Last Update : 08-September-2012, Saturday

 
૨,૫૦,૦૦,૦૦,૦૦૦ ડૉલરના ખર્ચે તૈયાર કરાયેલું, જ્યાં ગુરૃત્વાકર્ષણ ૩૫ ટકા જ છે, જ્યાં ૪૦૦૦ કી.મી. લાંબી ખીણ છે, જ્યાં માઉન્ટ એવરેસ્ટ કરતાં ૩ ગણા ઊંચા પહાડ છે, જ્યાં ૬૮૭ દિવસનું એક વર્ષ છે, જે લાલચોળ દેખાય છે પણ આપણે જેને મંગળ ગણીએ છીએ, જે સૂર્યથી ૨૨,૭૯,૪૦,૦૦૦ કી.મી. દૂર છે અને પૃથ્વીથી જે ૭,૮૩,૪૦,૦૦૦ કી.મી. દૂર છે એ મંગળ ગ્રહ ઉપર જીવનની શક્યતા તપાસવા માટે એક ટન વજનનું અત્યંત આધુનિક રોવર એક મહિનાથી કામ કરવા લાગ્યું છે
- ૪૦૦ વૈજ્ઞાનિકો મંગળનો અભ્યાસ કરવામાં લાગી ગયા છે
- રોવર મંગળની સપાટી પર ઉતર્યું કે તરત જ સપાટીની ત્રણ તસ્વીરો પણ મોકલી
- કલાકના ૨૧,૨૪૦ કી.મી.ની ગતિએ યાન ઉડેલું

બુધ અને શુક્ર ગ્રહોની જેમ મંગળ ગ્રહ પણ શું સાવ સ્પંદન વિનાનો છે?
કે પછી આપણી પૃથ્વીની જેમ ત્યાં પણ જીવનનો વિકાસ થયો છે? થયો હતો? જેના સ્પંદનો આજે પણ ત્યાં ગુંજે છે ખરા?
આ સવાલો માનવજાતના મનમાં વર્ષોથી અથડાયા કર્યા છે. નવજાતને મુંઝવતા આવા સવાલોને ઉકેલવા અમેરિકાનું નાસા પ્રયત્ન કરતું રહ્યું છે. મંગળ માટે પણ નાસાએ ''માર્સ સાયન્સ લેબોરેટરી મિશન એ દિશામાં ઘણી મોટી પહેલ છે. એ માર્સ સાયન્સ લેબોરેટરી મિશન યાને ''ક્યુરીઓસીટી''ને મંગળ પર સફળતાપૂર્વક ઉતારીને મંગળની ધરતી ઉપર જીવનના સંશોધનનું કામ શરૃ કરી દીધું છે.
નાસાના આ અભિયાન સાથે સંકળાયેલા ૪૦૦ જેટલા વૈજ્ઞાાનિકો રોવરે મંગળની સપાટીને સ્પર્શ કર્યો અને ઝુમી ઉઠયા હતા. (રોવર એક પ્રકારનું સ્વયંચાલિત વાહન હોય છે. એ અણુશક્તિથી ચાલે છે અને નાસાના વૈજ્ઞાાનિકોના હાથમાં એનો કન્ટ્રોલ રહે છે. આ વૈજ્ઞાાનિકો પૃથ્વી પર બેઠે બેઠા પૃથ્વીથી ૭,૮૩,૪૦,૦૦૦ કી.મી. દૂર મંગળ ગ્રહ ઉપર ફરી રહેલા રોવરને કન્ટ્રોલ કરે છે.)
રોવરનું વજન ૧ ટન છે અને નાની મોટર જેવડું છે. આવડું મોટું વાહન અત્યાર સુધી એક પણ ગ્રહ ઉપર મોકલાયું નથી. આ ''ક્યુરીયોસીટી'' ઘણું ખર્ચાળ, ઘણું ગુંચવાડાવાળું અને ઘણું બુધ્ધિ શક્તિવાળું છે. એણે મંગળ ઉપર કલાકના ૧૩,૨૦૦ માઇલની ગતિએ ૬ ઓગસ્ટે ભારતીય સમય પ્રમાણે સવારના ૧૧ વાગે પગ માંડેલા.
રોવરે મંગળની સપાટી ઉપર પગલાં પાડયા અને થોડીક જ મિનિટોમાં એણે પૃથ્વી ઉપર મંગળની સપાટીની તસ્વીરો મોકલવા માંડેલી.
મંગળ ગ્રહ કેવો છે, શું છે એવી જિજ્ઞાાસા સંતોષવા માટે માનવીએ દૂરબીન શોધાયા પૃથ્વીની નજીકના આ ચોથા ગ્રહ ઉપર છેક ૧૭મી સદીમાં નજર નાંખેલી. એ વખતે દૂરબીનથી લાગેલું કે (૧) મંગળના બન્ને ધુ્રવ ઉપર બરફ છે, (૨) ત્યાં વારંવાર રંગ બદલાતા હોય છે, (૩) આપણા દિવસ કરતાં એનો દિવસ ૩૦ મિનિટ મોટો છે.
એ પછી ૨૦મી સદીમાં મોટા ભાગના અવકાશયાત્રીઓએ અનુમાન કરેલું કે, મંગળ લગભગ પૃથ્વી જેવો છે અને કોઇક પ્રકારનું જીવન ત્યાં છે.
૧૮૯૦ના ગાળામાં પર્સીવલ લોવેલ નામના એક ૈવૈજ્ઞાાનિક થઇ ગયા. તેઓ મંગળ ગ્રહના બહુ પ્રેમી હતા. એમની વેધશાળા એરીઝોનામાં હતી. તેઓ મંગળને નિરખ્યા કરવામાં રાતોની રાતો કાઢતા. એમને એવું લાગેલું કે મંગળ ગ્રહ ઉપર મંગળનો માનવીઓએ મંગળ ઉપર જમીનને ફળદ્રુપ બનાવવા નહેરો બનાવેલી છે!
આ નહેરોની વાત છેક હમણાં સુધી પ્રચારમાં રહેલી. મંગળ વિષેનો લેખ હોય કે પ્રવચન હોય એટલે નેહરો ત્યાં હોવાનું આવે ને આવે જ!
છેવટે ૧૯૬૦ના દસકામાં મંગળ પર પહેલી અવકાશી મોજણી થઇ ત્યાર પછી એ અનુમાન (એટલે ગપ્પુ) દૂર થયું.
નાસાએ ૧૯૭૬માં મંગળ ઉપર વાઈકીંગ-૧ અને વાઈકીંગ-૨ મોકલ્યા જે મંગળની સપાટીને સ્પર્શ્યા. એ પછી ૨૦૦૪માં નાસાએ સ્પીરીટ અને ઓપોર્ચ્યુનીટી નામના બે રોવર મોકલ્યા.
જેની સાથે મુંબઇથી અમેરિકા જઇને કેલિફોર્નિયાના એક શહેરમાં રહેનાર ગુજરાતી અતુલ મહેતા તથા બીજા એક ગુજરાતી અશ્વિન વસાવડા અને અમિતાભ ઘોષ નામના એક બંગાળી એમ બે ભારતીય સંકળાયેલા છે એવા આ મંગળ અભિયાન વિષે એનડીટીવી નામની ચેનલને એ અમિતાભ ઘોષ કહે છે કે, ''આ ઘણું મોટું કામ હતું. છેલ્લા છ વર્ષથી જેના માટે હજારો લોકો કામ કરી રહ્યા હતા એ સફળ થવાની હવે પળ આવી હતી. આ અભિયાન જો નિષ્ફળ જાય તો પાછળ કંઇ રહેતું નહોતું. રોવરને મંગળની ધરતી ઉપર કયા સ્થળે ઉતરવું એ મંગળથી ૨૪,૭૮,૩૮,૯૭૬ કી.મી. દૂરથી નક્કી કરવું સહેલું નહોતું.''
મંગળ ઉપર કોઇપણ પ્રકારનો જીવ અથવા જીવન છે કે નહીં એ ચકાસવા જીવન માટે જરૃરી એવા ખનીજને શોધવા રોવરમાં ૧૦ પ્રકારના વૈજ્ઞાાનિક સાધનો રાખવામાં આવ્યા છે.
જો કે ''ક્યુરીઓસીટી'' અભિયાનને પહેલાં ધડાકે જ થોડોક ધક્કો લાગ્યો હતો. નાસાના જણાવ્યા પ્રમાણે રોબોટની સેંસર સર્કિટને થોડુંક નુકસાન થયું છે. એ સેન્સર સર્કીટને હવાની નોંધણી લેવામાં આવે છે. જોકે મિશન ટીમે કહ્યું કે આ બહુ મોટી સમસ્યા નથી. એ નુકસાનથી અમુક પ્રકારના માપ લઇ શકાશે નહીં. એ ઉપરાંત મંગળ ઉપરનો માઉન્ટ શાર્પ કઇ રીતે બન્યો એ આ સેન્સરના નુકસાનથી નક્કી કરવાનું અઘરૃં બનશે.
એ રીતે જોઇએ તો, રોવરમાં ફક્ત આ જ નુકસાન થયું છે. બાકી એ પોતાનું કામ કરવા લાગ્યું છે. એ નુકસાન કાયમી છે. રીપેર થાય તેમ નથી.આ અગાઉ મંગળ ઉપર જે વાહનો મંગળ ઉપર મોકલેલા એમાંના વાઈકીંગને એવા સાધનોથી સજ્જ કરવામાં આવેલું કે જે મંગળની ધરતી પરની ભીનાશ અને ફળદ્રુપતા શોધી શકે. એ સંશોધન કરવામાં વાઈકીંગ નિષ્ફળ ગયું હતું પણ જેમણે એ પ્રયોગનું વિશ્લેષણ કરેલું એ વૈજ્ઞાાનિક ગેલ લેવીન જેવા કેટલાક વૈજ્ઞાાનિકોએ એવું માને છે (અનુમાન, ધારણા જે સાચીન પણ હોય) મંગળ ઉપર જીવન હોવાના નિશાન મળ્યા છે.
એ પછી ''સ્પીરીટ'' અને ''ઓપોર્ચ્યુનીટી'' નામના જે વાહનો મંગળ પર મોકલેલા એનું કામ મૂળભૂત રીતે મંગળ ઉપર જીવન હોવા ન હોવાનું સંશોધન કરવાનું નહોતું. એ બન્ને વાહનોએ શોધેલું કે મંગળ પર વિવિધ પ્રકારના ખડકો ખૂબ છે.
ક્યુરીયોસીટીનું કામ પણ મૂળભૂત રીતે મંગળ પર જીવ કે જીવનનું સંશોધન કરવાનું નથી પણ એમાં રાખેલા ૧૭ કેમેરામાં એવું કશું ઝડપાય જાય તો જુદી વાત છે. બાકી એમાં એવા બીજા અલગ સાધનો રાખવામાં નથી આવ્યા. એથી જો કે કેટલાક વૈજ્ઞાાનિકોની આંખો ચઢી ગઇ છે. તેઓ માને છે કે મંગળ ઉપર જીવન હોવાનો સંશોધનને પ્રાથમિકતા આપવી જોઇએ.
એ મુદ્દાને જવા દઇએ તો ''ક્યુરીયોસીટી'' બીજા ઘણા સાધનોથી સજ્જ છે. દા.ત. એ કલાકના એક માઇલની ગતિથી મંગળ ઉપર હરીફરી શકે તેમ છે તેમજ જેને માઉન્ટ શાર્પ અથવા માઉન્ટ એઓલીસ કહે છે એની ઉપર ચઢી શકે તેમ છે. વળી એ ગેઈલ ક્રેટરમાં જે ખડકો છે એનું લેસરથી વિશ્લેષણ કરી શકે તેમ છે.
એનો અર્થ એવો કે આપણા ક્યુરીયોસીટી વાહનને ''હલ્લો!'' કરીને આવકારવા મંગળ ઉપર કોઇ લાલ કે લીલા કે ભૂરા રંગનો નાનકડો અજાયબ જીવ તૈયાર ઊભો હશે. એ જ રીતે એવું પણ નથી કે આ રોબોટ મંગળની ધરતીની માટીને ઉચકશે તો એમાંથી વાંદા કે મકોડા જેવો કોઇ જીવ કૂદી પડશે.
તો પછી ''ક્યુરીયોસીટી'' મંગળ પર જઇને શું કરશે? શું મેળવવાની આશાએ એને મંગળ ઉપર મોકલ્યો છે?
''ક્યુરિયોસીટી'' મંગળની માટીમાં ઓર્ગેનિક એટલે કાર્બોનિક અંશોને પણ શોધી રહ્યું છે. આપણી પૃથ્વી ઉપર જીવન અથવા બેકટેરીયા જેવા પ્રારંભિક સ્વરૃપના જીવોની હાજરીનો એ પુરાવા આપી શકે છે. (વૈજ્ઞાાનિકોની પહેલેથી જ એવી માન્યતા રહી છે કે બીજી દુનિયામાં, બીજા ગ્રહો પરના જીવો આપણી જેવા જ અથવા આપણને મળતા આવતા હશે જે શક્ય જ નથી. કેટલાય વર્ષો પહેલાં આ માન્યતાના આધારે કેટલાક વૈજ્ઞાાનિકોએ અવકાશમાં આપણી ભાષામાં એમને સંબોધીને સંદેશો મોકલવાની મૂર્ખામી પણ કરેલી. ઓક્સીજન હોય તો જ જીવન શક્ય છે.... એવી વિજ્ઞાાનની માન્યતા પણ ભૂલભરેલી છે. પૃથ્વી ઉપર જ જૂઓને કેટલા બધા જીવ છે? એમાંનો એક પણ જીવ માનવી જેવો છે?)
એક ટન વજનના આ અતિ આધુનિક રોબોટિક લેબોરેટરીનું લક્ષ્ય ભલે મંગળ પર જીવન શોધવાનું નથી એવું ભલે નાસા કહેતું હોય પણ નાસાને આશા છે. કે... મંગળની ધરતી ઉપર આપણને જીવનના એવા નિશાન મળી આવશે કે જે આપણા જીવવિજ્ઞાાનના જ્ઞાાનની મર્યાદાની બહાર હોય.
આગામી દિવસોમાં આ રોબોટિક રોવર એવા સેંકડો ફોટોગ્રાફ મંગળના મોકલશે કે જે આપણી અત્યાર સુધીની માન્યતાઓને બદલી નાંખે. મંગળ વિષે આપણે અત્યાર સુધી જે જાણીએ છીએ એ કરતાં ઘણું વધારે આ ક્યુરીઓસીટી આવતા છ મહિનામાં આપણને જણાવશે. (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

 

સાચવી રાખો, કામ લાગશે!
બ્રેન હેમરેજથી અખરોટ બચાવશે અને મગજના અંદરના ભાગોને કોપરા પોષણ આપશે
અખરોટ માનવીના મગજના આકારનું છે એટલે સમજી શકાય કે એ મગજ માટે ગુણકારી અખરોટના મીંજ ખાવાથી સ્મરણશક્તિ અને મગજશક્તિમાં વધારો થાય છે. એ ઉપરાંત મગજમાંના રસને એ સુકવા નથી દેતું. અને ખાસ તો એ કે હેમરેજના કેસ વધુ થાય છે.)
આવું ફાયદાકારક કોપરું છે. કોપરું એટલે સુકાયેલું નાળિયેર. કોપરું મગજના અંદરના ભાગોનું ''ઓઇલીંગ'' કરીને એને તાજુ રાખે છે. જેઓ સુસ્ત છે અને જેમને ઓછી સમજણ પડતી હોય છે એમને કોપરું બહુ લાભકારી છે. દેશી ગોળ સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. એને દૂધ સાથે, કે ચટણી બનાવીને કે પાક બનાવીને કે લાડુડી બનાવીને ખાય શકાય છે. જે જલદી અને વારંવાર ગુસ્સે થઇ જતા હોય એનું મગજ ઠંડુ રાખવા કોપરું કામ લાગશે. કોપરું ચાવી ચાવીને ખાવાથી દાંત મજબૂત થશે.

 

આરોગ્ય
આદુ અને લીલું મરચું કેન્સરનો નાશ કરનારા છે
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના કેન્સર સંશોધન કેન્દ્રના સ્ત્રીરોગ અને પ્રસુતિ અંગેના ડોક્ટર રોબર્ટ લુઈ અને એમના સહયોગીઓએ શોધ્યું છે કે આદુ અને લીલા મરચાં કોઈ પણ દવા કરતાં ઓછા નથી.
એમના જણાવ્યા પ્રમાણે આદુ ગર્ભાશયના કેન્સરના જંતુ અથવા કોષોને સમાપ્ત કરવામાં સક્ષમ છે.
એ ઉપરાંત લીલા મરચામાં મળી આવતું કૈપ્સાઈમિન રસાયણ પણ કેન્સર મટાડવામાં રામબાણનું કામ કરનાર છે.

 

વોયેજર
આપણા વડાપ્રધાન, એમના સહાયકો વગેરેનો પગાર કેટલો ? અને એમના કાર્યાલયનો ખર્ચ કેટલો ?
હાલમાં જ આર.ટી.આઇ. દ્વારા માગવામાં આવેલી માહિતી પ્રમાણે આપણા વડાપ્રધાન અને એમના સલાહકારનો પગાર કેટલો છે એ જાણો છો ? ગુજરાત સમાચારના વાચક ફિરોઝ ગાર્ડ લખે છે કે...
(૧.) વડાપ્રધાનના પગારની વિગત
૧ બેઝિક પગાર- રૃા. ૫૦,૦૦૦
૨. વિવિધ ખર્ચ પેટે- રૃા. ૩,૦૦૦
૩. ભથ્થુ રૃા. ૬,૨૦૦૦
૪. સંસદિય ક્ષેત્ર ભથુ- ૪૫,૦૦૦
કુલ પગાર- ૧,૬૦,૦૦૦
એમના સહાયકોનો પગાર
૧. ટી. કે. એ. નાયર - ૧. વેતન ઃ રૃા. ૧,૧૩,૦૦૦/- સંપત્તિ ઃ કેરળમાં બે માળનું મકાન પિતાનું મકાન, આ મકાનની વાર્ષિક આવક રૃા. ૧,૮૦,૦૦૦
૨. શિવશંકર મેનન - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ૧. વેતન ઃ રૃા. ૧,૧૩,૦૦૦ સંપત્તિ ઃ ૧.૫ કરોડનો ફ્લેટ, ૧૦ કરોડનો માતાની સાથે ભાગીદારીમાં ફ્લેટ, ૩૨.૬ લાખ રૃપિયા આ ફ્લેટ થકી વાર્ષિક આવક.
૩. કે. મુથુકુમાર - વડાપ્રધાનના ઓ.એસ.ડી. વેતન ઃ રૃા. ૧,૪૪,૦૦૦/-
૪. પંકજ પચૌરી - વડાપ્રધાન કાર્યાલયમાં મિડિયા સલાહકાર વેતન ઃ રૃા. ૧,૩૦,૦૦૦/-
૫. વડાપ્રધાનના ખાસ દૂત શ્રી એસ. કે. લામ્બા વેતન ઃ રૃા. ૧,૧૩,૦૦૦/-
વડાપ્રધાનના કાર્યાલયનું બજેટ
(લગભગ ૭૦% વેતન પર ખર્ચ થાય છે.) પગાર રૃા. ૨૦ કરોડ, વિદેશ પ્રવાસનો ખર્ચ રૃા. ૩ કરોડ, ઓફિસ ખર્ચ ૩.૫ કરોડ, અન્ય ખર્ચ ૨.૯ કરોડ આમ કુલ ખર્ચ ૨૯.૪ કરોડ
૬. શ્રી પુલોક ચેટરજી - વડાપ્રધાનના ખાસ મુખ્ય સચિવ તેઓ વડાપ્રધાન પછી એમની ઓફિસના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે પરંતુ એમનો પગાર ફક્ત રૃા. ૯૨,૦૦૦/- સંપત્તિ ઃ રૃા. ૫૨ લાખનો ફરીદાબાદમાં ફ્લેટ, ૬૭.૭૫ લાખનો ગ્રેટર નોઇડામાં ફ્લેટ, અને ૮૦ લાખ રૃપિયાનો દ્વારિકામાં ફ્લેટ
બધું મળીને વડાપ્રધાનની ઓફિસમાં કુલ ૪૦૪ કર્મચારીઓ અધિકારીઓ છે પીએમઓની વેબસાઇટ પર આ બધી વિગતો મૂકવાાં આવી છે ! આમ ત્રણ ક્લાર્કોની પણ લાખોની સંપત્તિની વિગત પણ છે !

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved