Last Update : 08-September-2012, Saturday

 
દિલ્હીની વાત
 

કોલસાથી કવૉટા બોંબ
નવીદિલ્હી, તા. ૬
એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં સમસ્યાનો કોઈ અંત નથી. એક તરફ સરકાર કોલાસ કૌભાંડમાં ફસાઇ છે તો બીજી તરફ કવોટા-બોંબ ગમે ત્યારે ફાટવા ટીક-ટીક કરી રહ્યો છે. સરકારમાં શિડયુલ કાસ્ટ અને શિડયુલ ટ્રાઇબ માટે પ્રમોશનમાં કવોટા અંગેનું એમેન્ડમેન્ટ લાવવા સરકારને ઉતાવળ છે પરંતુ ચોમાસુ સત્ર પુરું થવાને માત્ર એક દિવસ બાકી છે. જો કે એક દિવસમાં તે પાસ થઇ શકે એમ લાગતું નથી. પરંતુ આ મુદ્દાએ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માટે વૉટ બેંક મજબૂત કરવાનો એક મુદ્દો આપી દીધો છે. કોંગ્રેસ (ભાજપ પણ) આ વિવાદનો ભોગ બની રહી છે. ભાજપ એમ કહે છે કે લોકોનું ધ્યાન બીજે દોરવાની આ ટેક્ ટિક્સ છે જયારે કોંગ્રેસને ચિંતા એ વાતની છે કે સમાજવાદી પક્ષ અને બીએસપી સિવાયના પક્ષ પણ આ બીલને ટાર્ગેટ કરી રહ્યા છે. મુલાયમ સિંહ કહે છે કે આ બીલ ગેરબંધારણીય છે અને તેમનો પક્ષ તેનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.
વિવાદાસ્પદ બીલનો ઇતિહાસ
ઘણાં ઓછા લોકો એ જાણે છે કે આ બીલનો ઇતિહાસ ૫૦ વર્ષ જુનો છે. અને તે હંમેશા બાફેલા બટાકા જેવો દાઝતો મુદ્દો બન્યો છે. ૧૯૫૭માં દિવંગત જગજીવન રામે રેલવેમાં એસસી અને એસટી માટે અનામત દાખલ કરી હતી. પરંતુ ૧૯૫૨માં સાહની કેસમાં એપેકસ કોર્ટે કહ્યું હતું કે માત્ર પછાત સ્થિતિના એક મુદ્દા આધારે નહીં પણ અનામતના લાભ જાતિ આધારીત પણ હોવા જોઈએ. જેના કારણે નરસિંહરાવ સરકારે ૧૯૯૫માં એમેન્ડમેન્ટ લાવી હતી. ૨૦૦૧માં અટલ બિહારી વાજપેઇની સરકાર વધુ એક એમેન્ડમેન્ટ લાવી હતી. જો કે આ એમેન્ડમેન્ટની વેલીડીટીને ૨૦૦૬માં એપેકસ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ જજમેન્ટના આધારે અલ્હાબાદ હાઈકોર્ટ માયાવતી સરકારના ઉત્તર પ્રદેશમાં એસસી- એસટીને પ્રમોશનમાં કવોટા આપવાના નિર્ણયને ફગાવ્યો હતો. એપ્રિલ-૨૮ના રોજ એપેકસ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો અને માયાવતી સરકારને એમેન્ડમેન્ટ લાવવા જણાવ્યું હતું.
લોકશાહીના મંદિરની ઇમેજને ધક્કો
ગઇકાલે ઉપલા ગૃહમાં સમાજવાદી પક્ષ અને બીએસપીના સભ્યો વચ્ચે બાથં-બાથી થઇ ત્યારે વડાપ્રધાન અને વિપક્ષના નેતાઓ મૌન પ્રેક્ષકની જેમ જોઇ રહ્યા હતા. આ ઘટનાના કારણે લોકશાહીના મંદિર સમાન સંસદની ઇમેજને મોટો ફટકો પડયો છે. સંસદના નિરીક્ષકો કહે છે કે બંધારણીય એમેન્ડમેન્ટ બીલ પાસ કરવા બે તૃતીયાંશ બહુમતીથી પાસ કરવું પડે છે. ત્યારે આવી સ્થિતિ આશ્ચર્યજનક છે. આ નિરીક્ષકો માને છે કે આટલો બધો ઉહાપોહ થતો હોય તો બીલ દાખલ કરવામાં સરકારે ઘણી તકેદારી રાખવી જોઈએ.
સાયલન્ટ એન્ડ ટ્રેજીક પીએમ
છેલ્લા બે મહિનામાં બીજી વાર એવું થયું છે કે વિદેશના સમાચાર માધ્યમોએ વડાપ્રધાન મનમોહન સિંહે ટાર્ગેટ બનાવ્યા હોય. જુલાઈ માસમાં ટાઇમ મેગેઝીને વડાપ્રધાનને અંડર એચીવર તરીકે ચિતર્યા હતા. જયારે વોશિંગ્ટન પોસ્ટે વડાપ્રધાનની ટીકા કરીને લખતાં ટાઇટલ માર્યું છે કે, 'ઇન્ડિયાઝ સાયલન્ટ પ્રાઇમ મીનીસ્ટર બીકમ્સ ટ્રેજીક પ્રાઇમ મીનીસ્ટર' આની સામે સરકાર વોશિંગ્ટન પોસ્ટ સામે પગલાં લેશે એમ સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું છે. માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અંબિકા સોનીએ આ આર્ટીકલને 'યલો જર્નાલીઝમ' કહ્યો છે અને અખબાર સામે પગલાં લેવાની ધમકી આપી છે. અંબિકા સોની આ મુદ્દે વિદેશ મંત્રાલયની સાથે ચર્ચા કરશે તેમજ પગલાં લેવા અન્ય ખાતાઓનો પણ સંપર્ક કરશે.
વિદેશ પ્રધાન પાકિસ્તાનની મુલાકાતે
વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્ના આવતીકાલથી પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. જયાં તે પાકિસ્તાનના વિદેશ પ્રધાન હીના રબાની ખેર સાથે ચર્ચા કરશે. ભારત ત્રાસવાદ અંગે જે ચિંતા વ્યકત કરે છે તે અંગે આ મુલાકાતમાં ખાસ કશું થાય તેમ નથી પરંતુ વીઝા નીતિ અંગેના ભારત-પાક.ના સંયુકત પંચને નવું એકસટેન્શન મળશે. ભારત પાક વચ્ચે સંબંધો સુધારવા ૧૯૮૩માં ઉભા કરેલા આ પંચની અત્યાર સુધીમાં પાંચ વાર મળ્યું છે. પ્રમુખ આસીફ ઝરદારીએ એવો સંકેત આપ્યો છે કે સીયાચીન મુદ્દે ચર્ચા કરવા પાકિસ્તાન આતુર છે.
પંજા સાહિબ અને વડાપ્રધાન
વડાપ્રધાન કયારે પાકિસ્તાનની મુલાકાત લેશે તે અંગે હજુ કશું નક્કી નથી. હાલમાં ક્રિષ્ના પાકિસ્તાન જશે પછી યોગ્ય સમયે વડાપ્રધાન જશે. એમ મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૮ નવેમ્બરે 'ગુરૃપુરસબ' દિવસે વડાપ્રધાનને આમંત્રણ અપાયું છે. જેથી તે પંજા સાહીબને જોઇ શકે. બહુ ઓછા લોકો જાણે છે કે રાવલ પીંડી નજીકના પંજા સાહિબ ગુરૃદ્વારાના પવિત્ર પાણીનું આચમન વડાપ્રધાને તેમના જન્મબાદ કર્યું હતું.
ફૅશન ઓન સ્માર્ટ ફોન
દેશમાં પ્રથમ ઑન લાઇન ફેશન બ્રાન્ડ પરની વેબ સાઇટ તાજેતરમાં શરૃ થઇ હતી. તે વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ છે. આ વેબ સાઇટ હવે સ્માર્ટ ફોન વાપરનાર ફેશન પ્રેમીઓ પણ જોઇ શકશે. આ સાઇટની પ્રથમ મોબાઈલ વેબસાઇટ ખોલાઇ છે. ycpme.com ના સીઇઓ વિવેક ગોર જણાવે છે કે અમારો પ્રયાસ ઇ-કોમર્સને વેગ આપવાનો છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અમદાવાદનો વારસો જર્મનીમાં રજૂ થશે
બડે મિયાં તો બડે મિયાં,છોટે મિયાં ભી સુભાન અલ્લાહ
વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવી રિસાઇકલ્ડ રોકિંગ ચેર
બાળકો પણ ઈચ્છે છે મારી મમ્મી મોડર્ન હોય
વધતી જતી વયની અસરને અટકાવવા રોજ ખાઓ ટામેટાં
ઘરનું ભોજન બક્ષે છે દીર્ધાયુ
ડિઝાઇનીંગ ડ્રેસીંગ સાથે લાજવાબ આભૂષણો
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સિંહાને ડેડીએ સરપ્રાઈઝ આપી
દીપિકા એક્સ-લવરની જાસૂસી કરે છે
કરીના 'હોટેસ્ટ વુમન ઓફ ધ ઈયર'
મારે ગ્લેમર-ઢીંગલી જરાય નથી બનવું ઃ ઇલેના
કરીનાનું પુસ્તક ડિસેમ્બરમાં રીલીઝ થશે
'જ્ઞાાન હી આપકો આપકા હક... ' ગીત બિગ-બી ગાશે
તમારી અંદર રહેલી ફેશનને ફોલો કરો
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved