો કરવાનું વિચારશું

આવું થવાની કોઈ નવાઈ ન હોવી જોઈએ. ખરેખર તો, દોઢ મહિના પહેલાં જે ધૂમાડો નીકળ્યો હતો તેણે ક્યાંક આગ હોવાની ચાડી ખાઈ લીધી હતી. દોઢ મહિના પહેલાં આસામના જોરહત, લખીમપુર અને શોણિતપુર જિલ્લાના ત્રિભેટે આવેલા કોરદંગા નામના ગામડામાં મળેલા સંમેલન વખતે જ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ કેન્દ્ર સરકારને આ સરહદી રાજ્યમાં અલગતાવાદી પરિબળો પૂરી તાકાતથી માથું ઊંચકી રહ્યા હોવાનો રિપોર્ટ આપ્યો હતો. એ વખતે સરકારે રિપોર્ટને કદાચ ગંભીરતાથી લીધો નહિ. કોરદંગા સંમેલન પછી લગભગ પંદરેક દિવસે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે એક નાનકડું છમકલું થઈ ગયું જેમાં બે મુસ્લિમ વિદ્યાર્થી નેતાઓની હત્યા થઈ ગઈ. બસ, પછી જે બન્યું તેણે આખા ભારતમાં ખળભળાટ મચાવી દીધો. મુંબઈમાં રમખાણો થયા, બેંગાલુરુમાં હજારો પૂર્વોત્તરવાસીઓની હિજરત થઈ. હવે આસામ સિવાય બધે પરિસ્થિતિ થાળે પડી ગઈ જણાય છે ત્યારે બોડોલેન્ડ મુક્તિબાહિનીના નેતા હગ્રામા મોહિલયારીએ જાહેર કર્યું છે કે, બિનઆસામવાસી કોઈપણને અમે સાંખી લઈશું નહિ.
બોડોલેન્ડની માંગણી અને એ અંગે ચાલી રહેલું આંદોલન આજકાલનું નથી. ભાષાવાર પ્રાંતરચના થઈ ત્યારથી બોડો આદિવાસીઓ અલાયદા રાજ્યની માંગણી કરી રહ્યા છે અને એંશીના દાયકામાં પ્રેમસિંહ બ્રહ્માના નેતૃત્વ હેઠળ અલગ બોડોલેન્ડની માંગણી વધુ ઉગ્રતાથી રજૂ થઈ રહી હતી. નેવુના દાયકામાં બોડો લિબરેશન ટાઈગરના નામે આ ચળવળ હિંસક બની ત્યારે દેશનું ધ્યાન ખેંચાયું પરંતુ ત્યાં સુધીમાં આ સમસ્યા અનેક રીતે વકરી ચૂકી હતી. ૨૦૦૩માં આસામની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બોડોલેન્ડ મુક્તિબાહિની વચ્ચે થયેલી સમજુતી અનુસાર મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ કરાર થયા. એ મુજબ, બોડોલેન્ડ તરીકે ઓળખાતા નવ જિલ્લાના વહીવટમાં બોડો કાઉન્સિલને હિસ્સો આપવામાં આવ્યો અને 'નજીકના ભવિષ્યમાં' 'સાંયોગિક પરિસ્થિતિના આકલન પછી' સંજોગો અનુકૂળ હોય ત્યારે બોડોલેન્ડને અલગ રાજ્યનો દરજ્જો આપવાનું કેન્દ્ર સરકારે સ્વીકાર્યું.
હવે સ્થિતિ એવી છે કે, એ કરારને એક દાયકો થઈ રહ્યો છે. 'નજીકના ભવિષ્ય'માં અલગ રાજ્ય સ્થાપાવાની રાહ જોતાં બોડો આસામીઓ દસ વર્ષ થયા પછી ધીરજ ગુમાવી રહ્યા હોય તે સહજ છે. કેન્દ્ર સરકારને 'સાંયોગિક પરિસ્થિતિ'નું આકલન કરવાની અપીલ પણ છેલ્લાં ચાર વર્ષમાં અનેક વાર થઈ ચૂકી છે.
આમ છતાં અલગ રાજ્યની રચના માટે અનુકૂળ સંજોગો સરકારને મળ્યા નથી. એટલે શુક્રવારે હગ્રામા મોહિલયારીએ કરેલી જાહેરાત મુજબ, બોડો લિબરેશન ટાઈગર્સ જેવું અંતિમવાદી સંગઠન ફરીથી જીવિત કરવામાં આવશે અને કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ અપાયા પછી પણ જો અલગ રાજ્યની રચના માટે કોઈ પગલા લેવામાં નહિ આવે તો સમગ્ર આસામમાં હિંસાની હોળી ખેલાવાની તેમણે ચિમકી આપી છે.
બોડો સમસ્યા ખરેખર અલગ રાજ્યની માંગણી પૂરતી જ મર્યાદિત હોત તો પણ તેમાં એટલી ગંભીરતા ન હતી. કારણ કે, ભારતમાં હાલ તેલંગણા સહિત આઠ નવા રાજ્યોની માંગણી મૂકાયેલી છે. કેન્દ્ર સરકારની જાડી ચામડી અને અનિર્ણયાત્મકતાને લીધે તેલંગણાનો મુદ્દો વધારે સંવેદનશીલ બની ચૂક્યો હોઈ દેશભરમાં જાણીતો છે. જ્યારે કુચબિહાર, મિથિલાંચલ, બુંદેલખંડ, હરિતપ્રદેશ જેવા રાજ્યોની માંગણીએ હજુ જોર પકડયું નથી માટે તેનો કોઈ ભાવ પણ પૂછાતો નથી. બોડોલેન્ડની માંગણી આ દરેક માંગ કરતાં અલગ અને વધારે ગંભીર છે કારણ કે આસામ સરહદી રાજ્ય હોવા ઉપરાંત અત્યંત સંવેદનશીલ પણ છે. એમ તો ગુજરાત પણ સરહદી રાજ્ય છે પરંતુ અહીં ઘૂસપેઠ કે પાડોશી દેશના ઘોંચપરોણા જેવા કેન્દ્ર સરકાર માટે માથાનો દુઃખાવો સર્જતા અલગતાવાદી મુદ્દા નથી. જ્યારે આસામમાં આવા એકપણ મુદ્દાની કમી નથી. હાલ બોડો ઉગ્રવાદીઓ પણ જેમનાથી ભારે ખફા છે અને તાજેતરના કોમી તોફાનોમાં જે સૌથી વધુ મોખરાનો મુદ્દો હતો એ છે બાંગ્લાદેશીઓની ઘુસણખોરી. એક કાચા અંદાજ મુજબ, સરહદ પાર કરીને ફક્ત આસામમાં જ ગેરકાયદે વસવાટ કરી રહેલા ઘુસણખોરોની સંખ્યા આશરે દોઢ કરોડને આંબી ગઈ છે. ઘુસણખોરનું કારણ મહદ્ અંશે આર્થિક અને કેટલેક અંશે રાજકીય છે.
આસામ અને બાંગ્લાદેશ વચ્ચે પહાડ, રણ કે દરિયા જેવી કોઈ નૈસર્ગિક સીમા નથી. સીધી, સપાટ જમીનના રસ્તે લશ્કરની રહેમનજર અને પૂરતા પ્રમાણમાં ચાલતા ભ્રષ્ટાચારને લીધે બંને વિસ્તાર વચ્ચે સીમા જેવું ખાસ છે નહિ. બાંગ્લાદેશમાં વસ્તી ચિક્કાર છે અને વસવાટ લાયક વિસ્તાર સાવ અપૂરતો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ આર્થિક વિકાસના નામે પણ ઊંધી દિશામાં ગાડી દોડાવી રહ્યું છે. સરેરાશ બાંગ્લાદેશીની આવક કરતાં સરેરાશ આસામીની આવક કરતાં લગભગ ત્રણ ગણી ઓછી છે. સ્વાભાવિક છે કે, પોતાના ગામમાં બે ટંક ખાવાના ય ફાંફા હોય અને બાજુના ગામમાં ધંધા-રોજગારની બહોળી તકો નજર સામે દેખાતી હોય ત્યારે રાજકીય રીતે અંકાયેલી સરહદ વળોટી જવાનું મન થાય. બસ, આ કારણથી છેલ્લાં દોઢ દાયકાથી બાંગ્લાદેશીઓની ભારત ભણી હિઝરત ચાલુ થઈ છે, જે સતત વધતી જાય છે.
સરહદ પર લશ્કરનો ભ્રષ્ટાચાર પણ તેમાં સગવડ કરી આપે છે અને ભારતમાં ઘુસી ગયા પછી કાયમી નિવાસની વ્યવસ્થા પણ ભ્રષ્ટ તંત્ર કરી આપતું હોય ત્યારે બાંગ્લાદેશીઓને ફાવતું જડી ગયું છે. હવે આસામમાં જે સંઘર્ષ છે એ બોડો જાતિ માટે અસ્તિત્વનો છે. કારણ કે ગેરકાયદે ઘુસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓ અહીં એટલી હદે સ્થાયી થઈ ચૂક્યા છે કે સદીઓથી અહીં વસનારા આ ધરતીના મૂળ રહેવાસીઓએ તેમના ઓશિયાળા રહેવું પડે છે. પરિણામે અસ્તિત્વ અને ઓળખ ટકાવવાની આ લડાઈ હવે બહુ ઝડપથી લોહિયાળ બને તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
બાંગ્લાદેશીઓની ઘુસણખોરીનું રાજકીય કારણ સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન અને ચીનની ધરી સંબંધિત છે. ભારતમાં વધુમાં વધુ ઘુસણખોરી કરીને પહેલાં અર્થતંત્રને નુકસાન પહોંચાડવું અને પછી દેશના વિભિન્ન વિસ્તારોને અરાજકતા ભણી ધકેલી દેવા એ પાકિસ્તાનની ટૂંકી બુદ્ધિની અને ચીનની લાંબા ગાળાની નીતિનો હિસ્સો રહ્યો છે. ન તો ભારત કૂટનીતિના મોરચે આ બંને દેશોની દાદાગીરી અને લુચ્ચાઈને ઉજાગર કરી શકતું કે ન તો લશ્કરી બળ વાપરીને તેને નશ્યત કરી શકતું. પરિણામે, બાંગ્લાદેશી ઘુસણખોરોની સમસ્યા આસામ ઉપરાંત મુંબઈ અને હવે બેંગાલુરુ સુધી પ્રસરી ચૂકી છે. આનાંથી સામાજિક અસંતુલન જન્મવા ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમાઈ રહી છે.
હગ્રામા મોહિલયારીએ કરેલી જાહેરાત ગંભીર નીવડે એવી પૂરી શક્યતા છે. હાલ તેમણે સૌ પ્રથમ બાંગ્લાદેશી ઘુસણખોરોને મારી હટાવવાને પ્રાધાન્ય આપવાનું જાહેર કર્યું છે.
સરકારને કોરાણે મૂકીને કોઈ એક જૂથ પોતાની રીતે કાયદો હાથમાં લે અને પોતે ધારી લીધેલા સમુદાયને ઘુસણખોર જાહેર કરીને તેમને હટાવવા શસ્ત્રો ઉપાડે ત્યારે સ્વાભાવિક રીતે જ ખરા ઘુસણખોરોના લીલાં ભેગું અન્ય ભારતીય મુસ્લિમોનું સૂકું પણ અસર પામવાનું જ. આ સંજોગોમાં આસામની હિંસા, જે ખરેખર અલગ પ્રાંતની પ્રમાણમાં સહજ અને નિર્દોષ ગણાતી માંગ હોવા છતાં જતે દહાડે સમગ્ર દેશમાં કોમી હુતાશન ભડકાવનારી નીવડી શકે છે.
ગત મહિને મુંબઈમાં ભલે છમકલા થઈને અટકી ગયા પરંતુ ભારતમાં કોમી તોફાનોનો લાંબો અને લોહિયાળ ઈતિહાસ જોતાં એવું સદ્નસીબ દર વખતે હોય જ એ જરાય જરૃરી નથી.

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved