Last Update : 08-September-2012, Saturday

 

જર્મનીથી આવેલા ૧૩ સ્ટુડન્ટસ કહે છે
અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે

- NIDમાં પરિક્રમા પ્રોજેક્ટ અંતર્ગત જર્મનીથી આવેલા એકેડેમી ઓફ વિઝ્યુઅલ આર્ટના સ્ટુડન્ટસે સાબરમતી રિવરફ્રન્ટ, પોળ વિસ્તાર તેમજ અમદાવાદની લાઈફ સ્ટાઈલને પોતાના કેમેરામાં કેદ કરી છે.

અમે અમદાવાદમાં આવીને અહીના કલ્ચરને કેમેરામાં કેદ કર્યું છે. ખરેખર આ શહેર મઝાનું છે. આ શબ્દો છે વિદેશમાંથી આપણા અમદાવાદમાં આવેલા સ્ટુડન્ટસના. ફોરેન સ્ટુડન્ટસમાં આજકાલ અમદાવામાં આવીને ફોટોગ્રાફી કરવાનો શોખ જોવા મળે છે. હમણાં જ એનઆઈડીમાં પરિક્રમા પ્રોજેક્ટ અંતર્ગત જર્મનીથી એકેડેમી ઓફ વિઝ્યુઅલ આર્ટના ૧૩ કરતાં વધારે સ્ટુડન્ટસ શહેરમાં આવ્યા છે. હાલ ઈન્ડિયા-જર્મની વર્ષ ચાલે છે ત્યારે તેઓએ અહી આવીને સાબરમતી રિવરફ્રન્ટ, શહેરનો ઓલ્ડ સિટી એરિયામાં જઈને પોતાના કેમેરામાં અહીના પ્લેસ પર ક્લિક કરી હતી. તેઓએ ફોટોગ્રાફી ઓબ્જેક્ટ પર મોડર્ન અમદાવાદને પણ આવરી લીધું છે. એનઆઈડીમાં પરિક્રમા અંતર્ગત યોજાયેલા એક્ઝિબિશનમાં તેમના અમદાવાદ ઉપરના ૬૦ જેટલા ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાયું હતું.
અમને આ શહેરમાં આવેલા બ્યુટિફૂલ પ્લેસને કેમેરામાં કેદ કરવાની તક મળી હતી ચેલ્સી કહે છે, ઈન્ડિયા અને જર્મની વચ્ચેના રિલેશનના ભાગરુપે અમે અહી આવ્યા છીએ. ફોટોગ્રાફી તો અમારા માટે એક પેશન છે. તેમાં પણ અમને કાંકરિયા, પોળકલ્ચર, ગાંધી આશ્રમ સહિતના પ્લેસ પર જઈને ફોટોગ્રાફી કરી છે. એક સ્ટુડન્ટ માટે જે વિષય વસ્તુંને કેમેરામાં કેદ કરવી હોય તેને માટે કદી દેશના સીમાડા નડતા નથી. આ શોખને પોતાના દેશમાં જ માણી શકાય છે તેવું નથી. અમે ૧૩ જેટલા સ્ટુડન્ટસ અહી આવ્યા છીએ ત્યારે અમને આ શહેરના વારસાને જાણવાની પણ તક મળી છે. નાની નાની વાતોને પણ અમે અમારા કેમેરામાં કેદ કરી છે. પછી તે પોળ કલ્ચરમાં રમતા બાળકો હોય કે મોડર્ન અમદાવાદના ઓવરબ્રિજ હોય. અહીની લાઈફસ્ટાઈલને માણવાની સાથે સાથે કરેલું આ વર્ક અમને લાઈફ ટાઈમ યાદ રહેશે.
પરિક્રમા પ્રોજેક્ટ અંતર્ગત અમે અમદાવાદના વારસાને જર્મનીમાં પણ બતાવીશું જેક વોલ્સ કહે છે, જ્યારે એક સ્ટુડન્ટસ તરીકે અહી આવીને જે તે શહેરને જોઈએ અને ફોટોગ્રાફી કરીએ ત્યારે આપણે આપણા દેશમાં જઈને ત્યાં પણ ઈન્ડિયન કલ્ચરની રસપ્રદ વાતો બીજાઓને કહી શકીએ છીએ. કાંકરિયાની પાળે ઉભા રહેતા પાણીપૂરીવાળાઓ, માણેકચોકનું ખાણીપીણી બજાર, પોળમાં રહેતી બહેનોની લાઈફ સ્ટાઈલ અંગેની વાતો અને ફોટોગ્રાફ અમારા દેશવાસીઓ પણ જાણવા અને જોવા આતૂર હોય છે. આપણે ભલે કોઈ દેશની મુલાકાત લીધી ન હોય પણ જો તેને કેટલાક ફોટોગ્રાફની મદદથી તે સંસ્કૃતિને જાણી શકાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગણેશોત્સવમાં ડેડલાઇન પછી પણ ભારતીય વાજિંત્રો વગાડી શકાશે
માટુંગામાં નશીલાપદાર્થ સાથે નાઇજીરિયનની ધરપકડ

૨૦૦૬ના ઔરંગાબાદ શસ્ત્ર-જપ્તી કેસની સુનાવણી ઝડપી કરવાનો હાઇ કોર્ટનો આદેશ

છેલ્લા ત્રણ દિવસથી બંધ ઘરમાં પડેલી વૃદ્ધાના શરીર પર જીવડા હતા
૧૧ ઓગસ્ટના તોફાનો સંબંધમાં ભડકાવનારા ભાષણોને લગતી વિશેષ કલમ લાગુ કરાઇ
અમદાવાદમાં મોડી સાંજે સોનું રૃા.૩૨૩૦૦ બોલાયું
ECBની બોન્ડ ખરીદવાની યોજના પાછળ વૈશ્વિક તેજી
પશુઆહારના ભાવ વધતા દૂધ ઉત્પાદકો ભાવ વધારવાની વેતરણમાં

રોમનીની વિદેશનીતિથી પરદેશોમાં અમેરિકા માટે મુશ્કેલી ઉભી થશે

મુંબઇ હુમલા કેસમાં ભારત 'લાગણીશીલ' નહીં પરંતુ 'વાસ્તવવાદી' બને
લુફથાન્સા એરલાઇન્સના કેબિન ક્રૂની હડતાળને પગલે ૧૨૦૦ ફલાઇટો રદ

વિશ્વની સૌથી સર્જનાત્મક કંપનીઓમાં પાંચ ભારતીય કંપનીઓનો સમાવેશ થયો

ઘરકામથી સ્તન કેન્સરનું જોખમ ૧૩ ટકા ઘટે છે

યુવરાજનું આજની ભારત અને ન્યુઝીલેન્ડની ટી-૨૦થી પુનરાગમન

જેટલીને ૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનાવવા નિયમ બદલાવાશે
 
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved